Bhavnagar News

ભાવનગર : જેન્તીભાઈએ સવારે ઉઠીને બાથરૂમનો દરવાજો ખોલ્યો, તો અંદર બેસ્યો હતો દીપડો...

ભાવનગર : જેન્તીભાઈએ સવારે ઉઠીને બાથરૂમનો દરવાજો ખોલ્યો, તો અંદર બેસ્યો હતો દીપડો...

ભાવનગરમાં ગઈકાલની સવાર સમગ્ર શહેરવાસીઓની એક ખૂંખાર પ્રાણીથી થઇ હતી. ભાવનગરમાં લોકોની વસાહત વચ્ચે એક દીપડો ઘૂસી ગયો હતો અને રહેણાંક વિસ્તારમાં આવી ચઢેલા આ દીપડાએ એક વ્યક્તિ પર ઈજા પહોંચાડી હતી. સમગ્ર દિવસ દરમ્યાન આ દીપડો શહેર માટે ટોક ઓફ ધ ટાઉન બન્યો અને તેના વીડિયોએ સોશિયલ મીડિયામાં હાહાકાર મચાવ્યો હતો. જો કે ફોરેસ્ટ વિભાગે બાદમાં તેનુ રેસ્ક્યુ કર્યું હતું. 

Mar 16, 2019, 01:48 PM IST
શું ઈતિહાસ તો નહિ બની જાય ને ખંભાતની કલ્પસર યોજના?

શું ઈતિહાસ તો નહિ બની જાય ને ખંભાતની કલ્પસર યોજના?

 ખંભાતના અખાતમાં 29 કિલોમીટર લાંબો બંધ બાંધી સમુદ્રમાં વિશ્વનું સૌથી મોટું મીઠા પાણીનું જળાશય ઊભુ કરવું. આ જળાશયમાં 10 હજાર મિલિયન ઘનમીટરથી પણ વધારે ભૂતળ જળરાશિનો સંગ્રહ થશે. જે રાજ્યમાં સરેરાશ વાર્ષિક વરસાદી પાણીની આવકના 25% જથ્થાનો સંગ્રહ થશે. કરોડોનો ખર્ચ છતાં કલ્પસર હજી કલ્પનાતીત તારીખ પે તારીખમાં અટવાયેલી છે. ગુજરાત માટે નર્મદા યોજના બાદ સૌથી મોટી ગણાતી કલ્પસર યોજના માટે છેલ્લા દશકાથી આયોજન ઘડાઇ રહ્યું છે અને શક્યતાદર્શી અહેવાલ તૈયાર થઇ રહ્યાં છે. આજે આ અહેવાલોમાં જ 15 વર્ષ વિતી ગયા છે!! જે અગાઉ વર્ષો સુધી ઘોઘાથી દહેજ સુધીની દર્શાવાઇ હતી, પણ અંતે તેનું ફિંડલું વાળી તેને નવા રંગરૂપ સાથે

Mar 10, 2019, 03:28 PM IST
સીડીસી વાયરસનો ડર જતા 5 મહિના બાદ મુક્ત થશે 34 સિંહો

સીડીસી વાયરસનો ડર જતા 5 મહિના બાદ મુક્ત થશે 34 સિંહો

ગત ઓક્ટોબર મહિનામાં ગીરના જંગલમાં પ્રાણીઓ માટે જીવલેણ કહી શકાય તેવો સીડીસી એટલે કેનાઈન ડિસ્ટેમ્પર વાયરસ ફેલાયો હતો. જેની સૌથી મોટી અસર એશિયાટીક લાયન્સને થઈ હતી. આ વાયરસને કારણે ગીરમાંથી ટપોટપ 23 સિંહોના મોત થયા હતા. જેને પગલે વનવિભાગ પણ દોડતું થયું હતું. આગમચેતીના ભાગરૂપે ગીરના કેટલાક સિંહોને એનિમલ કેર સેન્ટરમાં રાખવામાં આવ્યા હતા અને તેમનું રસીકરણ કરાયું હતું. જોકે, હવે પાંચ મહિના બાદ એક પણ સિંહમાં આ વાયરસ ન મળી આવતા હવે આ સિંહોને જંગલમાં ફરીથી છોડી દેવામાં આવશે.  

Feb 20, 2019, 08:27 AM IST
ભાવનગરના આ ખેડૂતોનું કામ જોઈને કહેશો, What an idea Sir ji...

ભાવનગરના આ ખેડૂતોનું કામ જોઈને કહેશો, What an idea Sir ji...

ખેડૂતોને તેમના ઉત્પાદનનાં પોષણક્ષમ ભાવ ન મળતા હોવાના રોદડાં રોવાને બદલે કાંઇક સ્વાવલંબી પગલા લેવામાં આવે તો તેમને જ ફાયદો થઈ શકે છે. ત્યારે આ નિશ્ચય સાથે ભાવનગર જિલ્લાનાં ૩૦ ગામનાં ખેડૂતોએ શહેરમાં વેચાણ કેન્દ્ર શરૂ કર્યું છે. જેના માધ્યમથી ખેડૂતોને પૂરતા ભાવ મળી રહે છે અને ગ્રાહકોને પ્રાકૃતિક શાકભાજી, અનાજ અને ખાદ્ય પદાર્થો ઉપલબ્ધ બની રહ્યા છે.

Feb 7, 2019, 06:00 AM IST
મહુવા : માઈનિંગના વિરોધમાં ઉતર્યા 10 ગામના લોકો, પોલીસ લાઠીચાર્જ કર્યો, ટિયરગેસ છોડ્યા

મહુવા : માઈનિંગના વિરોધમાં ઉતર્યા 10 ગામના લોકો, પોલીસ લાઠીચાર્જ કર્યો, ટિયરગેસ છોડ્યા

 ભાવનગરના મહુવામાં માઈનિંગનો વિવાદ વકર્યો હતો. માઈનિંગના વિરોધ માટે એકઠાં થયેલાં ગ્રામજનો અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. મહુવાના તલ્લી અને ભાભર ગામે અલ્ટ્રાટ્રેક સિમેન્ટ દ્વારા થતા માઈનીંગનો વિરોધ કરવા આજે ગ્રામજનો સ્થળ પર ગયા હતા, જ્યાં પોલીસ સાથે ઘર્ષણ થયું હતું. પોલોસે લોકોને અટકાવવા ટિયર ગેસના સેલ છોડ્યા અને હળવો લાઠી ચાર્જ કર્યો હતો. તો ઉષ્કેરાયેલા લોકોનાં ટોળાએ પોલીસ વાહન પર પથ્થરમારો કર્યો હતો. આ પ્રસંગે નાસભાગના દ્રશ્યો સર્જાયા હતા. 

Jan 2, 2019, 03:16 PM IST
ગોંડલ: ખેડૂતો પાસેથી મગફળીના વધુ રૂપિયા વસૂલતો વીડિયો વાઈરલ

ગોંડલ: ખેડૂતો પાસેથી મગફળીના વધુ રૂપિયા વસૂલતો વીડિયો વાઈરલ

મગફળી રિજેક્ટ કરવાની ધમકી આપ્યાનો આરોપ લગાવ્યો છે. ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં ગેરરીતિ કરવામાં આવી છે. ત્યારે હવે ખેડૂતો પાસે 1200 રૂપિયા લેતા હોય તેવો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. ત્યારે સમગ્ર મામલે ખેડૂતોએ ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો છે. 

Jan 2, 2019, 03:02 PM IST
ફરી એકવાર સ્કૂલના વિદ્યાર્થીઓ સાથે અકસ્માત, ભાવનગરના 10 વિદ્યાર્થી ઘાયલ

ફરી એકવાર સ્કૂલના વિદ્યાર્થીઓ સાથે અકસ્માત, ભાવનગરના 10 વિદ્યાર્થી ઘાયલ

 ગુજરાતમાં વિદ્યાર્થીઓ સાથે અકસ્માતોની વણઝાર અટકવાનું નામ નથી લેતી. આજે ફરીએકવાર બાળકો સાથે અકસ્માત સર્જાયો છે. શિબિરમાં જઈ રહેલા ભાવનગરના વિદ્યાર્થીઓની ગાડીનો ટ્રક સાથે અકસ્માત સર્જાયો હતો. જેમાં 10 વિદ્યાર્થીઓની ઈજા થઈ હતી.

Dec 30, 2018, 12:21 PM IST
મધદરિયે ડૂબી ટગ બોટ, 4 જણા ડૂબતા લાઈવ દ્રશ્યો કેમેરામાં થયા કેદ થયા

મધદરિયે ડૂબી ટગ બોટ, 4 જણા ડૂબતા લાઈવ દ્રશ્યો કેમેરામાં થયા કેદ થયા

 ઘોઘાના દરિયાઇ વિસ્તારમાં આવેલા પિરમબેટ ટાપુ પાસે મધદરિયે વરૂણ નામની ટગ બોટમાં કોઇ કારણોસર બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટ બાદ આખી બોટે જળસમાધિ લઇ લીધી હતી. બોટમાં 7 ક્રુ મેમ્બર સવાર હતા, જેમાંથી 3ને બચાવી લેવામાં આવ્યાં હતા. સમગ્ર ઘટનામાં ઇજાગ્રસ્તોને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તો અન્ય 4 લોકોની શોધખોળ હાથ ધરવામાં આવી હતી.

