BANASKANTHA બની રહ્યું છે ડ્રગ્સનું હબ? રાજસ્થાન મોકલાઇ રહેલું લાખોનું ડ્રગ્સ ઝડપાયું

સરહદી બનાસકાંઠા જિલ્લામાંથી છેલ્લા ઘણા સમયથી ડ્રગ્સની હેરાફેરીની બદી ખૂબ જ વધી ગઈ છે.  જેને પગલે બાતમીના આધારે પાલનપુર SOG પોલીસે લકઝરી બસ માંથી રાજસ્થાન તરફ લઈ જવાત 26 લાખ રૂપિયાના મેફેડ્રોન (એમ.ડી) ડ્રગ્સ સાથે બે રાજસ્થાનના શખ્સોની અટકાયત કરી ડ્રગ્સ સહિત કુલ 26.33 લાખ રૂપિયાના મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. 
BANASKANTHA બની રહ્યું છે ડ્રગ્સનું હબ? રાજસ્થાન મોકલાઇ રહેલું લાખોનું ડ્રગ્સ ઝડપાયું

બનાસકાંઠા : સરહદી બનાસકાંઠા જિલ્લામાંથી છેલ્લા ઘણા સમયથી ડ્રગ્સની હેરાફેરીની બદી ખૂબ જ વધી ગઈ છે.  જેને પગલે બાતમીના આધારે પાલનપુર SOG પોલીસે લકઝરી બસ માંથી રાજસ્થાન તરફ લઈ જવાત 26 લાખ રૂપિયાના મેફેડ્રોન (એમ.ડી) ડ્રગ્સ સાથે બે રાજસ્થાનના શખ્સોની અટકાયત કરી ડ્રગ્સ સહિત કુલ 26.33 લાખ રૂપિયાના મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. 

અમદાવાદથી લકઝરી બસમાં રાજસ્થાન તરફ બે શખ્સો લાખોની કિંમતનું મેફેડ્રોન (એમ.ડી) ડ્રગ્સ લઈને જઈ રહ્યા હોવાની બાતમી પાલનપુર SOG પોલીસને મળતાં પાલનપુર SOG અને પાલનપુર પશ્ચિમ પોલીસે પાલનપુર શહેરના હાઇવે પરના એરોમા સર્કલ પાસે અમદાવાદ થી રાજસ્થાન તરફ જતી લક્ઝરી બસને થોભાવી તેમાં તલાસી લેતાં ડ્રગ્સના જથ્થા સાથે બે રાજસ્થાની શખ્સો ઝડપાઈ ગયા હતા. પોલીસે પ્રાથમિક તપાસ કરતા આ બંને શખ્સો પાસેથી 260 ગ્રામ મેફેડ્રોન (એમ.ડી)ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. 

જેની બજાર કિંમત 26 લાખ રૂપિયા જેટલી થાય છે, પોલીસે રાજસ્થાનના બે આરોપીઓ પાસેથી ડ્રગ્સ અને મોબાઈલ સહિત 26.33 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી બે આરોપીઓની અટકાયત કરી છે તેમજ આ નેટવર્કમાં કેટલા લોકો સંકળાયેલા છે તે અંગે પણ વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે આ મેફેડ્રોન (એમ.ડી) ડ્રગ્સ કોઈ નેચરલ ડ્રગ્સ નથી તેને લેબમાં તૈયાર કરવામાં આવતું હોવાથી તેની 1 ગ્રામ ડ્રગ્સની  બજાર કિંમત 10 હજાર રૂપિયા જેટલી થાય છે,અને તેના નેટવર્કના તાર ગુજરાત બહાર જોડાયેલા છે. જોકે હાલ તો પોલીએ ઝડપાયેલા બે આરોપીઓ સહિત એક અન્ય આરોપી મળી ત્રણ લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે 260 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સાથે બે આરોપીઓની અટકાયત કરી છે આ ડ્રગ્સ બહુ મોંઘું છે તે લેબમાં બને છે અને તેના તાર ગુજરાત બહાર છે. પાલનપુર SOG પોલીસે બાતમીના આધારે લકઝરી બસમાં લઈ જવાતું 260 ગ્રામ એમડી ડ્રગ્સ ઝડપી પાડ્યું છે.

ઝડપાયેલા આરોપીઓના નામ 
1 - ગોરખારામ ખેંગારરામ જાટ -રહે,બાસડાઉ ,તા-ચોહટન, જિલ્લો -બાડમેર -રાજસ્થાન
2 -જોગારામ ગુમનારામ જાટ -રહે -ઇસરોલ ,તા-ચોહટન -જિલ્લો -બાડમેર -રાજસ્થાન
અન્ય આરોપી રાજસ્થાનનો
3 -દિનેશ વિશ્ર્નોઈ -રાજસ્થાન 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news