'સત્યને જેલમાં કેદ કરી શકાય નહીં', ગુજરાતમાં 'AAP' નેતા રાજુ કરપડાની ધરપકડ પર કેજરીવાલનો હુમલો
Arvind Kejriwal on Gujarat Leader Arrest: આમ આદમી પાર્ટી (AAP)ના સંયોજક અરવિંદ કેજરીવાલે ભાજપ પર મોટો હુમલો કર્યો છે. ગુજરાતમાં 'આપ' નેતાની ધરપકડ પર કેજરીવાલે કહ્યું છે કે જે ખેડૂતોનો અવાજ ઉઠાવશે, ભાજપ તેને કચડી નાખશે, પરંતુ આ પછી પણ આ લડાઈ હવે અટકશે નહીં.
Trending Photos
)
Arvind Kejriwal on Gujarat Leader Arrest: આમ આદમી પાર્ટી (AAP)ના સુપ્રીમો અને દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગુજરાતમાં પાર્ટીના નેતાની ધરપકડ પર મોટો હુમલો કર્યો છે. અરવિંદ કેજરીવાલે શનિવારે જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટીના ગુજરાત કિસાન સેલના પ્રદેશ પ્રમુખ અને ખેડૂત નેતા રાજુ કરપડાએ એક વીડિયો દ્વારા બોટાદ માર્કેટિંગ યાર્ડમાં ચાલી રહેલા કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. તેમણે જણાવ્યું કે બોટાદ માર્કેટિંગ યાર્ડમાં કળદા (કપાત)ના નામે ખેડૂતોને લૂંટવાનું કાવતરું છેલ્લા ઘણા વર્ષોથી ચાલી રહ્યું છે. કેજરીવાલે ભાજપને નિશાન બનાવતા કહ્યું છે કે ખેડૂતોનો અવાજ ઉઠાવવા પર ગુજરાતમાં ધરપકડ કરી લેવામાં આવે છે. કેજરીવાલે કહ્યું કે સત્યને જેલમાં કેદ કરી શકાય નહીં.
ખેડૂતોની સાથે રાજુ કરપડા
કેજરીવાલે કહ્યું કે 'આપ' નેતા રાજુ કરપડા ખેડૂતોનો અવાજ ઉઠાવી રહ્યા હતા. તેઓ બોટાદ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો સાથે ધરણા પર બેઠા હતા. પોલીસે શુક્રવારે રાત્રે તેમની ધરપકડ કરી હતી. એકવાર બોલી લાગ્યા પછી વેપારી ખેડૂતને કહે છે કે અમારું જીન (જીનિંગ ફેક્ટરી) 10-15 કિમી દૂર છે, કપાસ ત્યાં લઈ જાઓ. જ્યારે ખેડૂત પોતાના ખર્ચે કપાસ ત્યાં લઈ જાય છે, ત્યારે ત્યાં હાજર વ્યક્તિ કહે છે કે કપાસની ગુણવત્તા ખરાબ છે અને 100-200 રૂપિયા ઓછા ભાવ આપે છે. (1500 ભાવ નક્કી થાય તો ક્યારેક 1100-1200 પણ કરી દે છે અને આમાં પણ વચેટિયાઓ આવી જાય છે) આને જ કળદા કહેવામાં આવે છે.
કરપડાએ વિરોધની જાહેરાત કરી હતી
કેજરીવાલે કહ્યું કે બે વર્ષ પહેલા જ્યારે તેઓ ખેડૂતોની ફરિયાદો પર તેમની ટીમ સાથે ત્યાં પહોંચ્યા, ત્યારે થોડા કલાકો માટે યાર્ડ બંધ કરાવવામાં આવ્યું હતું. બાદમાં સમાધાનના બહાને તેમની ધરપકડ કરવામાં આવી, પરંતુ ખેડૂતોએ આંદોલન ચાલુ રાખ્યું અને યાર્ડ બંધ રાખ્યું. હવે છેલ્લા દસ દિવસથી ખેડૂતોની નવી ફરિયાદો મળી રહી છે કે ફરીથી તે જ કળદા (કપાત)નો ખેલ શરૂ થઈ ગયો છે. કેજરીવાલે જણાવ્યું કે રાજુ કરપડાએ 9 ઓક્ટોબરની સવારે ફેસબુક પર પોસ્ટ કરી કે 10 ઓક્ટોબરે ખેડૂતો સાથે બોટાદ યાર્ડ પહોંચશે. આ પછી APMC અધિકારીઓએ મીટિંગ બોલાવીને મીડિયામાં નિવેદન આપ્યું કે હવે કળદા નહીં થાય. તો પહેલી સમસ્યા એ હતી કે કળદા ચાલી રહ્યો હતો અને બીજી સમસ્યા એ હતી કે એકવાર બોલી લાગ્યા પછી વેપારી ખેડૂતને કહે છે કે અમારું જીન (જીનિંગ ફેક્ટરી) 10-15 કિમી દૂર છે, કપાસ ત્યાં લઈ જાઓ, તો આ પ્રક્રિયાને પણ બંધ કરવા માટે આજે અવાજ ઉઠાવવામાં આવ્યો. તો ધરપકડ કરવામાં આવી.