Dec 22, 2018, 08:55 AM IST
 દુકાળમાં અધિક માસ : ચોકીદારની ભૂલથી આખો વિસ્તાર ઘૂંટણસમા પાણીમાં ડૂબ્યો!!!

દુકાળમાં અધિક માસ : ચોકીદારની ભૂલથી આખો વિસ્તાર ઘૂંટણસમા પાણીમાં ડૂબ્યો!!!

 ભાવનગરમાં દુકાળ માસમાં અધિક માસ જેવી સ્થિતિ સર્જાઈ છે. શહેરનાં મહિલા કોલેજનાં ફિલ્ટર પ્લાન્ટમાંથી હજારો લીડર પાણી વેડફાયું છે. કોલેજમાં ઢીંચણ સુધીના પાણી ફિલ્ટર પ્લાન્ટમાં ભરાયા છે. પાણી રસ્તા પર વહેતા ઈલેક્ટ્રીક સાધનો પણ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.

Dec 21, 2018, 01:22 PM IST
2019ની તૈયારીઓ માટે બેઠકોનો ધમધમાટ, સૌરાષ્ટ્ર સર કરવાની વ્યૂહરચના ઘડાઇ

2019ની તૈયારીઓ માટે બેઠકોનો ધમધમાટ, સૌરાષ્ટ્ર સર કરવાની વ્યૂહરચના ઘડાઇ

પાંચ રાજ્યો ના ચૂંટણી પ્રચાર નું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે. સાથે જ ગુજરાત પ્રદેશ ભાજપ ના મોટા ભાગ ના નેતાઓ તથા પદાધિકારીઓ  રાજસ્થાન મધ્ય પ્રદેશથી ગુજરાત પરત ફર્યા છે. તેમજ ગુજરાત માં.રાજકીય પરિસ્થિતિ નો તાગ મેળવી લોકસભા ચૂંટણી માટે ની રણનીતિ તથા વ્યૂહ રચના માટે બેઠકો ની શરૂઆત થઈ ગઈ છે. 

Dec 7, 2018, 10:02 AM IST
ભાવનગરના વલ્લભીપુરમાં ખેતરમાં ડબલ મર્ડરની ઘટનાથી ચકચાર

ભાવનગરના વલ્લભીપુરમાં ખેતરમાં ડબલ મર્ડરની ઘટનાથી ચકચાર

ભાવનગરના વલ્લભીપુરના મોણપુર ગામે દેવીપૂજક દંપતીની અજાણ્યા શખ્સો દ્વારા બોથડ પદાર્થના ઘા મારીને હત્યા કરવામાં આવી, મૃતક પતિ-પત્ની મોણપુરના કરશનભાઈની વાડીમાં મજૂરી કામ કરતા હતા 

Nov 22, 2018, 10:09 PM IST
પિતા વગરની 281 દીકરીઓનું કન્યાદાન કરાયું, ભાવનગર અનોખો સમૂહ લગ્ન યોજાયો

પિતા વગરની 281 દીકરીઓનું કન્યાદાન કરાયું, ભાવનગર અનોખો સમૂહ લગ્ન યોજાયો

‘લાડકડી’ શીર્ષક હેઠળ યોજાયેલા સમૂહ લગ્નોત્સવમાં 281 જેટલી યુવતીઓના લગ્ન કરાવાયા હતા, જેઓ તેમના મા-બાપની છત્રછાયા ગુમાવી ચૂકી છે. આ સમૂહ લગ્નની ખાસિયત એ હતી કે, તેમાં જ્ઞાતિનું કોઈ બંધન ન હતું. દરેક વર્ગ, દરેક સમાજના પરિવારોને સમૂહ લગ્નોત્સવમાં આવરી લેવાયા હતા. 

