)
Health Update : નવરાત્રીના નવે નવ દિવસ સુધી ગરબા રમતી વખતે સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવું જરૂરી છે, જેથી આખી રાત ગરબા રમવા માટે શરીરમાં એનર્જી જળવાઇ રહે. નવરાત્રિના ગરબા લોકોના શરીરને થકવી દે છે, તેથી લોકોએ કાળજી રાખવાની બહુ જ જરૂર છે.
નવરાત્રિમાં ગરબા રમવા જતા ખેલૈયાઓએ ગરબા રમતા પહેલા પોતાના આરોગ્યની ચિંતા કરવી જરૂરી છે. નવરાત્રિમાં ગરબા રમતા પહેલા શરીરને જોઈતા પોષક તત્વો આપવા જરૂરી છે. લીલા શાકભાજી અને રસદાર ફળોનું સેવન કરવું જોઈએ. શરીર ડીહાઇડ્રેટ ન થાય એની માટે પૂરતું પ્રવાહી લેવું જરૂરી છે. ઉપવાસ કરતાં લોકોએ ભોજનનું ખાસ ધ્યાન રાખવું. પૂરતા પોષક તત્વો ન લેવાથી ચક્કર આવવાથી લઈને હાર્ટ અટેકની સમસ્યા થઇ શકે છે.
નવલા નોરતાની શરૂઆત થઇ ગઈ છે. ત્યારે ગરબા રમતા સમયે કેટલાય લોકોને છાતીમાં દુઃખાવો કે હૃદયરોગની ફરિયાદ ઉઠતી હોય છે. તો કેટલાય કિસ્સામાં અચાનક મોત પણ થતા હોય છે. ત્યારે આવું કેમ થતું હોય છે અને અને રોકવા શું કરવું જોઈએ, એ માટે જાણીતા એમડી ડો સ્વપ્નિલ શાહે મહત્વની વાત કરી. તેમણે કહ્યું કે, ખાસ કરીને સમગ્ર વર્ષ દરમ્યાન શારીરિક મહેનત ન હોય અને નવરાત્રીમાં અચાનક ગરબા જોરશોરથી રમવાનું ચાલુ કરવાનું કારણ અગત્યનું છે. જેમાં લોહીનું દબાણ અચાનક વધી જવાથી કાર્ડિયાક અરેસ્ટ આવવાની વાત કરી. તો આને રોકવા માટેના ઉપાય પણ તેઓએ જણાવ્યા.
ગરબા રમતી વખતે બહુ પરસેવો થાય છે. આથી શરીરમાં પાણીની ઉણપ ન થાય તેની માટે બોડી હાઇડ્રેટ રાખવી જોઇએ. તેની માટે દિવસ દરમિયાન પુરતા પ્રમાણમાં પાણી પીવાનું રાખો. સવારે ફળનો રસ, લીબું પાણી, નારિયેળ પાણી પીવાથી બોડી હાઇડ્રેટ રહે છે. તેનાથી શરીરમાં એનર્જી જળવાઇ રહે છે.
નવરાત્રીમાં ગરબા રમતી વખતે આરામદાયક કપડાં પહેરવા જોઇએ. પરસેવો શોષી લે તેવા વસ્ત્રો પહેરવા જોઇએ. બહુ વજનદાર વસ્ત્રો પહેવાનું ટાળવું જોઇએ.