ગમખ્વાર અકસ્માત: સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા કાર ઝાડ સાથે અથડાઈ, એકનું મોત

ભરૂચ અંકલેશ્વર (Bharuch Ankleshwar) વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. સુરતથી વડોદરા (Vadodara) જતી કારને અકસ્માત (Car Accident) નડ્યો છે. અકસ્માતની ઘટનામાં કાર ચાલકનું ઘટના સ્થળ પર મોત નીપજ્યું છે

Updated By: Sep 21, 2021, 08:17 AM IST
ગમખ્વાર અકસ્માત: સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા કાર ઝાડ સાથે અથડાઈ, એકનું મોત

ભરત ચુડાસ્મા/ ભરુચ: ભરૂચ અંકલેશ્વર (Bharuch Ankleshwar) વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. સુરતથી વડોદરા (Vadodara) જતી કારને અકસ્માત (Car Accident) નડ્યો છે. અકસ્માતની ઘટનામાં કાર ચાલકનું ઘટના સ્થળ પર મોત નીપજ્યું છે. જ્યારે અન્ય એક શખ્સને ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે 108 ની મદદથી સ્થાનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. જો કે, ભરૂચ (Bharuch) પોલીસ દ્વારા અકસ્માતની (Accident) ઘટનાને લઇને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ભરૂચ અંકલેશ્વર (Bharuch Ankleshwar) વચ્ચે કાર અકસ્માતની ઘટના સર્જાઈ છે. સુરત (Surat) થી વડોદરા (Vadodara) તરફ જઈ રહી હતી તે દરમિયાન કારને અકસ્માત (Car Accident) નડ્યો હતો. કાર ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા કાર ઝાડ સાથે અથડાઈ હતી અને કાર (Car) નો ભુક્કો બોલાઈ ગયો હતો. કાર ઝાડ સાથે અથડાતા ડ્રાઈવર અને અન્ય એક વ્યક્તિ કારમાં ફસાયો હતો.

અમદાવાદમાં વહેલી સવારે ગાજવીજ સાથે વરસાદ, રાજ્યમાં આગામી 4 દિવસ વરસાદની આગાહી

જો કે, અકસ્માત (Accident) સર્જાતા આસપાસના લોકોનુ ટોળું એકત્રિત થયું હતું. કાર અકસ્માત (Car Accident) ને પગલે સ્થાનિક લોકો દ્વારા 108 અને પોલીસને જાણ કરવામાં આવી હતી. જેને પગલે પોલીસ અને 108 ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી. ત્યારબાદ 108 અને સ્થાનિક લોકો દ્વારા કારમાં ફસાયેલા ડ્રાઈવર અને અન્ય એક શખ્સને બહાર કાઢવામાં આવ્યા હતા.

No description available.

દેશના છેવાડાના દરેક નાગરિકને મળશે VIP સારવાર, અનોખા ડિજિટલ ડોક્ટર પ્રોજેક્ટની શરૂઆત

જો કે, કાર અકસ્માતમાં ડ્રાઈવરનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય ઇજાગ્રસ્તને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ત્યારે ઘટનાની જાણ થતા સ્થળ પર પહોંચેલી પોલીસે અકસ્માતને મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube