BHAVNAGAR: વિધવાએ તેના પ્રેમીના ઘરે જઇને કહ્યું મને ખુશ તો કરવી જ પડશે, માતા-પુત્રના મૃતદેહ મળ્યાં

ગઈકાલે હત્યાના બે બનાવ સામે આવ્યા હતા. વરતેજ નજીક સગીરની હત્યા કરાયેલ લાશ મળી આવી હતી. જ્યારે સાંજના સુમારે શહેરના પરિમલ વિસ્તારમાં આવેલા ફ્લેટમાંથી મહિલાની હત્યા કરાયેલ લાશ મળી હતી

Updated By: Jul 9, 2021, 05:27 PM IST
BHAVNAGAR: વિધવાએ તેના પ્રેમીના ઘરે જઇને કહ્યું મને ખુશ તો કરવી જ પડશે, માતા-પુત્રના મૃતદેહ મળ્યાં
પ્રતિકાત્મક તસવીર

નવનીત દલવાડી/ભાવનગર : ગઈકાલે હત્યાના બે બનાવ સામે આવ્યા હતા. વરતેજ નજીક સગીરની હત્યા કરાયેલ લાશ મળી આવી હતી. જ્યારે સાંજના સુમારે શહેરના પરિમલ વિસ્તારમાં આવેલા ફ્લેટમાંથી મહિલાની હત્યા કરાયેલ લાશ મળી હતી.  જેમાં આ મૃતક બંને માતા-પુત્ર હોવાનું ખુલવા પામ્યું હતું. જ્યારે ડિવોર્સી મહિલા જનકલ્યાણ ફ્લેટમાં રહેતા હેમલ શાહ નામના યુવક સાથે શારીરિક સંબંધ બાંધવા આવી હતી. તે દરમ્યાન તેની હત્યાને અંજામ અપાયો હોવાનું પણ ખુલવા પામ્યું હતું. જ્યારે તેને સંબંધ માટે બોલાવનાર હેમલ શાહે જ હત્યાં કરી હોવાનું જણાવ્યું હતું.


(કિશોરનો મૃતદેહ મળી આવ્યો તે સમયની તસવીર)

Corona એ જીવનમાં આવ્યું આમૂલ પરિવર્તન, સુરતમાં વધ્યો ટેરેસ ગાર્ડનનો ક્રેઝ

ભાવનગર શહેરમાં ગઈકાલે બનેલી હત્યાની બે ઘટના જેમાં સવારે વરતેજ નજીકના સીદસર રોડ પરથી ગળું કાપી અને તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હાથ બાંધીને ગોદડામાં લપેટલી હાલતમાં સગીરની લાશ મળી આવી હતી. જે અંગે વરતેજ પોલીસે હત્યાનો ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરી હતી. જેમાં પોલીસે સર્વેલન્સ દરમ્યાન સીસીટીવી અને બીજા સ્રોતની મદદથી તપાસ કરતા એક શંકાસ્પદ કારની ભાળ મળી હતી. જેમાં પોલીસે જીણવટ પૂર્વક તપાસ હાથ ધરી હતી. 


(મહિલાનો મૃતદેહ ગોદડામાં વિંટાળેલી અવસ્થામાં મળી આવ્યો)

GANDHINAGAR: ફેક્ટરી માલિક પર મજુર કાળ બનીને તુટી પડ્યો, કાચા પોચા લોકો ન જુએ આ VIDEO

જ્યારે હત્યાના બીજા બનાવમાં બાતમીદાર દ્વારા શહેરના પરિમલ વિસ્તારમાં આવેલા જનકલ્યાણ એપાર્ટમેન્ટના ફ્લેટ નંબર 8 માં રહેતા હેમલ દોશીના ઘરે એક લાશ પડી હોવાની મળેલી માહિતીના આધારે પોલીસ ત્યાં પહોંચી હતી. જ્યાંથી ગોદડામાં લપેટી બિસ્તરાની જેમ બાંધેલી હાલતમાં મહિલાની લાશ મળી આવી હતી. જ્યારે પોલીસ તપાસ માટે ત્યાં પહોંચી ત્યારે એપાર્ટમેન્ટના પાર્કિગમાં સગીર યુવાનની હત્યા દરમ્યાન વપરાયેલ શંકાસ્પદ કાર પણ ત્યાં નજરે પડી હતી. 

International Cheating Case: કરોડોની છેતરપિંડી કરતા નાઇઝીરીયન પ્રેમી પંખીડા ઝડપાયા

જેથી ફ્લેટમાં જઇ પોલીસે હેમલની યુક્તિ-પ્રયુક્તિથી પૂછપરછ કરતા આખરે હેમલે જ બંનેની હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી. મૃતક મહિલા અંકિતા પ્રકાશભાઈ જોશી શારીરિક સંબંધ માટે આવી હતી, તે દરમ્યાન તેની હત્યા કરી હોવાની કેફીયત રજૂ કરી હતી. અંકિતા જોશી અને તેનો પુત્ર શિવમ તેના ફ્લેટમાં આવેલા હોય ત્યારે આ હત્યાની ઘટનાને અંજામ આપ્યો હતો. જોકે હત્યા કરનાર હેમલ જોશી ગુનાહિત ઇતિહાસ ધરાવતો હોય શા માટે અને કેવી રીતે આ હત્યાને અંજામ આપ્યો? ક્યાં કારણોસર હત્યા કરી? પહેલા માતાની હત્યા કરી કે પુત્રની હત્યા? પુત્રની હત્યા બન્ને ભેગા મળીને કરી કે એકલા? અને તેમાં કોઈ સાથે હતું કે કેમ તે અંગે પોલીસ આરોપીની સઘન પૂછપરછ કરી રહી છે પરંતુ આરોપી રીઢો ગુનેગાર હોય હજુ ગોળગોળ વાતો કરી પોલીસને ગેરમાર્ગે દોરી રહ્યો છે. 

સતત બીજા દિવસે પ્રદેશ યુવા ભાજપ પ્રમુખના સ્વાગત કાર્યક્રમમાં નિયમોના ધજાગરા ઉડ્યા

પોલીસે આરોપીના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. મરણ જનાર મહિલા મૂળ સિહોરની વતની હોય અને ભાવનગરના ભાંગલી ગેટ વિસ્તારમાં રહેતી હોવાનું જાણવા મળ્યું હતું. જ્યારે હેમલ અને મહિલા અંકિતા બંને ડિવોર્સી હોય અને એકબીજા સાથે ઘણા સમયથી એકાંત સમય વિતાવતા હોય ત્યારે પોલીસે હાલ હેમલની વધુ પૂછપરછ હાથ ધરી છે. સાચી કબૂલાત બાદ જ આખી ઘટનાની સાચી હકીકત બહાર આવશે તેમ એ.એસ.પી સફિન હસને જણાવ્યું હતું.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube