ભુજ ન્યૂઝ

Deendayal Port Kandla બનશે ગુજરાતના વિકાસનું હબ, કંડલા વાડીનાર વચ્ચે રો-રો ફેરી સર્વિસ પણ ચાલુ કરાશે

Deendayal Port Kandla બનશે ગુજરાતના વિકાસનું હબ, કંડલા વાડીનાર વચ્ચે રો-રો ફેરી સર્વિસ પણ ચાલુ કરાશે

કેન્દ્રીય શિપિંગ મંત્રી મનસુખ માંડવીયા (Mansukh Mandaviya) ના માર્ગદર્શન તળે શિપિંગ મંત્રાલયના નેજા હેઠળ બંદરીય ક્ષેત્રોમાં ઉદ્યોગો સહિત આયાત નિકાસને પ્રોત્સાહન આપવા સાથે વિવિધ પગલાં ભરાઈ રહ્યા છે. આ અંતર્ગત આગામી 2 માર્ચ થી 4 માર્ચ દરમિયાન દીનદયાળ પોર્ટ કંડલા (Deendayal Port Kandla) દ્વારા ઈન્ટરનેશનલ મેરી ટાઈમ સમિટનું આયોજન કરાયું છે.

Feb 26, 2021, 08:01 PM IST
પેટ્રોલ-ડીઝલના, ગેસના વધતા ભાવો વચ્ચે કચ્છથી આવ્યા મહત્વના અપડેટ

પેટ્રોલ-ડીઝલના, ગેસના વધતા ભાવો વચ્ચે કચ્છથી આવ્યા મહત્વના અપડેટ

કચ્છમાં તેલનો ભંડાર છે. લગભગ ૩૦ વર્ષથી સંશોધન કરવામાં આવી રહ્યું છે, જેમાં સફળતા મળી ભુજ-માંડવી હાઈવે પર આવતા ડુંગરોના પથ્થરો ઓઈલને પકડી રાખે છે નલિયાથી દરિયામાં પાંચ કિલોમીટરમાં જઈએ તો એ જ પથ્થરમાં ઓઈલ અને ગેસ છે

Feb 19, 2021, 01:18 PM IST
સગા ભાઈએ સગપણને સાંકળે બાંધ્યું, ભૂકંપ બાદ પાગલ થયેલ યુવાનને 9 વર્ષ સુધી બાંધી રાખ્યો

સગા ભાઈએ સગપણને સાંકળે બાંધ્યું, ભૂકંપ બાદ પાગલ થયેલ યુવાનને 9 વર્ષ સુધી બાંધી રાખ્યો

નવ વર્ષનો સમયગાળો યુવક માટે બહુ પીડાદાયક રહ્યો હતો. જ્યારે ટ્રસ્ટના યુવાનોની ટીમ સ્થળ પર પહોંચી તેની પાસે પાણીની બોટલ કે જે છેલ્લે ક્યારે સાફ થઇ હશે તેની પણ ખબર નથી તેવી ગંદી હાલતમાં હતી યુવકની પાસે પાણી ભરેલું હતું અને રોટલી પણ ધૂળમાં રગદોળાતી હતી. આ રોટલી ઉપાડીને સચિન આરોગતો હતો શિયાળાની ઠંડીમાં સામાન્ય માણસ પણ થરથરી જાય, ત્યાં આ માનસિક બીમારને ખુલ્લામાં રખાતાં તે ઠારના કારણે બૂમો પાડતો

Feb 11, 2021, 10:08 AM IST
Mundra બાદ માંડવીમાં પોલીસની જોહુકમી, ગોસ્વામી યુવકને લાકડીથી માર માર્યાનો આક્ષેપ

Mundra બાદ માંડવીમાં પોલીસની જોહુકમી, ગોસ્વામી યુવકને લાકડીથી માર માર્યાનો આક્ષેપ

મુન્દ્રા પોલીસના મારથી યુવાનોની ઘટના હજુ શાંત થઈ નથી ત્યાં માંડવી પોલીસની જોહુકમીનો બનાવ સામે આવ્યો છે. ગુંદિયાળીના હાલ માંડવીમાં રહેતા વેપારી યુવકને પોલીસે લાકડીથી માર માર્યાની ઘટના સામે આવી છે. ત્યારે આ મામલે એસ પીને રજૂઆત પણ કરવામાં આવી છે

Feb 8, 2021, 10:19 PM IST
Custodial Death Case: મુન્દ્રા પોલીસ મથકે યુવાનોને ઢોર માર મારતા બેનાં મોત, લોકોમાં ઉગ્ર રોષ

Custodial Death Case: મુન્દ્રા પોલીસ મથકે યુવાનોને ઢોર માર મારતા બેનાં મોત, લોકોમાં ઉગ્ર રોષ

