ગુજરાતી ન્યૂઝGujaratપહેલગામ આતંકી હુમલા બાદ ગુજરાતના 21 ટાપુ પર મૂકાયો પ્રતિબંધ, મંજૂરી વિના નહિ મળે એન્ટ્રી

પહેલગામ આતંકી હુમલા બાદ ગુજરાતના 21 ટાપુ પર મૂકાયો પ્રતિબંધ, મંજૂરી વિના નહિ મળે એન્ટ્રી

Ban On Dwarka Islands : દ્વારકાના 21 ટાપુ પર કલેક્ટરે લગાવ્યો પ્રતિબંધ... પહેલગામ આતંકી હુમલા બાદ દ્વારકાની સુરક્ષા માટે લેવાયો આ નિર્ણય  

પહેલગામ આતંકી હુમલા બાદ ગુજરાતના 21 ટાપુ પર મૂકાયો પ્રતિબંધ, મંજૂરી વિના નહિ મળે એન્ટ્રી

Ban On Dwarka Islands : પહેલગામ આંતકી હુમલા બાદ સમુદ્રી સુરક્ષામાં વધારો કરાયો છે. દ્વારકા જિલ્લાની સમુદ્ર સુરક્ષામાં વધારો કરતો એક મહત્વનો નિર્ણય તંત્ર દ્વારા લેવાયો છે. દ્વારકા જિલ્લાના 23 માંથી 21 ટાપુ પર લોકોની અવરજવરમાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. 

દેશમાં સૌથી મોટો દરિયાઈ વિસ્તાર ગુજરાત પાસે છે. તેમજ અનેકવાર દરિયાઈ વિસ્તારોથી દુશ્મન દેશ પોતાના મનસૂબા પાર પાડતા હોય છે. આવામાં ત્રણ તરફથી સમુદ્ર સીમાથી ઘેરાયેલો દ્વારકા જિલ્લો દેશની સુરક્ષા માટે અતિ મહત્વનો છે. તેથી દ્વારકા જિલ્લાની સુરક્ષાને ધ્યાનમાં રાખીને દ્વારકા જિલ્લામાં કુલ 23 માંથી 21 ટાપુ પર લોકોને જવા પર તંત્રએ રોક લગાવી છે. 

Add Zee News as a Preferred Source

હાલ સમુદ્ર સીમામાં મરીન પોલીસ , ફોરેસ્ટ , કોસ્ટ ગાર્ડ સહિત ની એજન્સીઓનું સમગ્ર જિલ્લાના દરિયાઈ વિસ્તારમાં જબરજસ્ત પેટ્રોલિંગ થઈ રહ્યું છે. સમુદ્રમાં જતી તમામ બોટના ડોક્યુમેન્ટનું ચેકીંગ કરાઈ રહ્યું છે. બંદર વિસ્તારમાંથી પસાર થતા તમામ વાહનોનું ચેકીંગ કરાઈ રહ્યું છે. 

કયા કયા ટાપુ પર પ્રતિબંધ
દેવભૂમિ દ્વારકા જિલ્લા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટએ એક જાહેરનામું પ્રસિધ્ધ કરી, જિલ્લામાં આવેલા નીચે મુજબના ૨૧ ટાપુઓ જેવા કે ખંભાળિયા તાલુકા હકુમત હેઠળના ધાની ઉર્ફે ડની ટાપુ, ગાંધીયોકડો ટાપુ, કાલુભાર ટાપુ, રોઝી ટાપુ, પાનેરો ટાપુ, કલ્યાણપુર હકુમત હેઠળના ગડુ (ગારૂ) ટાપુ, સાનબેલી (શિયાળી) ટાપુ, ખીમરોઘાટ ટાપુ, દ્વારકા હકુમત હેઠળના આશાબાપીર ટાપુ, ભૈદર ટાપુ, ચાંક ટાપુ, ધબધબો (દબદબો) ટાપુ, દીવડી ટાપુ, સામીયાણી ટાપુ, નોરૂ ટાપુ, માન મરૂડી ટાપુ, લેફા મરૂડી ટાપુ, લંધા મરૂડી ટાપુ, કોઠાનું જંગલ ટાપુ, ખારા મીઠા ચુષ્ણા ટાપુ અને કુડચલી ટાપુ ઉપર જે તે ટાપુની મહેસુલી હકુમત ધરાવતા મામલતદાર અને એકઝીકયુટીવ મેજીસ્ટ્રેટ કે તેના ઉપરી અધિકારીની લેખીત પુર્વ મંજુરી વિના પ્રવેશ કરવા પર પ્રતિબંધ મુકયો છે. દ્વારકા જિલ્લા કલેકટરે જાહેરનામું પ્રસિદ્ધિ કર્યા મુજબ 29/5/2025 સુધી 21 ટાપુ પર અવર જવર પર પ્રતિબંધ લગાવાયો છે.

દ્વારકાનું જગત મંદિર વિશ્વ પ્રખ્યાત છે, તેમજ દ્વારકામાં બ્લ્યૂફ્લેગનો શિવરાજપુર બીચ પણ આવેલો છે. ત્યારે અહી પ્રવાસીઓ બારેમાસ આવે છે. માત્ર મંદિર અને શિવરાજપુર બીચ નહિ, પરંતુ દ્વારકાના ખૂણે ખૂણે આવેલા સુંદર બીચ પણ પ્રવાસીઓમાં હોટ ફેવરિટ છે. ત્યારે આ ટાપુઓ પર જવા પ્રતિબંધ લગાવાયો છે. એક-બે નહિ, દ્વારકાના 21 ટાપુ પર લોકોના પ્રવેશ પર પ્રતિબંધ લગાવાયો છે.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છ

...और पढ़ें

Trending news