માર્કેટિંગ બોર્ડ પર ભાજપના નેતાઓનો કબજો છે
કેજરીવાલે કહ્યું કે જ્યારે આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા હજારોની સંખ્યામાં ખેડૂતો સાથે ત્યાં પહોંચ્યા તો માર્કેટિંગ યાર્ડના ચેરમેને બધાની સામે કહ્યું કે હવેથી કળદા નહીં થાય, ખેડૂતોને જે ભાવ કહેવાયો હશે તે જ ભાવ મળશે. અને જો કોઈ વેપારી વિરુદ્ધ કળદાની ફરિયાદ આવી છે, તો તેની તપાસ કરીને બે દિવસમાં તેનું લાઇસન્સ રદ કરવામાં આવશે. માર્કેટિંગ યાર્ડના અધ્યક્ષે જે વાત કહી તે વાત રાજુ કરપડાએ લેખિતમાં માંગી પણ માર્કેટિંગ યાર્ડના અધ્યક્ષે લેખિતમાં આપવાની ના પાડી દીધી, જેના કારણે હજી રાજુ કરપડા હજારોની સંખ્યામાં ખેડૂતો સાથે ધરણા પર બેઠા છે. આ મામલે અરવિંદ કેજરીવાલે કહ્યું કે ગુજરાતના માર્કેટિંગ યાર્ડોમાં ખેડૂતો સાથે ખુલ્લો અન્યાય થઈ રહ્યો છે. મહેનતથી ઉગાડેલી ફસલનો સાચો ભાવ નથી મળી રહ્યો, ઉલટાનું ભાજપના નેતાઓએ યાર્ડો પર કબજો જમાવીને ખેડૂતોને હેરાન કરી રાખ્યા છે.
કેજરીવાલ બોલ્યા, નહીં અટકે આ લડાઈ
આમ આદમી પાર્ટીનો આરોપ છે કે કોઈ નક્કર પગલાં ન લેવાતા નારાજ ખેડૂતોને લઈને 'આપ'ના ખેડૂત નેતા રાજુભાઈ કરપડા સતત ધરણા પર બેઠા રહ્યા. મામલો શાંત ન થતો જોઈને ગઈ કાલે મોડી રાત્રે 3 વાગ્યે ગુજરાત પોલીસે રાજુભાઈ કરપડાની જ ધરપકડ કરી લીધી. રાજુભાઈ કરપડાની ધરપકડ પર અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરીને કહ્યું કે ભાજપના શાસનમાં જો કોઈ ખેડૂતોનો અવાજ ઉઠાવે, તો તેને જેલ ભેગો કરી દેવામાં આવે છે. રાતના 3 વાગ્યે આમ આદમી પાર્ટીના ખેડૂત નેતા રાજુભાઈ કરપડાની પોલીસે ધરપકડ કરી, તેમનો વાંક માત્ર એટલો હતો કે તેઓ ખેડૂતોના હકની લડાઈ લડી રહ્યા હતા, કપાસના સાચા ભાવ માંગી રહ્યા હતા. કેજરીવાલે આ મુદ્દે હુમલો કરતા કહ્યું છે કે ગુજરાતમાં જે ખેડૂતોની સાથે ઊભો રહેશે, ભાજપ તેનો અવાજ કચડી નાખશે, પરંતુ યાદ રાખો, સત્યને જેલમાં કેદ કરી શકાય નહીં. ખેડૂતોની લડાઈ હવે અટકવાની નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે














