દેવું ઉતારવા બેંક કર્મી બન્યો ચોર, બેંકના લોકરમાં રાખેલા લાખોના દાગીનાની કરી ચોરી
જો તમે તમારા કિંમતી દાગીના અને વસ્તુઓ બેંકના લોકરમાં મુકતા હો.. તો સાવધાન થઈ જજો...કારણ કે રાજકોટની એક બેંકના લોકરમાંથી થઈ ચોરી થઈ છે. પરંતુ આ ચોરી જેણે કરી તે જાણીને પોલીસ પણ ચોંકી ગઈ છે. ત્યારે શું છે આ ઘટના તમે પણ જાણો....
Trending Photos
દિવ્યેશ જોશી, રાજકોટઃ લોકો પોતાના કિંમતી દાગીના સહિત અન્ય વસ્તુઓ બેંકના લોકરમાં મુલતા હોય છે. લોકોને બેંકના લોકર પર વિશ્વાસ હોય છે એટલે તે પોતાની મોંઘી વસ્તુઓ ત્યાં મુકે છે. પરંતુ રાજકોટમાં આવેલી એક ડિસ્ટ્રીક્ટ કો-ઓપરેટિવ બેંકના લોકરમાં ચોરી થઈ છે. આ ચોરી કોઈ અન્ય કોઈએ નહીં પરંતુ બેંકના કર્મચારીએ કરી છે.
પ્રાપ્ત વિગત રાજકોટ શહેરમાં આવેલી ડિસ્ટ્રીક્ટ કો-ઓપરેટિવ બેંકના લોકરમાંથી કિંમતી દાગીનાની ચોરી થઈ હતી. સમગ્ર મામલે શહેરના રેસકોર્ષ રીંગ રોડ પર રહેતા બિલ્ડર અને કન્ટ્રક્શનના વ્યવસાય સાથે સંકળાયેલા જય તળાવીયા નામના 30 વર્ષીય યુવકે રાજકોટ શહેર એ ડિવિઝન પોલીસ મથકે અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ- 331 (3 અને 4), કલમ-305 (A) હેઠળ ગુનો નોંધાવ્યો હતો.
પોલીસ ફરિયાદ મુજબ ડિસ્ટ્રીક્ટ કો-ઓપરેટીવ બેંકના લોકરમાં રાખેલા કિંમતી વસ્તુઓની ચોરી થઈ.. જેમાં ત્રણ કિલોથી વધુ ચાંદી, 1287 ગ્રામથી પણ વધુ સોનાના દાગીના તેમજ વાસણો રાખવામાં આવ્યા હતા. ફરિયાદના આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમે તપાસનો ધમધમાટ શરુ કર્યો હતો. પરંતું શરૂઆતી તપાસમાં પોલીસ માટે પણ એક કોયડો હતો...કારણ કે બેંકનું લોકર બે ચાવી મારફતે ખોલવામાં આવે છે. લોકર માલિક અને બેંકના કર્મચારી પાસે ચાવી હોય છે.
પોલીસ તપાસમાં સ્થળ પર પણ તપાસ કરવામાં આવી. જેમાં બેંકમાં લોકરની વ્યવસ્થા સંભાળનારા કર્મચારીઓ તેમજ અધિકારીઓની પણ પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. ત્યારે બેંકના CCTVનું પણ ચેકિંગ હાથ ધરાયું અને ચોંકાવનારો ખુલાસો થયો હતો.
બેંકમાં લોકર ગાર્ડ તરીકે કામ કરતા અશોક કોટકે જ લોકરમાંથી દાગીનાની ચોરી કરી હતી. તારીખ 24 એપ્રિલ 2025ના રોજ જ્યારે જય તળાવીયા બેંકમાં આવીને લોકરમાં દાગીના રાખી રહ્યા હતા. તે દરમિયાન લોકર સરખું બંધ ન થયું હોવાનું અશોકના ધ્યાને આવ્યું. પરંતુ અશોકે જાણ કરવાને બદલે દાગીનાની ચોરી કરી લીધી હતા.
ક્રાઈમ બ્રાન્ચની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે અશોક કોટક પર લાખો રૂપિયાનું દેવું થઈ ગયું છે. પોતાના માથે ચઢેલા કરજને અદા કરવાના મનસુબા હેઠળ આરોપીએ ચોરીને અંજામ આપ્યો હતો. ચોરી બાદ આરોપીએ દાગીનાને ઓગાળી નાખ્યા હતા.. આરોપીની ધરપકડ બાદ પોલીસે સમગ્ર મુદ્દામાલ કબજે કરીને આગળની કાર્યવાહી હાથ ધરી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે