બેંક હડતાળના લીધે ગુજરાતમાં 30 હજાર કરોડના ટ્રાન્ઝેક્શન ઠપ

30 અને 31 મેના રોજ એટલે કે આજે અને કાલે એમ બે દિવસ દેશવ્યાપી બેંક કર્મચારીઓની હડતાળ છે. જેને લઈને ગુજરાતમાં 30 હજાર કરોડના ટ્રાન્ઝેક્શન ઠપ્પ થઇ ગયા. ગુજરાત બેંક એમપ્લોઈ એસોસિયેશનના મહામંત્રી જનક રાવલના જણાવ્યા પ્રમાણે 2017નો પગાર વધારો ન ચૂકવાતા કર્મચારીઓ હડતાળ પર ઊતર્યા છે. 

બેંક હડતાળના લીધે ગુજરાતમાં 30 હજાર કરોડના ટ્રાન્ઝેક્શન ઠપ

અમદાવાદ: 30 અને 31 મેના રોજ એટલે કે આજે અને કાલે એમ બે દિવસ દેશવ્યાપી બેંક કર્મચારીઓની હડતાળ છે. જેને લઈને ગુજરાતમાં 30 હજાર કરોડના ટ્રાન્ઝેક્શન ઠપ્પ થઇ ગયા. ગુજરાત બેંક એમપ્લોઈ એસોસિયેશનના મહામંત્રી જનક રાવલના જણાવ્યા પ્રમાણે 2017નો પગાર વધારો ન ચૂકવાતા કર્મચારીઓ હડતાળ પર ઊતર્યા છે. રાજ્યની 10 હજાર બેંકની શાખાઓ હડતાળ પર છે. 60 હજાર કર્મચારીઓ કામથી અળગા રહેશે. બેંકના કર્મચારીઓની હડતાળના કારણે વેપારીવર્ગ અને ઉદ્યોગકારોને કામમાં મુશકેલી પડશે. તો આજે અમદાવાદમાં બેંકના કર્મચારીઓ ઇન્દુલાલ યાજ્ઞિકપાર્કથી વલ્લભસદન સુધી રેલી યોજીને પોતાની પડતર માંગોને લઈને વિરોધ નોંધાવશે.

બેંક કર્મચારીઓએ 2017ના પગાર વધારાની માંગ કરી. આ પગાર વધારાનો લાભ વર્ગ-4થી વર્ગ-7ના કર્મીઓને પણ આપવામાં આવે. બેંકના કર્મીચારીઓએ જણાવ્યું હતું કે માત્ર 2 ટકાનો પગાર વધારો માન્ય નહીં ગણાય, 2 ટકાથી વધુ પગાર વધારો આપવામાં આવે. પગાર વધારાના લઇને રાજ્યની 10 હજાર બેંકની શાખાઓ હડતાળ પર ઉતરી ગઇ છે. હડતાળના આહ્વાનને જોતા સ્ટેટ બેંક, પંજાબ નેશનલ બેંક, બેંક ઓફ બડોદા, સહિતની સાર્વજનિક ક્ષેત્રની બેંકોએ પહેલા જ ગ્રાહકોને જાણ કરી દીધી છે. તેમણે કહ્યું છે કે જો હડતાળ થઈ તો બેંકના કામકાજ પર અસર પડી શકે છે.

અખિલ ભારતીય બેંક અધિકારી પરિસંધ (એઆઈબીઓસી)એ જણાવ્યું છે કે મુખ્ય શ્રમાયુક્ત  સમક્ષ વેતન સંશોધન સંબંધી માગણીઓને લઈને સમાધાન લાવવા માટે બોલાવેલી બેઠકમાં કોઈ નિષ્ફળ ગઈ છે. જેને જોતા યુએએફબીયુ સંલગ્ન તમામ નવ બેંક યુનિયનોએ હડતાળના આહ્વાન સાથે આગળ વધવાનો ફેસલો લીધો છે.

એઆઈબીઓસી મહાસચિવ ડીટી ફ્રાંકોએ કહ્યું કે બેઠકમાં યુએએફબીયુના નેતાઓએ પોતાની માગણીઓ રજુ કરી જેમાં કહેવાયું કે માગણીઓ પર પગલું લેવામાં પહેલા જ ઘણી વાર કરી નાખી છે. બે ટકા વેતન વધારો યોગ્ય નથી. આ સાથે જ બેંકોના 7 સ્કેલ સુધીના અધિકારીઓના વેતનદરોમાં વેતન સંસોધન વાતચીમાં સામેલ કરવાની પહેલેથી જે વ્યવસ્થા હતી તેને ચાલુ રાખવી જોઈએ.

તેમણે કહ્યું કે કર્માચારીઓને તેમની આકરી મહેનતના આધારે વેતન મળવું જોઈએ, બેંકોના નફાના આધારે નહીં. વાતચીત દરમિયાન યુએએફબીયુના નેતાઓએ બેંકોના પરિચાલન નફાના આંકડાઓ સામે રાખ્યાં અને જણાવ્યું કે તે બમણો થયો છે. કયા પ્રકારે મેનેજમેન્ટે સ્ટાફના ખર્ચામાં ઘટાડો કર્યો છે અને કારોબાર કઈ રીતે બમણો થયો છે. ભારતીય બેંક સંઘે વાતચીતમાં કોઈ નવી રજુઆત નથી કરી પરંતુ વાતચીત જારી રાખવાનું આશ્વાસન આપ્યું છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news