PI નું ઘર લૂંટાયું! લૂંટારુઓએ કડા માટે માતાના પગ કાપી નાંખ્યા, પિતાને ઊંઘમાં ખાટલા પર જ મોતને ઘાટ ઉતાર્યા
PI Parents Killed : સ્ટેટ મોનિટરિંગ સેલના PIનાં માતા-પિતાની હત્યા... લૂંટારાઓએ બંનેના ચહેરા તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી ચીરી નાખ્યા, માતાના પગ કાપી કડલાં લૂંટ્યાં
Trending Photos
Banaskantha News અલકેશ રાવ/બનાસકાંઠા : બનાસકાંઠામાં અરેરાટીભર્યો બનાવ બન્યો છે. સ્ટેટ મોનિટરિંગ સેલના PI નાં માતા-પિતાની લૂંટારુઓ દ્વારા ક્રુરતાપૂર્વક હત્યા કરવામાં આવી છે. માતાના પગ કાપી કડાની લૂંટ કરવામાં આવી છે.
બનાસકાંઠા જિલ્લાના લાખણીના જસરા ગામે ખેતરમાં સુતેલા દંપતીની ઘાતકી હત્યા કરી લૂંટ ચલાવતા હડકમ્પ મચ્યો છે. ખુદ એસએમસી પીઆઇના વૃદ્ધ માતા-પિતાને અજાણ્યા શખ્સઓએ તrક્ષણ હથિયારના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધા છે. તો વૃદ્ધ મહિલાના પગ કાપી હત્યારા પગમાં પહેરેલા કડા સહીત શરીર પર પહેરેલા દાગીના લઇ રફુચક્કર થઈ ગયા છે. જોકે ઘટનાની જાણ થતા બનાસકાંઠા એસપી એલસીબી, એસઓજી, ડોગ સ્કવૉર્ડ અને એફએસએલ ની ટિમો સાથે ઘટના સ્થળે પહોંચ્યા અને ઘટનાને લઇ તપાસ હાથ ધરી તો પોલીસની પ્રાથમિક તપાસમાં અજાણ્યા શખ્સોએ લૂંટ અને ઇરાદે હત્યા કરી હોવાનું સામે આવ્યું છે તો લૂંટ સિવાયની અન્ય દિશાને લઈને પોલીસે અલગ અલગ ટીમો બનાવી આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
આજના આ ઘોર કળિયુગમાં પૈસા, જમીન અને અદાવતને લઇને કાળા માથાનો માનવી કંઈ પણ કરી બેસતો હોય છે. પૈસા સહિતના અન્ય કારણોને લઈને માટે કાળા માથાનો માનવી કોઈની પણ હત્યા કરતા જરાય વિચાર નથી કરતો આવો જે કિસ્સો બન્યો છે બનાસકાંઠા જિલ્લામાં ખુદ સ્ટેટ મોનીટરીંગ સેલના પીઆઇના માતા-પિતાની કૃર હત્યા થઈ ગઈ છે. અને આ હત્યા પણ લૂંટના ઇરાદે થઈ હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. ગુજરાતની સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમમાં પીઆઈ તરીકે ફરજ બજાવતા એ વી પટેલ મૂળ બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના જસરા ગામના વતની છે.
