હોળીના આમંત્રણનો મેસેજ મળે તો થઈ જજો સાવધાન! આ રીતે એક ઝાટકે થઈ જશે એકાઉન્ટ સાફ

Surendranagar News: હવે ઠગબાજો લોકો સાથે છેતરપિંડી કરવા માટે એક નવો પેંતરો અપનાવી રહ્યા છે. આ એવો પેંતરો શોધી કાઢ્યો છે કે જેમાં લોકો સરળતાથી તેમાં ફસાઈ જાય છે અને ટૂંક જ સમયમાં બેન્ક બેલેન્સ સાફ થઈ જાય છે. આવો જ એક બનાવ સુરેન્દ્રનગરમાં સામે આવ્યો છે. હાલમાં સુરેન્દ્રનગરમાં હોળીનું આમંત્રણ મોકલીને અનેક લોકોના ફોન હેક કરી લેવામાં આવ્યા છે.

હોળીના આમંત્રણનો મેસેજ મળે તો થઈ જજો સાવધાન! આ રીતે એક ઝાટકે થઈ જશે એકાઉન્ટ સાફ

Surendranagar News: સુરેન્દ્રનગરમાં હોળીનું આમંત્રણ મોકલીને અનેક લોકોના ફોન હેક થવાના બનાવો સામે આવ્યા હતા. આ મેસેજમાં અમુક પ્રતિષ્ઠિત લોકોના નંબરમાંથી આમંત્રણ લખેલું આવતા જેમણે પણ મેસેજ ખોલ્યો તેમના ફોન હેક થયા હતા. જો તમારે પણ આવો કોઈ મેસેજ આવે તો સાવધાન થઈ જજો અને મસેજને ખોલતા નહીં. તુરંત ડિલિટ કરી નાખજો. 

હાલના યુગમાં દિવસેને દિવસે ટેક્નોલોજીનો ઉપયોગ વધતો જાય છે અને સાથે-સાથે તેના ગેરફાયદા પણ સામે આવી રહ્યા છે. તેમજ વિલ બેલે સાફ કરવા માટે ભેજાબાજો દિન પ્રતિદીન અવનવી તરકીબો અપનાવી રહ્યા છે. જેમા .apk ફાઈલ મોકલીને તમારો ફોન હેક કરવાની પ્રયુક્તિના બનાવો વધી રહ્યા છે. 

ફોન હેક કરીને કરે છે ડેટાની ચોરી
આ તરકીબમાં ફોન ધારકને ખબર પડ્યા વિના જ તેમના ફોનની તમામ માહિતી અને ડેટા ચોરી લેવામાં આવે છે. આ મેસેજ મોકલીને નગરપાલિકાના પૂર્વ પ્રમુખ વિરેન્દ્રભાઈ આચાર્યનોનો ફોન હેક થયો હતો. નગરપાલિકાના પૂર્વ પ્રમુખનો ફોન હેક થતા તેમણે પોતાના પરિચિતોને સાવચેત રહેવા મેસેજ કર્યા હતા. આ બાબતે સુરેન્દ્રનગર સાયબર ક્રાઈમના જૈનમભાઈએ જણાવ્યું કે, હાલમાં .apk ફાઈલની છેતરપિંડીના બનાવો વધી રહ્યા રહ્યા છે. 

જેમાં સૌથી વધુ વેઇડિંગ ઇન્વિટેશન .apk માંથી મેસેજ આવે તો તેને પહેલા ડિલિટ કરીને પછી ફોનને ફોરમેટ મારી દેવો જોઈએ. તમારો ફોન ઓટો ડાઉન લોડ મોડ ઉપર ન રાખવો જોઈએ. જેથી આવા મેસેજ આપોઆપ ડાઉનલોડ ન થઈ જાય. સુરેન્દ્રનગરમાં જ આવા છેતરપિંડીના 6થી વધુ મામલા સામે આવ્યા છે. હાલ તો પોલીસ આ બનાવોની તપાસ કરી રહી છે. 

શું છે .apk વાઈરસ? 
આ એક એવી વાઇરસ ફાઈલ છે, જેનાથી વોટ્સએપ દ્વારા મોકલવામાં આવે છે. જેમાં લગ્નનું આમંત્રણ અથવા જન્મદિવસ કે ઉદ્ઘાટનનું આમંત્રણ વગેરે લખેલું હોય તેવું મોકલવામાં આવે છે. આ મેસેજ ખોલતાની સાથે જ ફોનમાં ઓટોમેટિંક એક સોફ્ટવેર ડાઉનલોડ થઈ જાય છે. આ સોફટવેર ફોનમાં ક્યાંય દેખાતું નથી. 

ફોનનું હેક થવું એટલે શું?
જ્યારે કોઈનો પણ ફોન હેક થાય છે, ત્યારે ફોનમાં રહેલ ફોનબુક, ગેલેરીના ફોટા અને વીડિયો, બેન્કના એકાઉન્ટની વિગત તથા મેસેજમાં આવતા OTP પણ હેક કરનાર જોઈ શકે છે. 

આ રીતે પડાવે છે પૈસા 
આ તરકીબોથી સાઇબર ગઠિયાઓ તમારું બેન્ક એકાઉન્ટ મિનિટોમાં જ સાફ કરી નાખશે. તમારા પરિચિતો પાસે મેસેજ દ્વારા પૈસાની માગણી કરી શકે છે, તેમજ અંગત ફોટા જાહેર નહીં કરવાના નામે તમારી પાસે રૂપિયા પડાવી શકે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news