Bhuj News

ભૂજ : અજય દેવગણની ‘દ્રશ્યમ’ ફિલ્મને પણ ટક્કર મારે તેવા માઈક્રો પ્લાનિંગથી પતિએ કરી પત્નીની હત્યા

ભૂજ : અજય દેવગણની ‘દ્રશ્યમ’ ફિલ્મને પણ ટક્કર મારે તેવા માઈક્રો પ્લાનિંગથી પતિએ કરી પત્નીની હત્યા

 ‘પાપ હમેંશા છાપરે ચડીને પોકારે છે’ એ ઉક્તિ ભૂજની એક મહિલાના હત્યા કેસમાં સાચી પડી છે. નવ મહિનાથી  ગુમ ભૂજની મુસ્લિમ મહિલાની હત્યાનું રહસ્ય પોલીસે ઉકેલ્યું છે. પશ્ચિમ કચ્છ એલસીબી દ્વારા આ હત્યા કેસ સંદર્ભે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં માહિતી આપવામાં આવી હતી. ત્યારે આ ઘટના કોઈ ફિલ્મી કહાનીને ટક્કર મારે એવી છે.

Mar 20, 2019, 03:01 PM IST
ગુજરાતમાં આ સ્થળે થાય છે પ્લાસ્ટિકનું વણાટકામ

ગુજરાતમાં આ સ્થળે થાય છે પ્લાસ્ટિકનું વણાટકામ

દિવસેને દિવસે પ્લાસ્ટિકનો વપરાશ વધી રહ્યો છે. પણ આ પ્લાસ્ટિકનો નાશ થતો નથી અને તે પર્યાવરણ, ખેતી અને જમીનને નુકશાન કરે છે. ત્યારે ભૂજની એક સંસ્થા પ્લાસ્ટિકના ઉપયોગથી રોજગારી આપે છે. પ્લાસ્ટિકનો કચરો વિશ્વ માટે વિકટ સમસ્યા બની છે, ત્યારે કચ્છના કમાલ કારીગરો વેસ્ટમાંથી બેસ્ટ બનાવીને નવો માર્ગ ચીંધે છે. 

Mar 17, 2019, 12:49 PM IST
સંતોષ અરેઠીયાનો ખુલાસો, હું ભાજપમા નથી જવાની, ભાજપવાળાએ ખોટી અફવા ફેલાવી છે

સંતોષ અરેઠીયાનો ખુલાસો, હું ભાજપમા નથી જવાની, ભાજપવાળાએ ખોટી અફવા ફેલાવી છે

ગુજરાત કોંગ્રેસમાં રાજીનામા પડવાનો સિલસિલો અટકવાનું નામ લેતો નથી. લોકસભા ચૂંટણી પહેલા જ કોંગ્રેસના ગઢનો રોજ એક પત્થર પડી રહ્યો છે. ગઈકાલે જામનગર ગ્રામ્યના ધારાસભ્ય વલ્લભ ધારવીયા બાદ હવે રાપરના ધારાસભ્ય સંતોકબેન અરેઠીયા પણ રાજીનામુ આપે તેવી શક્યતા છે. 

Mar 12, 2019, 10:33 AM IST
કચ્છમાં એક પક્ષીને શોધવા માટે વનવિભાગની આખી ફોજ કામે લાગી

કચ્છમાં એક પક્ષીને શોધવા માટે વનવિભાગની આખી ફોજ કામે લાગી

 માનવામાં ન આવે તેવા સમાચાર છે, પણ વાત સત્ય છે. કચ્છમાં સાચે જ એક પક્ષીને બચાવવા માટે વન વિભાગની આખી ફોજ કામ પર લાગી ગઈ છે. ના, એમ કહો કે દિવસ-રાત દોડી રહી છે. વાત એમ છે કે, કચ્છમાં જોવા મળતુ ઘોરાડ પક્ષી લુપ્ત પ્રજાતિમાં આવી ગયું છે. તેમાં પણ નર ધોરાડ પક્ષી તો માત્ર એક જ છે. ત્યારે આ એક નર ઘોરાડ પક્ષી છેલ્લા ચાર મહિનાથી ગાયબ છે, અને ત્યારે તેની શોધવા માટે વનવિભાગની ટીમ દિવસ-રાત એક કરી રહી છે.

Mar 3, 2019, 08:53 AM IST
હાઈએલર્ટ બાદ ચીનથી કચ્છ ઉડીને આવેલ એક કબૂતરે પોલીસને દોડતા કર્યાં, પગમાં છે શંકાજનક લખાણ

હાઈએલર્ટ બાદ ચીનથી કચ્છ ઉડીને આવેલ એક કબૂતરે પોલીસને દોડતા કર્યાં, પગમાં છે શંકાજનક લખાણ

 હાલ કચ્છમાં અચાનક મળી આવેલ એક કબૂતરને કારણે કચ્છ પોલીસની ઊંઘ હરામ થઈ ગઈ છે. ચાઈનીઝ ભાષાના સંદેશ સાથે ચીનથી ઉડીને આવેલાં કબૂતરે કચ્છ પોલીસને દોડતા કર્યાં છે. શેખપીર પારે પોલીસે કબૂતરને પકડીને તેની તપાસ શરૂ કરી હતી. 

Feb 18, 2019, 02:22 PM IST
ઓડિયો ક્લિપ વાઈરલ કરીને છબીલ પટેલે કહ્યું, ‘મને ષડયંત્રનો ભોગ બનાવાયો છે’

ઓડિયો ક્લિપ વાઈરલ કરીને છબીલ પટેલે કહ્યું, ‘મને ષડયંત્રનો ભોગ બનાવાયો છે’

 જયંતી ભાનુશાળીની હત્યાને એક મહિનાથી વધુ સમય થયો હોવા છતા પણ હજી સુધી પોલીસ આરોપીઓની પકડથી દૂર છે. ત્યારે આ કેસમાં કથિત આરોપી છબીલ પટેલની ઓડિયો ક્લીપ વાઇરલ થઇ છે. ઓડિયો ક્લીપમાં છબીલ પટેલે પોતે નિર્દોષ હોવાનું રટણ કર્યું હતું. ઓડિયો ક્લિપમાં છબીલ પટેલે કહ્યું કે, મને કોઇ ષડયંત્રનો ભોગ બનાવાયો છે. મને પોલીસની કાર્યવાહીમાં પૂરેપૂરો વિશ્વાસ છે.

Feb 12, 2019, 10:26 AM IST
Video : કચ્છના આયુ માતાના મંદિરમાં થયો ચમત્કાર, આરતી સમયે હલ્યો ધૂપેડો

Video : કચ્છના આયુ માતાના મંદિરમાં થયો ચમત્કાર, આરતી સમયે હલ્યો ધૂપેડો

 કચ્છના માંડવીમાં આવેલ ડોણના આર્યુ માતાના મંદિરમાં ચમત્કાર થયો છે. આ ચમત્કારનો વીડિયો સમગ્ર કચ્છમાં જોતજોતામાં વાઈરલ થઈ ગયો છે. માંડવીની કચ્છ આયુ માતાજીના મંદિરમાં આરતી સમયે ધૂપેડો આપોઆપ હલી રહ્યો છે તેવો વીડિયો સામે આવ્યો છે. 

Feb 11, 2019, 09:34 AM IST
શું જયંતી ભાનુશાળીના હત્યાના દિવસે તેમની પૂર્વ પ્રેમિકા મનીષા કચ્છમાં જ હતી?

શું જયંતી ભાનુશાળીના હત્યાના દિવસે તેમની પૂર્વ પ્રેમિકા મનીષા કચ્છમાં જ હતી?

આ કેસમાં અગાઉ 2008નો બોમ્બ બ્લાસ્ટ કેસનો ભેદ ઉકેલનાર ટેકનિકલ સર્વેલન્સની ટીમ પણ કામ લગાવાઈ છે. ચાલુ ટ્રેનમાં થયેલી આ હત્યાના કેસમાં ટેકનિકલ સર્વેલન્સ દ્વારા બે શકમંદોની ધરપકડ કરાઈ છે અને તેમની સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

Jan 11, 2019, 09:27 AM IST
શું તબેલા માટે કરાયું હતું જયંતી ભાનુશાળી ખૂન? પૂર્વ પ્રેમિકા મનીષા સાથે છે તેનું કનેક્શન

શું તબેલા માટે કરાયું હતું જયંતી ભાનુશાળી ખૂન? પૂર્વ પ્રેમિકા મનીષા સાથે છે તેનું કનેક્શન

જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં તેના ભત્રીજા દ્વારા પાંચ લોકો પર રેલવેમાં ફરિયાદ નોધવામાં આવી છે. પોલીસ ફરિયાદ મુજબ વાપીની એક મહિલા મનીષા ગોસ્વામી તથા છબીલ પટેલ, સિદ્ધાર્થ પટેલ, જયંતિ ઠક્કર તથા એક દલિત આગેવાન સામે ફરિયાદ કરવામાં આવી છે. મનિષા ગોસ્વામી નામની આ મહિલા છેલ્લા એક અઠવાડિયાથી ભૂગર્ભમાં ચાલી ગઇ હોવાનું કહેવાય છે. ત્યારે વિવાદિત મનીષા ગોસ્વામીના માલિકીનો એક તબેલો અને જયંતી ભાનુશાળીનું ફાર્મ હાઉસ આ હત્યાના પગલે વિવાદમાં આવ્યો છે. 

Jan 10, 2019, 11:16 AM IST
ભચાઉ અકસ્માત : એકસાથે 10 લોકોની અર્થી જોઈને હાજર દરેક વ્યક્તિ રડી પડી...

ભચાઉ અકસ્માત : એકસાથે 10 લોકોની અર્થી જોઈને હાજર દરેક વ્યક્તિ રડી પડી...

લોકોએ અશ્રુ સાથે પરિવારજનોને વિદાય આપી હતી. આ સમયે સમગ્ર ગામ હીબકે ચડ્યું હતું. એકસાથે 10 લોકોની અંતિમયાત્રા નીકળતા ગામમાં શોકની લાગણી છવાઇ ગઇ હતી. 

Dec 31, 2018, 10:24 AM IST
કચ્છ માટે કલંકિત રહ્યું 2018, આખા વર્ષમાં અકસ્માતમાં મૃત્યુ પામેલાઓનો આંકડો જાણીને નહિ થાય વિશ્વાસ

કચ્છ માટે કલંકિત રહ્યું 2018, આખા વર્ષમાં અકસ્માતમાં મૃત્યુ પામેલાઓનો આંકડો જાણીને નહિ થાય વિશ્વાસ

 ભચાઉ માટે રવિવાર રક્તરંજિત સાબિત થયો હતો. ત્રિપલ અકસ્માતમાં 10 જણાનો ભોગ લેવાયો હતો. માત્ર રવિવાર જ નહિ, કચ્છ માટે સમગ્ર 2018નું વર્ષ અકસ્માતનું ગ્રહણની જેમ બની રહ્યું હતું. આ વર્ષમાં કચ્છ જિલ્લામાં અનેક એક્સિડન્ટ થયા છે, જેમાં મૃત્યુઆંક 71નો છે. કચ્છ જિલ્લામાં જેમ ભૂકંપની સમસ્યા માથે તોળાતી હોય છે, તેમ હવે અકસ્માતનું ગ્રહણ પણ લાગી ગયું છે. 2018ના સમગ્ર વર્ષ દરમિયાન કચ્છમાં માર્ગ અકસ્માતોની વણથંભી વણઝાર જોવા મળી છે. ત્યારે કરીએ આ અકસ્માતો પર એક નજર... 

Dec 31, 2018, 08:44 AM IST
 કચ્છમાં ભૂકંપના 3 આંચકા, ઊંઘમાંથી સફાળા ઉઠીને દોડ્યા લોકો

કચ્છમાં ભૂકંપના 3 આંચકા, ઊંઘમાંથી સફાળા ઉઠીને દોડ્યા લોકો

કચ્છ/ગુજરાત કચ્છમાં છેલ્લા કેટલાય સમયથી ભૂકંપના આંચકાઓ સતત ચાલુ  છે. ત્યારે ફરી એકવાર ભૂકંપના આંચકાનો અનુભવ થયો છે. જેમાં સવારે 6.21 કલાકે 3.2 ના આંચકા સાથે ભચાઉવાસીઓને ભૂકંપનો આંચકો લાગ્યો. આ કારણે લોકો ઊંઘમાંથી સફાળા જાગી ગયા હતા. 

Dec 20, 2018, 10:39 AM IST
કચ્છ: શિક્ષકોનાં એક ગ્રુપમાં બિભત્સ વીડિયો થયો વાઇરલ, ઘટનાથી ચકચાર

કચ્છ: શિક્ષકોનાં એક ગ્રુપમાં બિભત્સ વીડિયો થયો વાઇરલ, ઘટનાથી ચકચાર

કચ્છનાં રાપર તાલુકાનાં શિક્ષકોનાં એક વ્હોટ્સ એપ ગ્રુપમાં સભ્ય એવા એક શિક્ષક દ્વારા બિભત્સ પ્રકારનો વીડિયો મુકી દેતા હોબાળો મચી જવા પામ્યો છે. સૌથી મહત્વની બાબત છે કે આ ગ્રુપમાં મોટા પ્રમાણમાં મહિલા શિક્ષિકાઓ પણ છે. જો કે આ વીડિયો અપલોડ થયાની ગણત્રીની મિનિટોમાં જ ડિલિટ કરી દેવામાં આવ્યો હતો. વીડિયો ડિલિટ કર્યા બાદ જે સભ્યએ આ વીડિયો મુક્યા હતા તે પણ ગ્રુપમાંથી લેફ્ટ થઇ ગયા હતા. 

Dec 19, 2018, 12:42 PM IST
આજથી ઠંડુગાર બનશે ગુજરાત, કમોસમી વરસાદથી કચ્છ થયું પાણી પાણી

આજથી ઠંડુગાર બનશે ગુજરાત, કમોસમી વરસાદથી કચ્છ થયું પાણી પાણી

 અફઘાનિસ્તાનનાં પૂર્વીય વિસ્તારમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સાથે અપર એર સાયક્લોનિક સરક્યુલેશન સક્રિય થયું છે. જેની અસરથી 10 અને 11 ડિસેમ્બરમાં બે દિવસમાં માવઠાની શક્યતા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી રાજ્યમાં અનેક સ્થળે ઝાપટાં અને અમદાવાદમાં વાદળિયા વાતાવરણ વચ્ચે વરસાદી છાંટા પડવાનો વરતારો હવામાન વિભાગે કર્યો છે. 12થી 13 ડિસેમ્બર બાદ બેથી ત્રણ ડિગ્રી ગગડતાં કાતિલ ઠંડી શરૂ થવાની શક્યતા છે. તો બીજી તરફ, ભર શિયાળે કચ્છના લખપતમાં વરસાદ પડ્યો છે. 

Dec 10, 2018, 10:41 AM IST
મુંબઈ હુમલાની વરસીના એક દિવસ બાદ કચ્છ સરહદે મળી આવી પાકિસ્તાની બોટ

મુંબઈ હુમલાની વરસીના એક દિવસ બાદ કચ્છ સરહદે મળી આવી પાકિસ્તાની બોટ

હાલ બીએસએફ તથા અન્ય એજન્સીઓ દ્વારા સર્ચ ઓપરેશન યથાવત રાખવામાં આવ્યું છે.  આ બોટ કેવી રીતે અંદર આવી તેની તપાસ ચાલુ છે. 

Nov 27, 2018, 02:26 PM IST
ખોદ્યો ભૂજનો ડુંગર, મળ્યું કરોડો વર્ષ જુનુ મહાકાય મગરનું ઈંડું

ખોદ્યો ભૂજનો ડુંગર, મળ્યું કરોડો વર્ષ જુનુ મહાકાય મગરનું ઈંડું

મૂળ માધાપરના અને વર્ષોથી લંડન સ્થાયી થયેલાં ડૉક્ટર હિરજી એમ. ભુડીયા અને ભુજના જાંબુડી ગામના રહીશ હરપાલસિંહ જાડેજાની સંયુક્ત શોધખોળ દરમિયાન આ ઈંડાનું અશ્મિ મળી આવ્યું છે. આ અશ્મિને પ્રિઝર્વ કરી તેનો સઘન અભ્યાસ કરવામાં આવશે. 

Nov 26, 2018, 11:52 AM IST
સાહસ જેના જેના રોમ રોમમાં વ્યાપેલું છે, તેવી ગુજરાતની એકમાત્ર પ્રજા એટલે કચ્છીઓ...

સાહસ જેના જેના રોમ રોમમાં વ્યાપેલું છે, તેવી ગુજરાતની એકમાત્ર પ્રજા એટલે કચ્છીઓ...

લોકોના મગજમાં જ્યારે પણ કચ્છની વાત આવે ત્યારે સૌથી પહેલા ભૂકંપ યાદ આવે. આ એ જ જિલ્લો છે, જેની પ્રજાએ હંમેશા તેનું સાહસ બતાવ્યું છે, પછી તે ભૂકંપની તારાજીમાંથી ફરીથી બેઠા થવાની વાત, કે પછી હજારો માઈલ દૂર દરિયો ખેડવાની વાત હોય. આજે વાત કરીએ આવા જ સાહસી જિલ્લાના સાહસિક લોકોની.

Nov 19, 2018, 05:13 PM IST
જવાનો સાથેનો આ અનુભવ ક્યારેય નહીં ભુલાયઃ સોનાક્ષી સિન્હા

જવાનો સાથેનો આ અનુભવ ક્યારેય નહીં ભુલાયઃ સોનાક્ષી સિન્હા

બોલિવૂડની જાણીતી અભિનેત્રી સોનાક્ષી એક ફિલ્મના શૂટિંગ માટે ભૂજમાં છે, તે ભુજના આર્મી કેન્ટોનમેન્ટમાં સવારે જવાનો સાથે વોલિબોલ રમી હતી અને તેનો વીડિયો ટ્વીટર પર શેર કર્યો હતો

Oct 13, 2018, 08:25 PM IST
ભચાઉમાં જૈન સાધ્વી પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો થતાં ચકચાર

ભચાઉમાં જૈન સાધ્વી પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો થતાં ચકચાર

જૈન સાધ્વી જ્યારે વહોરીને પરત ફરી રહ્યા હતા ત્યારે માંડવી ચોકમાં બાઈક સવાર ત્રણ શખ્સોએ હુમલો કરીને ફરાર થઈ ગયા 

Oct 7, 2018, 07:54 PM IST
ગાંધીધામ નજીક જીપ પલટી જતાં એક જ પરિવારનાં ચારનાં મોત થતાં અરેરાટી

ગાંધીધામ નજીક જીપ પલટી જતાં એક જ પરિવારનાં ચારનાં મોત થતાં અરેરાટી

અસ્થિ વિસર્જન કરીને પરત ફરતા સમયે માખેલ પલાસવા રોડ ખાતે અચાનક જ જીપ પલટી જતાં ગંભીર અકસ્માત સર્જાયો

Sep 28, 2018, 11:18 PM IST