ભાવનગર: બોટાદ સંપ્રદાયના ગચ્છાધિપતિ પૂ.અમીચંદ્રના કાળધર્મથી જૈનોમાં શોક

ગુજરાતના સ્થાનકવાસી સંપ્રદાયોના સંતો પૈકી એક સંયમ પાયોયધારી બોટાદ સંપ્રદાયના ગચ્છાધિપતિ ગુરૂદેવ અમીચંદ્રજી મહારાજ સાહેબ સમાધિ ભાવે બોટાદ ધર્મસ્થાનકમાં ગઇકાલે રાત્રે 10.50 મિનિટે કાળધર્મ પામ્યા હતા. સંથારો થીજી ગયાના સમાચાર મળતા જૈન સંપ્રદાયના લોકો દર્શન કરવા માટે ઉમટ્યાં હતા. ત્યારે આજે સવારે 10.30 કલાકે પાલખી યાત્રા નીકળી હતી. 

Updated By: Aug 4, 2020, 04:28 PM IST
ભાવનગર: બોટાદ સંપ્રદાયના ગચ્છાધિપતિ પૂ.અમીચંદ્રના કાળધર્મથી જૈનોમાં શોક

ભાવનગર : ગુજરાતના સ્થાનકવાસી સંપ્રદાયોના સંતો પૈકી એક સંયમ પાયોયધારી બોટાદ સંપ્રદાયના ગચ્છાધિપતિ ગુરૂદેવ અમીચંદ્રજી મહારાજ સાહેબ સમાધિ ભાવે બોટાદ ધર્મસ્થાનકમાં ગઇકાલે રાત્રે 10.50 મિનિટે કાળધર્મ પામ્યા હતા. સંથારો થીજી ગયાના સમાચાર મળતા જૈન સંપ્રદાયના લોકો દર્શન કરવા માટે ઉમટ્યાં હતા. ત્યારે આજે સવારે 10.30 કલાકે પાલખી યાત્રા નીકળી હતી. 

જામનગરમાં હવે લોકડાઉન શક્ય નથી, કોરોનાના ભય કરતાં લોકોમાં લોકડાઉનનો ભય વધુ છે : કલેક્ટર 

પાલખી યાત્રામાં મોટા પ્રમાણમાં સાધુ ભગવંતો અને જૈનો જોડાયા હતા. જય જય નંદાના નાદા સાથે શહેરનાં માર્ગો પર ફરીને પાલખી યાત્રા સ્મશાનગૃહે પહોંચી હતી. જ્યાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.  અમીગુરૂના દેવલોકગમનથી સમગ્ર જૈન સમુદાયમાં ખાસ કરીને બોટાદ સંપ્રદાયમાં શોકની લાગણી જોવા મળી રહી છે. 

માસ્ક ન પહેરવા માટે ખંભાળીયામાં 5 લાખથી વધુનો દંડ ફટકારાયો

અમીગુરૂએ 90 વર્ષની જીવયાત્રામાં 73 વર્ષ જિનાજ્ઞામય સુદીધે સંયમ જીવનનું પાલન કર્યું હતું. અનેક સંપ્રદાયના  પુ સંત સતીજીઓ પુ અમીગુરૂના દર્શન માટે આવતા હતા. અમીગુરૂને દરેક સંપ્રદાયના સંતો સાથે આત્મીય સંબંધો હતા. તેઓ બોટાદ સંપ્રદાયના મુખ્ય ક્ષેત્રો બોટાદ, પાળીયાદ, રાણપુર, ગઢડા, ઢસા, લાઠી, દામનગર અને સૌરાષ્ટ્ર, મહારાષ્ટ્ર, મરાવાડ સહિત અનેક નાના મોટા ક્ષેત્રોમાં વિચરણ કરી જિન શાસનની અજોડ શાસન પ્રભાવના કરી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર