નર્મદા : સરદાર સરોવર બ્રિજ પરથી સવારે 11 વાગ્યા સુધીમાં 9.22 લાખ ક્યુસેક પાણી છોડાઇ રહ્યું છે. ભરૂચમાં નર્મદા નદી ભયજનક સપાટી વટાવીને 29.15 ફૂટની સપાટી પર પહોંચી ચુકી છે. જેના પગલે ભરૂચ શહેર, ખાલપીયા, અંકલેશ્વર, સફરૂદ્દીન ગામને હાઇ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. આ સાથે જિલ્લાના 29 ગામો એલર્ટ પર છે. ભરૂચના નીચાણવાળા ફુરજા વિસ્તારમાં નર્મદાના પાણી ઘુસવા લાગ્યા છે. જેના કારણે ભરૂચવાસીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. ભરૂચ જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 2540 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Gujarat Corona update: નવા 1272 દર્દી, 1095 દર્દી સાજા થયા, 17 લોકોનાં મોત નિપજ્યાં

ભરૂચ, ઝગડિયા અને અંકલેશ્વરના 22 ગામો અસરગ્રસ્ત છે. આ 22 ગામમાંથી 2540 લોકોને સ્થળાંતર કરીને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. હાલ તમામ ગામોનમાં ટીમ દ્વારા બચાવ કામગીરી કરવામાં આવી રહી છે. આ સાથે NDRF ની બે ટીમ પણ તહેનાત છે. જેમાંથી એક અંકલેશ્વરમાં અને એક ભરૂચમાં તહેનાત છે. તેની સાથે કલેક્ટરે અધિકારીઓને હેડ ક્વાર્ટર નહી છોડવા માટે પણ આદેશ આપ્યો છે. શુકલતીર્થ-કડોદ ગામના પાદર સુધી નદીમાં પાણી પહોંચી ચુક્યા છે. જેથી લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. નર્મદા કાંઠાના ગામોમાં પુરની સ્થિતીનું નિર્માણ તઇ ચુક્યું છે. જેથી વહીવટી તંત્ર સહિત NDRF ની ટીમ તહેનાત છે. નવા તવરા બેટ વિસ્તારમાં ફસાયેલા 50થી વધારેનું રેસક્યું કરવામાં આવ્યું છે. 


સુરત: લોનનાં બાકી હપ્તાની ઉઘરાણી માટે ગયેલા એજન્ટ પર હુમલો, દોડાવી દોડાવી માર્યો માર

મધ્યપ્રદેશમાં ભારે વરસાદના પગલે નદીઓના પાણીના સ્તરમાં વધારો નોંધાયો છે. હોશંગાબાદમાં પુરની સ્થિતી સર્જાઇ છે. અહીં હજુ બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી સાથે એમપીનાં 18 જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરાયું છે. જેના કારણે સતત સરદાર સરોવરમાં પાણી આવક થવા લાગશે. પાણી છોડવાની કામગીરી ચાલુ રહેશે. જે સંદર્ભે ભરૂચ જિલ્લાના નર્મદા કાંઠાના ગામો પાસે પાણીનું સ્તર વધવાની શક્યતા વધી જશે. ભરૂચના કડોદ ગામના ખેતરોમાં પાણી ભરાયા છે. ગામથી 100 મીટરની અંતર નર્મદા નદીના પાણી ફરી વળ્યા છે. જ્યારે શુકલતીર્થ ખાતે વહેલી સવારથી જ પાણી ઘુસવા લાગ્યું હતું. હાલ પાણી છોડવામાં આવતા નર્મદા નદીની સપાટી વધે તેવી શક્યતા છે. જેના પગલે લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર