ભાવનગરમાં ત્રિપલ મર્ડર મિસ્ટ્રી : ફોરેસ્ટ અઘિકારીના ગુમ પરિવારના 3 સભ્યોના મૃતદેહ ખાડામાં દાટેલા મળ્યા
Bhavnagar Triple Murder : ભાવનગરના ફોરેસ્ટ ક્વાટર્સમાંથી મળ્યા ત્રણ લોકોના મૃતદેહ... 10 દિવસથી ગૂમ એક અધિકારીની પત્ની અને બે બાળકોની લાશ મળી... જમીનની અંદર દાટેલી હાલતમાં પડ્યા હતા મૃતદેહ... પોલીસને પતિ પર જ શંકા
Trending Photos
)
Bhavnagar News : ભાવનગરમાં ફોરેસ્ટ અધિકારીના 10 દિવસથી ગુમ પત્ની અને બે સંતાનોની લાશ ભાવનગર ફોરેસ્ટ ક્વાર્ટરની બાજુમાં પોતાના જ ઘર પાસેના ખાડામાંથી મળી છે. ત્રણેયની હત્યાની આશંકા છે, જેમાં ACF પતિ શંકાના દાયરામાં છે. અધિકારીના પત્ની અને બે બાળકો 10 દિવસથી ગુમ હતા. રબારી સમાજના આગેવાનોએ શોધખોળ માટે આવેદન આપ્યું હતું. એક જ પરિવારના ત્રણ લોકોના મૃતદેહ મળતાં ચકચાર મચી ગઈ છે.
મહત્વનું છે કે, ભાવનગરના તળાજા રોડ પર આવેલા કાચના મંદિર પાસે રહેતા ફોરેસ્ટ અધિકારીનો સંયુક્ત પરિવાર સુરતમાં રહે છે. થોડા દિવસ પહેલાં સુરતથી તેમના 40 વર્ષીય પત્ની, 13 વર્ષની પુત્રી અને 9 વર્ષનો પુત્ર વેકેશન કરવા ભાવનગર આવ્યાં હતાં. બાદમાં સુરત જવા નીકળ્યા હોવાનું જાણવા મળ્યું હતું, પરંતુ ત્રણેય સુરત નહી પહોંચતા પરિવારજનો દ્વારા ઘરમેળે શોધખોળ શરૂ કરાઈ હતી અને બાદમાં ભાવનગરના ભરતનગર પોલીસમાં જાણવા જોગ નોંધાવાઈ હતી....
ત્યારે આજે ભાવનગર શહેરના ફોરેસ્ટ ક્વાર્ટરની બાજુમાંથી ત્રણ માનવ મૃતદેહ મળ્યા હતા. રેન્જ ફોરેસ્ટના કમ્પાઉન્ડમાં ખાડામાંથી દાટેલી હાલતમાં 3 લાશો મળી આવી. જેમાં ફોરેસ્ટ વિભાગના એક અધિકારીના પત્ની અને બે બાળકો છેલ્લા 10 દિવસથી ગુમ હતા, તેમની આ લાશ હતી. રબારી સમાજના આગેવાનો દ્વારા બે દિવસ પહેલા પોલિસમાં ગુમ થયેલ ત્રણ વ્યક્તિની શોધખોળ માટે આવેદન આપવામાં આવ્યું હતું.
પરિવારના ત્રણ સભ્યો એકસાથે ગાયબ થયા હતા
થોડા દિવસ પૂર્વે સુરતથી તેમના 40 વર્ષીય પત્ની નયનાબેન રબારી, 13 વર્ષની પુત્રી પ્રુથા રબારી અને 9 વર્ષીય પુત્ર ભવ્ય રબારી વેકેશન કરવા ભાવનગર આવ્યા હતા. બાદમાં સુરત જવા નીકળ્યા બાદ ગુમ થયા હતા.જેની શોધખોળ કર્યા બાદ પણ કોઈ પત્તો ન લાગતા પોલીસને જાણ પણ કરવામાં આવી હતી.
પોલીસ દ્વારા ત્રણેય મૃતદેહનો કબજો લઈ પોસ્ટોમોર્ટમ માટે મોકલવામાં આવી છે. પત્ની અને બે બાળકોની હત્યા પાછળ તેના પતિનો જ હાથ હોવાની પોલીસને આશંકા છે. ત્રણેયની હત્યા કરી લાશનો દાટી દેવાઈ હોવાની પ્રબળ આશંકા સેવવામાં આવી રહી છે. ભાવનગર પોલીસ કાફલો ઘટનાસ્થળ પર પહોંચ્યો છે અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ભાવનગર એસપી નિતેશ પાંડેએ કહ્યું કે, ACF(આસિસ્ટન્ટ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ ) પતિ શૈલેષ ખાંભલા શંકાના દાયરામાં છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે














