ગુજરાતની ચૂંટણી બની લોહિયાળ, પાટીદાર નેતા હાર્દિક પટેલના સાથી પીયુષ પટેલ પર હુમલો
હુમલામાં પીયુષ ગંભીર રીતે ઘાયલ થઈ જતા આખા મામલાની પોલીસ ફરિયાદ થઈ છે
Trending Photos
વડોદરા : ગુજરાત ચૂંટણીમાં આવતીકાલે 14 ડિસેમ્બરના બીજા તબક્કા માટે મતદાન થવાનું છે. મતદાન પહેલાં ભલે ચૂંટણી પ્રચારમાં રાજકીય દળોનો એકબીજા પર શા્બ્દિક એટેક અટકી ગયો છે પણ કેટલીક જગ્યા પર શારીરિક હુમલા થયા હોવાની ઘટના સામે આવી છે. આવો જ એક મામલો ગઈ કાલે રાત્રે પ્રકાશમાં આવ્યો છે. ગઈ કાલે રાત્રે હાર્દિક પટેલના નજીકના સાથી અને ડભોઈ વિધાનસભા સીટથી પાટીદાર અનામત આંદોલ સમિતીના સંયોજક પીયુષ પટેલ પર હુમલો કરવામાં આવ્યો છે.
મળતી માહિતી પ્રમાણે પીયુષ પટેલ પર તેમના જ વિધાનસભા ક્ષેત્ર ડભોઈમાં હુમલો કરવામાં આવ્યો છે. પીયુષે માહિતી આપી છે કે રાતના લગભગ ત્રણ વાગ્યે તેઓ જ્યારે ઘર તરફ જઈ રહ્યા હતા ત્યારે લગભગ પાંચ લોકોએ તેમના પર હુમલો કર્યો હતો. પીયુષને હુમલા માટે ભાજપ કાર્યકરોને જવાબદાર ગણાવ્યા છે. પોલીસે પીયુષની ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી દીધી છે.
ગુજરાતમાં ચૂંટણીનો માહોલ પુરજોશમાં છે ત્યારે હાર્દિક પટેલના પૂર્વ સહયોગી દિનેશ બાંભણિયાએ આરોપ મૂક્યો છે કે હાર્દિકે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીના બનેવી રોબર્ટ વાડ્રા સાથે ગુપ્ત મુલાકાત કરી અને સમિતીને અંધારામાં રાખીને છેતરપિંડી આચરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે