અમદાવાદમાં ટ્રાફિકનો કાયદો બન્યો કડક, આ રીતે રસ્તા પર ગાડી ચલાવી તો થશે FIR

Wrong Side Driving New Rule : અમદાવાદીઓ રોંગ સાઈડમાં વાહન ચલાવતા હો તો સુધરી જજો, આજથી થશે FIR... વાહન પણ ડિટેન થઈ શકે છે 

અમદાવાદમાં ટ્રાફિકનો કાયદો બન્યો કડક, આ રીતે રસ્તા પર ગાડી ચલાવી તો થશે FIR

Ahmedabad News : અમદાવાદમાં હવે બેફામ રીતે ગાડી હંકારતા લોકોએ ચેતી જવાની જરૂર છે. અમદાવાદમાં ટ્રાફિક પોલીસ દ્વારા રોંગ સાઈડ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. જેમાં રોંગ સાઈડ ગાડી ચલાવતા વાહનચાલકોને દંડ ફટકારવામાં આવશે.

અમદાવાદ ટ્રાફિક પોલીસ મોટું એક્શન લેવા લઈ જઈ રહી છે. આજથી અમદાવાદમાં ટ્રાફિક નિયમોનું કડકાઈથી પાલન કરાવવામા આવશે. હવેથી અમદાવાદમાં રોંગ સાઈડ વાહન ચલાવનાર પર FIR (એફઆઈઆર) નોંધવામાં આવશે. તેમજ વાહન પણ ડિટેન કરવામાં આવશે. 

અમદાવાદીઓ કાયદો તોડવામાં અવ્વલ
અમદાવાદીઓ ટ્રાફિક નિયમ તોડવામાં મોખરે છે. કેમ કે હાઇકોર્ટની અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસને ટકોર બાદ 23 જ દિવસમાં ટ્રાફિક નિયમનો ભંગ કરનાર 2 લાખ એક હજાર 155 વાહન ચાલકો વિરુધ્ધ કેસો કરાયા છે. તેમજ આ કેસમાં 13.21.60.650 નો દંડ ટ્રાફિક ડ્રાઇવમાં ફટકારવામાં આવ્યો છે. ત્યારે વર્ષ 2023 અમદાવાદ ટ્રાફિક પોલીસે 111573750 નો દંડ ફટકાર્યો છે. વર્ષ 2024 ની વાત કરવામાં આવે તો વાહન ચાલકોને ટ્રાફિક પોલીસે 560556550 ત્યારે અમદાવાદીઓ આવનારા સમયમાં નહીં સુધારે તો ટ્રાફિક પોલીસ ટ્રાફિક નિયમ ભંગ કરનાર વાહન ચાલકો હવે વધુ કડક કરવી કરીને વાહન ચાલકો સામે ફરિયાદ નોંધીને ધરપકડ કરવાની પણ કાર્યવાહી કરશે. 

wrongside vehile new rule in ahmedabad

આ કાયદા તોડ્યા તો ફેર નહિ
તંત્ર દ્વારા આજથી 13 મુખ્ય ભંગ બદલ વાહન ચાલકો સામે મોટા પાયે કાર્યવાહી કરવામાં આવશે. જેમાં હેલમેટ વગર વાહન ચલાવવું, રોંગ સાઈડ વાઈન ચલાવવું, ફેન્સી નંબર પ્લેટ, ઓવર સ્પીડિંગ અને સિટ બેલ્ટ ન બાંધવો મુખ્ય છે. આ ડ્રાઈવનો હેતુ વાહન ચાલકો ટ્રાફિકના નિયમોનું પાલન કરે અને અકસ્માતની સંખ્યા ઘટે તેવો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news