Nov 19, 2018, 11:05 AM IST
 મહુવામાં  VHPના પ્રમુખની હત્યાના ઘેરા પ્રત્યાઘાત, 21 પોલીસકર્મી સસ્પેન્ડ

મહુવામાં VHPના પ્રમુખની હત્યાના ઘેરા પ્રત્યાઘાત, 21 પોલીસકર્મી સસ્પેન્ડ

પ્રાપ્ત માહિતી અનુસાર ભાવનગર DSPએ એક સાથે 21 પોલીસકર્મીને સસ્પેન્ડ કરી દેતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

Oct 29, 2018, 11:28 PM IST
મળવા જેવો માણસ : 34 વર્ષની બેંકની નોકરીમાં નથી લીધી એક પણ રજા

મળવા જેવો માણસ : 34 વર્ષની બેંકની નોકરીમાં નથી લીધી એક પણ રજા

ભાવનગરમાં રહેતા 75 વર્ષીય મધુભાઈ શાહે તેમની સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની નોકરીમા એક પણ રજા લીધા વગર કામ કર્યું છે. એટલું જ નહિ, તેમનું જીવન અન્યો માટે એટલું પ્રેરણાદાયી છે કે, તેઓ આજે 75 વર્ષની ઉંમરે પણ કોઈ પણ અપેક્ષા વગર બેંકમાં ગ્રાહકો અને બેંક કર્મચારીઓની મદદ કરવા નિયમિત ભાવનગરની દરબારગઢ બ્રાન્ચમાં પહોંચી જાય છે

Oct 24, 2018, 03:15 PM IST
 ભાવનગરઃ મહુવામાં વિશ્વ હિંદુ પરિષદના પ્રમુખ જયેશ ગુજરીયાની હત્યા

ભાવનગરઃ મહુવામાં વિશ્વ હિંદુ પરિષદના પ્રમુખ જયેશ ગુજરીયાની હત્યા

ભાવનગરઃ મહુવાના વિશ્વ હિંદુ પરિષદ (વીએચપી) પ્રમુખની હત્યા કરવામાં આવી છે. વીએચપીના પ્રમુખ જયેશ ગુજરીયાની છરીના ઘા ઝીંકીને હત્યા કરવામાં આવી છે. બે વ્યક્તિ પર હુમલો થયો હતો. એકની હાલત ગંભીર છે. વીએચપીના પ્રમુખની હત્યા થવાથી વાતાવરણ તંગ બની ગયું છે. 7 અજાણ્યા શખ્સોએ આ કૃત્ય કર્યું છે. પોલીસને જાણ થતા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે. પ્રમુખ સહિત બે લોકો પર હુમલો થયો હતો. જેમાં પ્રમુખની હત્યા જ્યારે બીજો વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે. 

Oct 24, 2018, 12:56 AM IST
 ભાવનગરઃ વલભીપુરના રાજવી અને માજી ધારાસભ્ય પ્રવિણસિંહજી ગોહિલનું 97 વર્ષની વયે નિધન

ભાવનગરઃ વલભીપુરના રાજવી અને માજી ધારાસભ્ય પ્રવિણસિંહજી ગોહિલનું 97 વર્ષની વયે નિધન

97 વર્ષની વયે પહોંચેલા દાદા બાપુ છેલ્લા ત્રણ દિવસથી બિમાર હતા. 

Oct 21, 2018, 09:56 PM IST
ભાવનગરઃ રંડોળા ગામમાં લૂંટના ઈરાદે વૃદ્ધ દંપતિની હત્યા

ભાવનગરઃ રંડોળા ગામમાં લૂંટના ઈરાદે વૃદ્ધ દંપતિની હત્યા

લૂંટના ઈરાદે આવેલા લોકોએ આ વૃદ્ધ દંપતિને મોતને ઘાટ ઉતારી દીધા હતા. 

Oct 16, 2018, 12:29 PM IST
ભાવનગર: હત્યાનો આરોપી જામીન પર છૂટતા વેલકમના પોસ્ટર લાગ્યા

ભાવનગર: હત્યાનો આરોપી જામીન પર છૂટતા વેલકમના પોસ્ટર લાગ્યા

ભાવનગર શહેરમાં હલુરિયા ચોકથી લઈને બાર્ટન લાઈબ્રેરી સુધીમાં 'ઉબેદભાઈ વેલકમ' જેવા પોસ્ટર લાગ્યા બાદ પોલીસ ચોકી ઉઠી હતી.

Sep 1, 2018, 09:31 AM IST
ભાવનગર: તળાજા અલંગ શિપબ્રેકિંગ યાર્ડમાં અકસ્માત, 2 શ્રમિકોના મોત

ભાવનગર: તળાજા અલંગ શિપબ્રેકિંગ યાર્ડમાં અકસ્માત, 2 શ્રમિકોના મોત

. પ્લોટ નંબર 103માં શિપ બ્રેકિંગ કરતા બે શ્રમિકો ઉપરથી પટકાયા હતા. પટકાતા ઘટનાસ્થળે જ તેમના મોત થયા છે. 

Aug 31, 2018, 02:18 PM IST