બહારનું ચટાકેદાર ખાનારા ચેતી જજો, નવી બીમારી શરીરમાં એવું ઘર કરશે કે લકવો લાગશે

Guillain Barre Syndrome : અમદાવાદમાં ગુલિયન બેરી સિન્ડ્રોમના દર્દીઓ વધી રહ્યાં છે... હવે દર મહિને આ બીમારીના 8 થી 10 કેસ આવે છે તેવું એક્સપર્ટસનું કહેવું છે 
 

બહારનું ચટાકેદાર ખાનારા ચેતી જજો, નવી બીમારી શરીરમાં એવું ઘર કરશે કે લકવો લાગશે

Health Update સપના શર્મા/અમદાવાદ : બહારનું ખાવાના રસીકો માટે ચેતવણીરૂપ ઘટના બની છે. જો આપ પણ બહારના ચટાકેદાર સ્વાદ માણવાના રસિક હોવ તો તમને ન્યુમરોલોજીકલ સમસ્યા થઈ શકે છે. આ સમસ્યામાં શરીરના ચેતાતંત્ર નિષ્ફ્ળ થતા લકવાથી માંડી દર્દીનું 
મૃત્યુ થઈ પણ શકે છે. આ બીમારીનું નામ છે ગુલિયન બેરી સિન્ડ્રોમ (GBS) છે. 

આ બીમારીમાં વધારો થયો 
ગુલિયન બેરી સિન્ડ્રોમમાં કેસમાં અચાનકથી વધારો થઈ રહ્યો છે. અમદાવાદની GCS હોસ્પિટલમાં ફરજ બજાવતા ન્યુરો કાન્સલ્ટીંગ તરીકે ફરજ બજાવતા ડોક્ટર અપરા કોઠીયાલાનું કહેવું છે કે અગાઉ જ્યાં ગુલિયન બૈરી સિન્ડ્રોમના બે મહિને 1-2 કેસ આવતા હતા, તેની સામે હાલમાં 8-10 કેસ આવી રહ્યા છે. વર્ષ 2025 ના શરૂઆતમાં જ પુના જેવા શહેરોમાં એકાએક કેસમાં વધારો થયો છે. 

શું છે ગુલિયન બેરી સિન્ડ્રોમ (GBS)?
ગુલિયન બેરી સિન્ડ્રોમ (GBS) એક અસામાન્ય સંક્ર્મણકારી બીમારી છે. જે એક ન્યુમેરોલોજીકલ બીમારી છે. GBS એક ઓટો ઇમ્યુન ડિસઓર્ડર છે. જેમાં ઈમ્યુન સિસ્ટમ નર્વસ સિસ્ટમ ઉપર હુમલો કરે છે. સામાન્ય રીતે આ વાયરસ સૌથી વધુ ગંભીર અસર આપણા ચેતાતંત્ર ઉપર કરે છે. આપણા શરીરના રોગપ્રતિકાર ઉપર બેક્ટેરિયા અસર કરી ચેતાતંત્રને અસર કરે છે. જેના કારણે ખાવાની સમસ્યા થઈ જાય છે. શરીરમાં ઝંઝનાટી થવી અને અંતે દર્દીને વેન્ટિલેટર ઉપર મુકવો પડે કારણ કે દર્દી શ્વાસ પણ નથી લઇ શક્તો.

કઈ રીતે ફેલાય છે બીમારી?
ગુલિયન બેરી સિન્ડ્રોમ સામાન્ય રીતે બેક્ટેરિયલ વાયરલથી થાય છે. સામાન્ય શરદી ખાંસી અથવા વાયરલથી બીમારી થાય છે. જે સામાન્ય રીતે ઈન્ફેક્શન થયાં બાદ થાય છે. ઇન્ફેક્શન બાદ એવા એન્ટિબોડીઝ ઉત્પ્ન્ન કરે છે, જે આપણા ચેતાતંત્રનેં અસર કરે છે. પ્રદુષિત પાણી અથવા અનહાઇજેનિક ખોરાક ખાવાથી GCS થાય છે.

આવો જ એક કિસ્સો હિંમતનગરના 32 વર્ષીય ઈમરાનમાં પણ જોવા મળ્યો. જે GBS થી સંક્રમિત થતા તેનું ચેતાતંત્ર નિષ્ફ્ળ થયું અને શ્વાસ ન લઇ શકવાના કારણે તેને વેન્ટિલેટર ઉપર મુકવાની ફરજ પડી. દર્દીના શરીરમાં ઇન્ફેક્શન ક્રિ્ટિકલ લેવલે પહોંચી ગઈ. એક મહિનાની સારવાર બાદ ઇમરાનની સ્થતિ સ્ટેબલ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news