Ayesha Suicide Case: કેમ આયશાએ કરવી પડી આત્મહત્યા? જાણો માણસ પોતે જ પોતાની હત્યા કરવા માટે શા માટે બને છે મજબુર

અમદાવાદની એક આત્મહત્યાની ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી નાખ્યો છે. હસતી રમતી આયશા શા માટે મોતને ભેટી ગઈ? શા માટે એ યુવતીએ આવું પગલું ભર્યું? એ સવાલ આજે દરેક માતા-પિતાને સતાવી રહ્યો છે.

Updated By: Mar 2, 2021, 10:10 AM IST
Ayesha Suicide Case: કેમ આયશાએ કરવી પડી આત્મહત્યા? જાણો માણસ પોતે જ પોતાની હત્યા કરવા માટે શા માટે બને છે મજબુર

ઝી બ્યૂરો, અમદાવાદઃ હસતી રમતી આયશાએ આત્મહત્યા કરીને પોતાના જીવનનો અંતઆણ્યો...એ હસતી ખેલતી જિંદગીની કહાની તો અહીં ખતમ થઈ ગઈ. પણ દુનિયાને અલવિદા કરતા પહેલાં આયશાએ પોતાનો જ વીડિયો બનાવીને તેમાં કેટલાંક સવાલો કર્યાં હતાં. આયશાએ મરતા પહેલાં જે વીડિયો બનાવ્યો તેમાં કહ્યું હતુંકે, મારી શું ભુલ થઈ ગઈ? મારામાં ક્યાં કમી રહી ગઈ? હે ખુદા મારી સાથે જ આવું કેમ થયું? મને માતા-પિતા સારા મળ્યાં, મિત્રો સારા મળ્યાં...તો જીવનસાથી સાથે કેમ આવ્યું થયું?

No description available.

આત્મહત્યા કરતા પહેલાં જ્યારે આયશાએ પોતાના માતા-પિતા સાથે વાત કરી ત્યારે પણ તેણે કહ્યું કે હું હવે જઈ રહી છું. મારે નથી જીવવું. માતા-પિતા તેને સમજાવતા રહ્યાં, તેને પોતાનો નિર્ણય બદલવા માટે કહેતા રહ્યાં પણ આયશાના મનમાં ત્યારે કંઈક અલગ જ ચાલતું હતું. આયશાએ ફોન પર માતા-પિતાને કહ્યુંકે, હવે બહું મોડું થઈ ગયું છે. હવે હું બહું કંટાળી ગઈ છું. હવે મારી નથી જીવવું. ખુદ હવે મને બીજીવાર આ ધરતી પર ન મોકતાં. અનેક આઘાતોને કારણે આયશાનું મન અને મગજ સમજવાની શક્તિઓથી પર થઈ ગયું હતું. ક્રોધ, આક્રોશ અને જબરદસ્ત આઘાતથી તે સાવ તૂટી ગઈ હતી. લાગણીઓના અતિરેકને કારણે સહનશક્તિ ખુટી ગઈ અને તેણે પોતે જ પોતાના જીવનનો અંત આણી દીધો. આયશાએ અમદાવાદની સાબરમતી નદીમાં ઝંપલાવી મોતને વહાલું કરી લીધું.

બેવફાએ આરીફે આયશાના મોત પહેલા જ ટીકટોક પર કહ્યું હતું કે, ‘તુમ રોઓગી, તડપોગી, પર...’

હસ્તી રમતી આયશાએ પોતાના પતિ અને સાસરિયાના ત્રાસથી અંતિમ પગલું ભર્યું. આ કિસ્સો આપણને ઘણું શિખવી ગયો છે અને આપણાં કહેવાતા સભ્ય સમાજ સામે ઘણાં સવાલો કરી ગયો છે. કેમ લોકો આત્મહત્યા કરે છે? શું જીવનની સમસ્યાઓને દૂર કરવાનો આત્મહત્યા જ એક રસ્તો છે? એવી કઈ સમસ્યા છે જેનો કોઈ ઉકેલ નથી? આપણને તકલીફ હોય એ બાબતની ચર્ચા થઈ શકે છે. ગુસ્સો કરીને કે લેટ ગો કરીને ભૂલી કે અવગણી ન શકાય? એના માટે મરવાની શું જરૂર છે?

કાચા હૃદયના ન વાંચે: આયેશા જ્યારે ગર્ભવતી હતી ત્યારે તેના સસરાએ...

આયશાએ મોતની છલાંગ લગાવતા પહેલાં એક વીડિયો બનાવ્યો હતો. જે સમગ્ર દેશમાં વાયરલ થયો છે. જેના કારણે લોકો આત્મહત્યા કેમ કરે છે? તેવા અનેકો સવાલ સામે આવી રહ્યા છે. ત્યારે, આ મુદ્દે અમદાવાદના જાણીતા મનોચિકિત્સક પાર્થ વૈષ્ણવ સાથે ખાસ વાતચીત કરી. જેમાં તેમણે આ તમામ સવાલોના વિગતવાર જવાબ આપ્યાં. સાથે જ કઈ રીતે આત્મહત્યાના બનતા બનાવોને અટકાવી શકાય તે અંગે પણ વાત કરી.

PHOTOS: પત્નીએ નદીમાં પડતું મૂક્યું ત્યારબાદ પતિએ મૂક્યું વોટ્સએપ સ્ટેટસ, જોઈને આઘાત લાગશે

ડિપ્રેશન
આત્મહત્યાનું મુખ્ય કારણ ડિપ્રેશન, માનસિક તાણ અને હતાશા છે. ડિપ્રેશનવાળી વ્યક્તિને વારંવાર મરવાનો વિચાર આવે છે.

અન્ય કારણો
આ સિવાય પણ આત્મહત્યા કરવાનાં ઘણાં કારણો છે. દહેજ, બળાત્કાર, ધાક-ધમકી, પ્રેમભંગ, બીમારી-માંદગી, અત્યંત લાગણીશીલતા, અફેર, માનસિક અસ્થિરતા, પરીક્ષામાં નિષ્ફળતા, દેવું-કરજ, બેકારી, કેફી દ્રવ્યો, દારૂ અને જુગારની લત, અત્યંત ગરીબાઈ, સહનશીલતાનો અભાવ, માનહાનિ વગેરે અનેક કારણોસર લોકો આત્મહત્યા કરી જીવન ટૂંકાવી દે છે.

એક યુવાને જે ગુજરી ચુક્યો છે આ દોરમાંથી તે શું માને છે?
આપણે ત્યાં સાઇકિયાટ્રિસ્ટ ટ્રીટમેન્ટને ખૂબ ખરાબ નજરે જોવામાં આવે છે. એક માણસ જ્યારે અસહાય મહેસૂસ કરે ત્યારે આત્મહત્યાનું પગલું ભરે છે. જેમ કે તેને જીવનમાં કંઈક બનવું હોય અને એ ન બની શકે ત્યારે તેને હતાશા આવી જાય છે. સમાજમાં તેને માન ન મળતું હોય ત્યારે તેવી વ્યક્તિના મનમાં સતત વિચાર આવતા રહે કે મારી કોઈ કિંમત નથી. આવું થતાં તેને મરવાના વિચારો આવવા માંડે છે. જો આવું થવા માંડે ત્યારે વ્યક્તિએ પોતાના મનગમતા શોખમાં ઓતપ્રોત થઈ જવું જોઈએ. આમ કરતાં તેનો આત્મવિશ્વાસ વધી જાય છે. તેથી તે ગેરમાર્ગે દોરાતો નથી. વિચારસરણી પૉઝિટિવ થવાથી મનોવૃત્તિ બદલાઈ જાય છે અને તે ખોટા મનોવિકારમાંથી બહાર આવી જાય.