)
Environmental benefits Gandhinagar: જ્યારે આપણે કોઈ શહેર વિશે વિચારીએ તો આપણા મગજમાં ઊંચી-ઊંચી ઈમારતો, ગાડીઓનો અવાજ અને પ્રદૂષણનો ખ્યાલ આવે છે, પરંતુ ગુજરાતમાં એક એવું શહેર છે જે તેની હરિયાળી અને સ્વચ્છતા માટે જાણીતું છે. હકીકતમાં અમે તમને ગુજરાતની રાજધાની ગાંધીનગર વિશે જણાવી રહ્યાં છીએ જેને ગ્રીન સિટીના નામથી ઓળખવામાં આવે છે. આ શહેર ન માત્ર વહીવટી કેન્દ્ર છે, પરંતુ અહીંની સુંદરતા અને શાંત માહોલ તેને બીજા શહેરથી અલગ બનાવે છે. આજે અમે તમને જણાવીશું કે ગાંધીનગરને કઈ રીતે ગ્રીન સિટી બનાવવામાં આવ્યું.
ગાંધીનગરને "ગ્રીન સિટી" કેમ કહેવામાં આવે છે?
ગુજરાતની રાજધાની અને એક સુંદર શહેર, ગાંધીનગર, પર્યાવરણીય બાબતોને ધ્યાનમાં રાખીને એક ખાસ યોજના હેઠળ વિકસાવવામાં આવ્યું હતું. અહીંના રસ્તા પહોળા છે અને રસ્તાઓની સાથે અને વચ્ચે વૃક્ષો વાવવામાં આવ્યા છે. શહેરનો લગભગ અડધો ભાગ વૃક્ષો, ઉદ્યાનો અને ખુલ્લા મેદાનોથી છવાયેલો છે. અહીં હરિયાળી એટલી વિપુલ પ્રમાણમાં છે કે તે ભારતના સૌથી હરિયાળા શહેરોમાંનું એક છે.
આ માત્ર કુદરતી સૌંદર્ય જ નહીં પણ એક નોંધપાત્ર પહેલ પણ છે. 2002 માં, તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ગાંધીનગરને હરિયાળું અને આધુનિક બનાવવાનું સૂચન કર્યું હતું. ત્યારથી, સૌર ઉર્જાના ઉપયોગને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે, જેના કારણે શહેરમાં પ્રદૂષણ ઓછું થયું છે. શહેરની નજીક વહેતી સાબરમતી નદી અને ઇન્દ્રોડા નેચર પાર્ક જેવા સ્થળોએ પણ શહેરની કુદરતી સુંદરતામાં વધારો કર્યો છે.
ગાંધીનગરનો ઈતિહાસ અને તેનું મહત્વ
ગાંધીનગરનું નામ રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીના નામ પર રાખવામાં આવ્યું છે. આ શહેરની સ્થાપના 1960ના થઈ હતી, જ્યારે બોમ્બે રાજ્યને ગુજરાત અને મહારાષ્ટ્રમાં વિભાજીત કરવામાં આવ્યું હતું. તે સમયે અમદાવાદને ગુજરાતની રાજધાની બનાવવામાં આવી હતી, ત્યારબાદ ગાંધીનગરને નવી રાજધાનીના રૂપમાં વિકસિત કરવામાં આવ્યું. અહીંની હવા સ્વસ્છ રહે છે અને ગરમીની સિઝનમાં તાપમાન અન્ય શહેરની તુલનામાં ઓછું હોય છે.
ગ્રીન સિટીમાં રહેવાના ફાયદા
ગાંધીનગરમાં રહેવાના ઘણા ફાયદા છે. શાંત અને લીલોછમ વાતાવરણ શાંતિ અને સુલેહ-શાંતિનો અનુભવ કરાવે છે. સ્વચ્છ હવા સારા સ્વાસ્થ્ય અને પ્રદૂષણના સ્તરને ઓછું કરે છે. શાંતિ અને પ્રકૃતિ શોધનારાઓ માટે આ શહેર એક સંપૂર્ણ સ્થળ છે.