ગુજરાતના રાજકારણમાં આ જિલ્લાનો દબદબો, સંગઠન અને સરકાર બન્નેમાં આ ડિસ્ટ્રીક્ટની વધી પકડ
Gujarat Politics: ગુજરાતના રાજકારણમાં વર્ષોથી ઉત્તર ગુજરાતનો દબદબો રહ્યો છે. જેમાં ખાસ મહેસાણાનું મોખરાનું સ્થાન રહ્યું છે. તેથી જ મહેસાણાને રાજ્યની રાજકીય લેબોરેટરી કહેવામાં આવે છે. પણ હવે નવા મંત્રીમંડળ એક જિલ્લાનો દબદબો વધી ગયો છે.
Trending Photos
)
Gujarat Politics: ગુજરાતના રાજકારણમાં વર્ષોથી ઉત્તર ગુજરાતનો દબદબો રહ્યો છે. જેમાં ખાસ મહેસાણાનું મોખરાનું સ્થાન રહ્યું છે. તેથી જ મહેસાણાને રાજ્યની રાજકીય લેબોરેટરી કહેવામાં આવે છે. પણ હવે નવા મંત્રીમંડળ એક જિલ્લાનો દબદબો વધી ગયો છે. આ જિલ્લામાંથી સંગઠન અને સરકાર બન્નેમાં પકડ વધી છે. ત્યારે કયો છે આ જિલ્લો?
બનાસકાંઠાનો દબદબો હવે ગુજરાતના રાજકારણમાં સ્પષ્ટ દેખાય છે. ગુજરાત ભાજપના અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા, બનાસકાંઠા જિલ્લાના વડગામના વરણાવાડાના વતની અને હવે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી. મૂળ ડીસા તાલુકાના બલોધર ગામના. એક જ જિલ્લામાંથી બન્ને સૌથી શક્તિશાળી પદ પર એટલે હવે બનાસકાંઠા ગુજરાતની રાજકીય શક્તિનું નવું કેન્દ્ર બની ગયું છે.
મૂળ વતન બનાસકાંઠા
હર્ષ સંઘવીના પિતા રમેશભાઈ સંઘવી હીરાના કામ માટે સુરત ગયા હતા, જ્યાં ગિરનાર કોર્પોરેશનની સ્થાપના કરી. પણ મૂળ વતન તો બનાસકાંઠા. કાંકરેજના કાકર ગામમાં બિરાજમાન સમોર માતાજી એમની કુળદેવી છે. હર્ષ સંઘવીના નેતૃત્વના ગુણો જોઈને RSSના જયદીપભાઈ ત્રિવેદીએ તેમને જનસેવા તરફ પ્રેર્યા હતા અને એ જ પ્રેરણાએ તેમને ગુજરાતના સૌથી યુવા નાયબ મુખ્યમંત્રીના પદ સુધી પહોંચાડ્યા છે.
બનાસકાંઠા ફરી ગુજરાતની રાજનીતિના કેન્દ્ર
ડીસાના પ્રવીણ માળી અને વાવના સ્વરૂપજી ઠાકોરને મંત્રીપદ મળતાં બનાસકાંઠાનું રાજકીય વજન વધુ મજબૂત બન્યું છે. આ જ જિલ્લાએ 2014માં કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી હરિભાઈ ચૌધરી આપ્યા હતા, તો વિપક્ષમાં પણ બી.કે. ગઠવી જેવા દમદાર નેતા બનાસમાંથી જ ઉભર્યા હતા. લાંબા સમય બાદ બનાસકાંઠા ફરી ગુજરાતની રાજનીતિના કેન્દ્રમાં આવી ગયું છે.
એક જ જિલ્લામાંથી ભાજપ અધ્યક્ષ, વિધાનસભા અધ્યક્ષ અને હવે નાયબ મુખ્યમંત્રી. આ જ બનાસકાંઠાનો રાજકીય દબદબો સાબિત કરે છે. જ્યાં એક સમયે મહેસાણાનો દબદબો હતો, હવે ત્યાં બનાસકાંઠાએ પોતાની અલગ ઓળખ બનાવી લીધી છે અને સાબિત કરી દીધું છે કે, હવે બનાસકાંઠા ગુજરાતની રાજનીતિનું ધબકતું હૃદય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે














