)
Bhavnagar Triple Murder: ભાવનગરમાં ફોરેસ્ટ અધિકારી દ્વારા પત્ની અને બે સંતાનોની હત્યાના કેસમાં નવા ઘટસ્ફોટ થઈ રહ્યાં છે. સામે આવ્યું કે, હત્યાના માસ્ટરમાઈન્ડ ફોરેસ્ટ અધિકારીએ પહેલેથી જ ઘણું બધું પ્લાનિંગ કરી લીધું હતું.
ફોરેસ્ટ અધિકારી ACF (આસિસ્ટન્ટ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ) શૈલેષ ખાંભલાને દાહોદથી જુનાગઢ પોસ્ટીંગ આપવામાં આવ્યું હતું. ચાર્જ સંભાળ્યા બાદ તેનો સંપ્રક સુંદર વનકર્મી યુવતી સાથે થયો હતો. બંને વચ્ચે ધીરે ધીરે વાતચીત વધવા લાગી હતી. આખરે બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. બંનેએ સાથે રહેવાનો પ્લાન બનાવ્યો હતો. પરંતુ તેમાં ફોરેસ્ટ અધિકારીનો પરિવાર આડે આવતો હતો. ફોરેસ્ટ અધિકારીના પરિવારમાં પત્ની, એક દીકરી અને એક દીકરો હતો. હવે પ્રેમમા પડેલા ફોરેસ્ટ અઘિકારીને તેનો પરિવાર કાંટારૂપ લાગવા લાગ્યો હતો. તેથી તેણે પરિવારને પતાવી દેવાનો અને ગર્લ ફ્રેન્ડ સાથે ભાગી જવાનો પ્લાન મળ્યો હતો.
ફોરેસ્ટ અધિકારીને ચાર વર્ષથી વન કર્મી યુવતી સાથે પ્રેમ હતો, તેથી તેણે પરિવારને મારી નાંખવાનો કારસો રચ્યો હતો. દિવાળી વેકેશનમાં પરિવાર સુરતથી જુનાગઢ આવવાનો હતો. તેથી ફોરેસ્ટ અધિકારીએ હત્યાનો પ્લાન બનાવ્યો હતો.
નવેમ્બરે રોજ ભાવનગરમાં આવેલા કાચના તળાવ સામે આવેલી ફોરેસ્ટ કોલોની પાસે ACF(આસિસ્ટન્ટ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ) શૈલેષ ખાંભલાએ પત્ની, પુત્ર અને પુત્રીની તકીયાથી મોં દબાવી હત્યા કરી દીધી હતી. ત્યાર બાદ ત્રણેયને ઘરથી 20 ફૂટ દૂર જ દાટી દીધા હતા. પરંતું પાપ છાપરે ચઢીને પોકારે છે તે રીતે આખરે સત્ય બહાર આવ્યું અને 16 નવેમ્બરના રોજ અધિકારીનો ભાંડો ફૂટ્યો હતો.
ફોરેસ્ટ અધિકારી અને યુવતીનો પાસપોર્ટ તૈયાર ઈથ ગયો હતો
પરિવારની હત્યા દરમિયાન વનકર્મી યુવતી સતત ફોરેસ્ટ અધિકારીના સંપર્કમાં હોવાનું ખૂલ્યું છે. વન અધિકારી અને યુવતી બંનેના પાસપોર્ટ પણ તૈયાર થઈ ગયા હતા, બંને જલ્દી જ ભાગી જવાના હતા. તેના માટે પણ ડોક્યુમેન્ટ્સ કરવામાં આવેલા છે.
વનકર્મી યુવતી અને શૈલેષ ખાંભલા બન્ને કેટલા સમયથી સંપર્કમાં હતા તે અંગે જણાવ્યું કે આશરે 4 વર્ષથી આ લોકો એકબીજાના સતત કોન્ટેક્ટમાં હતા. અને એ પણ કહી શકાય કે એકબીજાને ચાહતા પણ હતા. એ ટાઈપના સીડીઆરના કોલ રેકોર્ડ પણ મળ્યા છે.
આરોપીના જુદા જુદાં પુરાવા મેળવવા માટે સીડીઆર એનાલાઇઝિંગ કરવામાં આવ્યા છે. તપાસ માટે મોબાઈલ કબ્જે કરવામાં આવ્યો છે. આ મોબાઈલને એફએસએલ માટે ગાંધીનગર મોકલવામાં આવ્યો છે.'