)
Amreli News : અમરેલી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ અને પુર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતની કાર આંતરીને હુમલો કરવાનો પ્રયાસ કરાયો હતો. ઘટનાની જાણ પ્રતાપભાઈ દૂધાતે પોલીસને કરતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી હુમલામાં કોઈ જાન હાની કે ઈજા નથી.
સૌરાષ્ટ્રના સાવરકુંડલાના પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસના નેતા પ્રતાપ દુધાત સરદાર યાત્રા સંપન્ન કરી પરત ફરતા હતા એ દરમિયાન અમરેલીના દુધાળા નજીક તેમના કાફલાની એક કાર ઉપર ૫૦ લોકોના ટોળાએ હુમલો કર્યો હતો. જેમાં તેમના કાફલાની એક કાર ઉપર ધોકા વડે હુમલો કરી કાચ તોડી નાખવામાં આવ્યા હતા.
ગાત મોડી રાત્રે ધારીના દુઘાળા ગામ નજીક ઘટના બની હતી. સોમનાથથી પરત ફરી રહેલા પ્રતાપ દૂધાતની કાર પર ધોકા વડે હુમલો કરવાનો પ્રયાસ કરાયો હતો. રાત્રે દસેક વાગ્યે ઘટના બની હોવાની પ્રાથમિક માહિતી મળી છે.
સમગ્ર ઘટના મુદ્દે ધારીના પીઆઈ જાડેજા અને પ્રતાપ દુધાતના ડ્રાઇવર વચ્ચે થયેલ ટેલિફોનીક વાતચીતનું રેકોર્ડિંગ પણ સામે આવ્યું છે. જો કે આ સમગ્ર ઘટના મુદ્દે હજુ સુધી પોલીસ ફરિયાદ નથી આપવામાં આવી. પ્રતાપ દુધાત અમરેલી જિલ્લા પોલીસ વડાને રૂબરૂ મળી રજુઆત કરશે.