હોળી-ધૂળેટીએ નદી-તળાવમાં ન્હાવા પર પ્રતિબંધ, ગુજરાતના એક શહેરમાં કલેક્ટરનું જાહેરનામું

Ban On Bathing On Holi Celebration : વડોદરા કલેક્ટરનું જાહેરનામું... હોળી અને ધૂળેટીના બે દિવસ વડોદરા નજીકથી પસાર થતી નદીઓ, તળાવોમાં નાહવા પર પ્રતિબંધ
 

હોળી-ધૂળેટીએ નદી-તળાવમાં ન્હાવા પર પ્રતિબંધ, ગુજરાતના એક શહેરમાં કલેક્ટરનું જાહેરનામું

Vadodara News : વડોદરા કલેક્ટર દ્વારા હોળી ધૂળેટી પર્વને લઈ જાહેરનામું બહાર પાડ્યું છે. 13 અને 14 માર્ચના રોજ વડોદરા નજીકથી પસાર થતી નદીઓ, કૃત્રિમ તળાવો, નહેર, જળાશયોમાં નાહવા અને અન્ય કામે જવા માટે પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. સિંધરોટ, ફાજલપુર તેમજ વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના લાંછનપુર, અને શિનોર તાલુકાના દિવેર ગામ પાસેથી પસાર થતી નર્મદા નદી, કરજણ તાલુકાના નારેશ્વરમાં ન્હાવા પર પ્રતિબંધ લગાવાયો છે. વડોદરા શહેર સહિત આસપાસના ગામોના લોકો મોટી સંખ્યામાં નાહવા ઉમટી પડતા હોય છે. તેથી હોળીમાં કોઈ અનહોની ન સર્જાય તે માટે નદી અને તળાવ પર પોલીસ બંદોબસ્ત ગોઠવાશે. 

હોળીની ઉજવણી માટે વડોદરા કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યુ છે. જે મુજબ, હોળીની ઉજવણીમાં કોઈ જાનહાનિ ન સર્જાય તે માટે શહેર પોલીસ કમિશનર તેમજ જિલ્લા કલેક્ટર દ્વારા શહેર અને જિલ્લાની નદી, તળાવો, નહેરમાં નાહવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. વડોદરા જિલ્લા કલેક્ટર દ્વારા હોળી અને ધુળેટીના બે દિવસ માટે નદી અને તળાવો સહિતના નાહવા માટેનાં સ્થળો પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. આ જગ્યાઓ પર આસપાસના સ્થાનિકો નાહવા માટે મોટી સંખ્યામાં ઉમટી પડતા હોય છે, તેથી આ જાહેરનામું લાગુ કરાયું છે. 

ક્યાં ક્યાં પ્રતિબંધ

  • વડોદરા નજીક આવેલા સિંધરોટ, ફાજલપુર 
  • વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના લાંછનપુર 
  • શિનોર તાલુકાના દિવેર ગામ પાસેથી પસાર થતી નર્મદા નદી, મહીસાગર
  • કરજણ તાલુકાના નારેશ્વરમાં નર્મદા નદી 

આ ઉપરાંત આ તમામ સ્થળોએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામા આવશે. જેથી કોઈ જાનહાનિ ન સર્જાય. 

વડોદરામાં જળાશયો નદીમાં નહાવા પર પ્રતિબંધ
ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા જ વડોદરા કલેક્ટર દ્વારા જાહેર સ્થળો પર ન્હાવા માટે પ્રતિબંધ મૂક્યો હતો. જિલ્લામાં પાણીમાં ડૂબી જવાથી મોતની ઘટનાઓ વધતાં તંત્ર દ્વારા આ નિર્ણય લેવાયો છે. વડોદરાના કલેક્ટરે જોખમી સ્થળો શોધી ત્યાં ન્હાવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. વિવિધ 23 સ્થળો પર નહાવા પર પ્રતિબંધ લગાવાયો છે. વાઘોડિયા, ડભોઇ, વડોદરા ગ્રામ્ય, પાદરા, શિનોર, સાવલી અને કરજણના જાહેર સ્થળો જોખમી હોવાથી પ્રતિબંધ મૂકાયો છે. 

જંત્રીને લઈને મહત્વના સમાચાર, નવા ભાવ સાથે આ તારીખથી ગુજરાતમાં લાગુ થશે નવી જંત્રી
 
ક્યાં ક્યાં ન્હાવા પર પ્રતિબંધ
વાઘોડીયા તાલુકામાં નર્મદા મેઈન કેનાલ (ડુમા ગામ), દેવ નદી (વ્યારા), હનુમાનપુરા ગામનું તળાવ, કોટંબી તળાવ અને તરસવા ગામ બસ સ્ટેશન પાછળ આવેલા નાળાને જોખમી સ્થળ જાહેર કરવામાં આવ્યા છે. આ સાથે જ ડભોઈ તાલુકામાં કુલ સાત સ્થળોને જોખમી જાહેર કરી પ્રતિબંધિત કરવામાં આવ્યા છે, જેમાં નર્મદા મેઈન કેનાલ (તેનતલાવ), નર્મદા માઈનોર કેનાલ (કુંઢેલા), અંબાવ ગામનું તળાવ, પલાસવાડા ગામનું તળાવ, ઓરસંગ નદી (વડદલી અને ભાલોદરા ગામ), અંગુઠણ નારીયા રોડ પાસે આવેલા કૂવાની સામે આવેલો સરકારી કાંસનો ઊંડો ખાડાનો સમાવેશ થાય છે.

તેમજ વડોદરા ગ્રામ્ય તાલુકામાં કુલ ચાર સ્થળોને જોખમી જાહેર કરવામાં આવ્યા છે, જેમાં ચેક ડેમ, સિંધ રોટ, મહીસાગર નદીના પાણીમાં (સિંધ રોટ), મહીસાગર નદી (કોટણા અને અનગઢ ગામ), ફાજલપુર બ્રિજ, મહી નદી (સાંકરદા ગામ)નો સમાવેશ થાય છે. આવી જ રીતે પાદરા તાલુકાના કુલ ત્રણ જોખમી સ્થળ/વિસ્તારમાં મુજપર બ્રિજ, મહી નદી (મુજપુર), અંબાજી માતા તળાવ (પાદરા ગામ), મહીસાગર નદી તટ (ડબકા)નો સમાવેશ થાય છે.

આ સિવાય શિનોર તાલુકામાં દિવેર ગામે મઢીએ (દિવેર); સાવલી તાલુકાના લાંછનપુર અને કનોડા મહીસાગર નદીનો પટ્ટ (પોઈચા (ક)) તેમજ કરજણ તાલુકાના નારેશ્વર ઘાટ, નર્મદા નદી (લીલોડ અને સાયર ગામ)ને જોખમી સ્થળ/વિસ્તાર જાહેર કરી પાણીમાં ન્હાવા કે અન્ય કામે જવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, જિલ્લા કલેક્ટરે નદી અને તળાવોમાં ન્હાવાને લઈને પ્રતિબંધ લગાવ્યો છે. ડભોઇ વાઘોડિયા શિનોર અને સાવલીમાં આવેલી નદીમાં ન્હાવા પર પણ પ્રતિબંધ મૂકાયો છે. નદી અને તળાવોમાં યુવાનો ડૂબવાના કિસ્સા ઓને લઈને આ નિર્ણય લેવાયો છે. આ સાથે જ જાહેરનામું પ્રસિદ્ધ કરી તંત્રની કચેરીઓમાં જાણ કરાઈ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news