)
Ahmedabad News : દુષ્કર્મકેસના દોષિત અને આજીવન કેદની સજા ભોગવી રહેલા આસારામ બાપુ આજે અસારવા સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. તેઓ મેડિકલ સર્ટિફિકેટ માટે આવેલા આસારામના અનુયાયીઓએ મીડિયા સાથે ગેરવર્તણૂંક કરી હતી.
આસારામના 7 ઓગસ્ટ જામીન પુરા થતા માંદગીના કારણે 21 ઓગસ્ટ સુધીના જામીન ગ્રાહ્ય રખાયા હતા. જામીન માટે મૂકવામાં આવેલા મેડિકલ સર્ટી અને અન્ય બાબતની તપાસ કરવા પણ કોર્ટ જણાવ્યું હતું. આસારામ બાપુના જામીન અંગે 21 ઓગસ્ટે વધુ સુનાવણી હાથ ધરાશે. ત્યારે આજે મેડિકલ સર્ટિફિકેટના તપાસ માટે આસારામ બાપુ સિવિલ હોસ્પિટલ પહોંચ્યો હતો. ત્યારે સિવિલ હોસ્પિટલ ખાતે આસારામના અનુયાયીઓએ મીડિયા સાથે ગેરવર્તણૂંક કરી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, અસારવા સિવિલ હોસ્પિટલ ખાતે આસારામ બાપુને મેડિકલ તપાસ માટે લવાયો હતો. જ્યાં આસારામ બાપુના અનુયાયીઓએ મીડિયા સાથે ગેરવર્તન કર્યું હતું. આસારામ બાપુને ટ્રોમાં સેન્ટર લઈ જતી વખતે અનુયાયીઓએ મીડિયા કર્મચારીઓને ધક્કા માર્યા હતા. આસારામ બાપુનું શૂટિંગ ના થઈ શકે તે માટે અનુયાયીઓએ મીડિયા કર્મીઓને ધક્કા માર્યા હતા.
સિવિલ હોસ્પિટલ ખાતે શું બન્યું હતું
આસારામને 13 નંબરની OPD માં મેડિકલ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. બહારથી બેડ મંગાવીને 13 નંબરના રૂમમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં ECG અને ECO કરવામાં આવ્યા હતા. OPDમાંથી આસારામને ટ્રોમા સેન્ટરમાં લઈ જવામાં આવ્યો હતો. આસારામ આવતા સમગ્ર શહેરમાંથી જ્યાં ઇમરજન્સીમાં દર્દીઓ આવે તે ટ્રોમા સેન્ટરના ગેટ બંધ કર્યો હતો. આ દરમિયાન આસારામના સમર્થકોની મીડિયા સાથે મારામારી કરી હતી.
અસારવા સિવિલ હોસ્પિટલના સુપરિટેન્ડન્ટ રાકેશ જોશીએ માહિતી આપતા જણાવ્યું કે, 4 કલાક જેટલી મેડિકલ તપાસની પ્રક્રિયા ચાલી હતી. બ્લડ ટેસ્ટ, એક્સરે, ઇકો સહિતના વિવિધ રિપોર્ટ કરવામાં આવ્યા હતા. આશારામ બાપુ ને એડમિટ કરવા જેવી હાલત છે કે નહીં તે જાણવા અને આરોગ્ય કેવું છે તે જાણવા માટે મેડિકલ રિપોર્ટ કરવામાં આવ્યા. તો આસારામ બાપુના મેડિકલ રિપોર્ટ કરાવતા સમયે સેવક અને અનુયાયીએ એ મીડિયા કર્મી સાથે કરેલા ગેરવર્તન મામલે સુપ્રીટેન્ડન્ટે કહ્યુ કે, આસારામ અંદર હતા ત્યારે તેઓ એકલા હતા, તેમની સાથે કોઈ ન હતું.