ગઈકાલે મોડી રાત્રે પીઆઇ એ વી પટેલના પિતા વર્ધાભાઈ પટેલ અને માતા હોસીબેન પટેલ પોતાના ખેતરમાં બનાવેલા મકાનના આંગણામાં સુતા હતા. અને તે જ સમયે અજાણ્યા શખ્સો તેમના ખેતરમાં થઈ ઘર તરફ પહોંચ્યા અને ઘરના આંગણામાં સુતા વર્ધાભાઈ પટેલ અને તેમના પત્ની હોશીબેન પટેલને તિક્ષણ હથિયારના ઘા ઝીંકી બંનેની ક્રૂર હત્યા કરી દીધી. જોકે આ હત્યારાઓએ એટલી કૃરતા પૂર્વક હત્યા કરી કે દંપતી માંથી પત્ની હોશીબેનના પગમાં રહેલા કડલા કાઢવા માટે તેમના પગ કાપી નાંખ્યા. તો કાનમાંથી બુટ્ટીઓ લેવા માટે કાન કાપી નાંખ્યા. તો વૃદ્ધ વરધાભાઈનું ગળું કાપી નાંખ્યું અને બંનેને મોતને ઘાટ ઉતારી દીધા. જોકે વહેલી સવારે આંગણામાં પડેલા લોહીથી લથપથ દંપતીના મૃતદેહોને જોઈ લોકોએ ઘટનાની જાણ આગથળા પોલીસને કરતા બનાસકાંઠા પોલીસ વડા સહીતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો. અને પોલીસે એસઓજી, એલસીબી, ડોગ્સ સ્કવૉર્ડ અને એફએસએલની ટીમની મદદથી તપાસ હાથ ધરી તો પોલીસની પ્રાથમિક તપાસમાં લૂંટના ઇરાદે હત્યા થઈ હોવાનું હાલ સામે આવ્યું છે.
જોકે પોલીસે ઘટના સ્થળે રહેલા પુરાવા એકત્ર કરી એફએસએલની ટીમને સોંપ્યા છે તો ડોગસકોર્ડની મદદથી આસપાસના વિસ્તારમાં તપાસ હાથ ધરી છે. આ હત્યારાઓએ હત્યા કયા કારણોસર કરી. અને હત્યા કર્યા બાદ આ હત્યારાઓ ક્યાં ફરાર થયા તે દિશામાં પોલીસની અલગ અલગ ટીમો બનાવી તપાસનો ધમધમાટ શરૂ થયો છે. પરંતુ ઉલ્લેખનીય છે કે હત્યાનો ભોગ બનનાર વૃદ્ધ દંપતી એ ગુજરાતની સ્ટેટ મોનિટરિંગ સેલના પીઆઇના માતા પિતા હોવાથી આ હત્યા પાછળ અનેક શંકા કુશંકાઓ સેવાઇ રહી છે. જોકે અત્યારે તો આ હત્યાની ઘટના ને લઇ ગામમાં શોકનો માતમ છવાયો છે. અને લોકો તાત્કાલીક પોલીસ હત્યારાઓને ઝડપી કડકમાં કડક સજા કરે તેવી માંગ કરી રહ્યા છે.
આ ઘટના વિશે ગામના આગેવાન મહેશ દવેએ જણાવ્યું કે, મને ઘટનાની જાણ થઈ એટલે મેં બનાસકાંઠા પોલીસ વડાને જાણ કરી. તો બનાસકાંઠાના એસપી અક્ષયરાજ મકવાણાએ જણાવ્યું કે, આગથળા પોલીસ મથકના જસરા ગામની સિમમાં આ હત્યાની ઘટના બની છે. પ્રાથમિક તપાસમાં લૂંટને ઇરાદે હત્યા થઈ હોવાનું દેખાયું છે.
રાજ્યની જનતા ભગવાન ભરોસે છે - અમિત ચાવડા
કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ આ ઘટના પર પ્રતિક્રીયા આપતા કહ્યું કે, ગુજરાત સ્ટેટ મોનિટરિંગ સેલમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર એ.વી. પટેલના માતા-પિતાની ક્રૂર હત્યાના સમાચાર અત્યંત દુઃખદ અને આઘાતજનક છે. પરમાત્મા તેમના દિવ્ય આત્માને શાંતિ તેમજ સદગતિ અર્પે એવી પ્રાર્થના. રાજ્યમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ ખાડે ગઈ છે. હત્યારા, ગુંડા અને લૂંટારાઓ બેફામ બન્યા છે. પોલીસ અને સરકારનો કોઈ પણ જાતનો ડર નથી રહ્યો. કોઈની પણ સલામતી રહી નથી. રાજ્યની જનતા ભગવાન ભરોસે છે. મુખ્યમંત્રી જનતાની સુરક્ષા અને સલામતી માટે સરકાર મક્કમ બનશે ખરી?
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે