ભાદર તારા વહેતા પાણી... ગુજરાતની આ નદી કેમિકલનું કબ્રસ્તાન બની! કોણ ફેલાવે છે પ્રદૂષણ

રાજકોટ નજીકથી પસાર થતી ભાદર નદી આજે જીવંત નદી નહીં, પરંતુ કેમિકલનું કબ્રસ્તાન બની ગઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. નદીમાં પાણી નહીં, પરંતુ સફેદ ફીણનું પૂર વહેતું જોવા મળી રહ્યું છે. આ પ્રદૂષણ કોણ ફેલાવી રહ્યું છે? અને જવાબદારી કોની છે? જુઓ અમારી ખાસ રિપોર્ટ...

ભાદર તારા વહેતા પાણી... ગુજરાતની આ નદી કેમિકલનું કબ્રસ્તાન બની! કોણ ફેલાવે છે પ્રદૂષણ

અહીં વાત થઈ રહી છે રાજકોટ જિલ્લાના કેરાળી અને લુણાગરી ગામ નજીકથી પસાર થતી ભાદર નદીની. નદીમાં પાણી નજરે પડતું નથી, જ્યાં જુઓ ત્યાં માત્ર સફેદ ફીણ, ફીણના ગોટેગોટાથી આખી નદી ઢંકાઈ ગઈ છે...જાણે ભાદર નદીએ બરફની સફેદ ચાદર ઓઢી હોય. પરંતુ દેખાવમાં સુંદર લાગતો આ નજારો, ખેડૂતો માટે પ્રાણઘાતક સાબિત થવાનો છે...કારણ કે આ ફીણ છે કેમિકલ યુક્ત પ્રદૂષિત પાણીનું પરિણામ છે...

.ભાદર નદીના પાણી પર નિર્ભર ખેડૂતો માટે આ પાણી પાકને મોટું નુકસાન પહોંચાડી શકે છે. ખેડૂતોનો આક્ષેપ છે કે જો આ પાણીથી સિંચાઈ કરવામાં આવે તો પાક બગડે, જમીનની ફળદ્રુપતા ઘટે અને ભવિષ્યની ખેતી પર પણ ગંભીર અસર પડે..આ પાણીથી સિંચાઈ કરવામાં આવે તો પાક બગડે. જમીનની ફળદ્રુપતા ઘટે, ભવિષ્યની ખેતી પર અસર પડે. ઔદ્યોગિક શહેર જેતપુર, સાડી ઉદ્યોગ માટે જાણીતું, પરંતુ હવે પ્રદૂષણ માટે પણ કુખ્યાત છે. ખેડૂતો અને સ્થાનિકોનો સીધો આક્ષેપ છે કે જેતપુરના ગેરકાયદે ડાઈંગ, પ્રિન્ટિંગ, ધોલાઈ ઘાટ અને પ્રોસેસ હાઉસમાંથી કેમિકલ અને સિલિકેટ યુક્ત ગંદું પાણી સીધું નદીમાં છોડવામાં આવ્યું છે. 

Add Zee News as a Preferred Source

.ચોંકાવનારી વાત એ છે કે ન તો વરસાદી ઋતુ છે, ન તો ક્યાંય માવઠું પડ્યું છે, તેમ છતાં ભાદર નદીમાં એકાએક પાણીનો પ્રવાહ વધ્યો છે. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પર પણ ગંભીર સવાલો ઊભા થયા છે...શું GPCB ધૃતરાષ્ટ્ર બની ગયું છે? કે પછી કાર્યવાહી માત્ર કાગળ પર જ સીમિત છે?. GPCB અધિકારીઓએ સેમ્પલ લીધા હોવાનો દાવો કર્યો છે, અને કસૂરવારને નહીં છોડવાનો આશ્વાસન આપ્યું છે. પરંતુ સવાલ એ છે કે નદીમાં ફીણ વહેતું થાય ત્યાર બાદ સેમ્પલ લેવા શું પૂરતું છે?...કુદરતી નદીઓ સાથે થતા આ ખેલ પર ક્યારે લાગશે વાસ્તવિક બ્રેક. નદીમાં ફીણ વહેતું થાય ત્યાર બાદ સેમ્પલ લેવા શું પૂરતું છે? નદીઓ સાથે થતા આ ખેલ પર ક્યારે લાગશે વાસ્તવિક બ્રેક? ભાદર નદી આજે મદદ માટે ચીસો પાડી રહી છે...અને હવે જો કાર્યવાહી નહીં થાય, તો આવતીકાલે માત્ર નદી નહીં, ખેતી અને જનજીવન પણ ઝેરી બની જશે....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
Viral Raval

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિ

...और पढ़ें

Trending news