મુન્દ્રા તાલુકાના સમાઘોઘા ગામના ચારણ યુવાનો પર મુન્દ્રા પોલીસ મથકે દમન ગુજારાતા બે યુવાનોના મોત નિપજતા કચ્છ સહિત રાજ્યભરમાં તેના ઘેરા પ્રત્યાઘાતો પડયા છે. રક્ષક જ ભક્ષક બને ત્યારે આમપ્રજા કેમ સુરક્ષિત રહી શકે તેવો રોષ પણ ભભૂકી રહ્યો છે. આ ઘટનામાં સામેલ તમામ જવાબદારોને તાત્કાલિક ધરપકડ કરવામાં આવે તેવી માંગ સાથે આજે ચારણ સમાજ દ્વારા મુન્દ્રા બંધનું એલાન અપાતા અન્ય સમાજો તેમજ વેપારી એસોસિએશનએ પણ તેને સમર્થન આપતા બંધને સજ્જળ પ્રતિસાદ સાંપડયો છે.

Feb 8, 2021, 08:53 PM IST
કચ્છ પોલીસની કસ્ટડીમાં 2 યુવકોનું મોત થતા ગઢવી સમાજ રોષે ભરાયો

કચ્છ પોલીસની કસ્ટડીમાં 2 યુવકોનું મોત થતા ગઢવી સમાજ રોષે ભરાયો

સમાઘોઘા ઘરફોડ ચોરીના અન્ય શકમંદ ઘાયલનું મોત થતાં ગઢવી સમુદાય લાલઘૂમ મુન્દ્રામાં ગઢવી યુવાનના કસ્ટડીયલ ડેથ બાદ સમાજે લાશ સ્વીકારવાની ના કહી પોલીસકર્મીઓના ઢોર માર થકી 16માં દિવસે સારવાર દરમ્યાન યુવકનું મૃત્યુ થયું 

Feb 7, 2021, 11:02 AM IST
ગુજરાતનું સૌથી મોટું બચત કૌભાંડ આવ્યું સામે, શું તમારું પણ પોસ્ટમાં રિકરિંગ એકાઉન્ટ છે?

ગુજરાતનું સૌથી મોટું બચત કૌભાંડ આવ્યું સામે, શું તમારું પણ પોસ્ટમાં રિકરિંગ એકાઉન્ટ છે?

કચ્છમાં જ નહિ પરંતુ ગુજરાત નું સૌથી મોટું આર્થિક કૌભાંડ આજે ભુજની પોસ્ટ ઓફિસમાં બહાર આવ્યું છે.  8.25 કરોડ રૂપિયાની ગોબાચારી કરાઈ ને પોસ્ટમાં બચત કરનારાઓ સાથે છેતરપિંડી કરાઈ છે. ભુજની રાવલવાડી પોસ્ટ ઓફિસમાં આર્થિક કૌભાંડ બહાર આવ્યું છે. 8.25 કરોડ રૂપિયાની ગોબાચારી કરાઈને પોસ્ટમાં બચત કરનારાઓ સાથે છેતરપિંડી કરાઈ છે. પોસ્ટ ખાતાના કર્મચારીઓની સંડોવણી હોય કે બેદરકારી અને મહિલા એજન્ટ અને તેના પત્નીની સંડોવણીથી એક મોટું આર્થિક કૌભાંડ આચરાયું હોવાની વિગતો સપાટી પર આવી રહી છે. 

Feb 5, 2021, 05:57 PM IST
કુદરતને પડકાર ફેંકીને કચ્છના ખેડૂતે અશક્યને શક્ય બનાવ્યું

કુદરતને પડકાર ફેંકીને કચ્છના ખેડૂતે અશક્યને શક્ય બનાવ્યું

હવે એ દિવસો દૂર નહિ હોય જ્યાં ગુજરાતના ખેડૂતો દુનિયાભરના ખેડૂતોને ખેતીના વિકાસમાં નવી રાહ ચીંધશે કચ્છમાં શિયાળાની આકરી ઠંડીમાં સ્ટ્રોબેરી થકી ખેડૂતો સારી આવક રળી શકે છે તે કચ્છી ખેડૂતે સાબિત કરી બતાવ્યું 

Feb 3, 2021, 03:27 PM IST
Kutch માં એક સાથે ત્રણ બાળકોના મોત, હુશેનીવાઢ ધ્રોબા ગામમાં ફરી વળ્યું શોકનું મોજું

Kutch માં એક સાથે ત્રણ બાળકોના મોત, હુશેનીવાઢ ધ્રોબા ગામમાં ફરી વળ્યું શોકનું મોજું

કચ્છના (Kutch) એક ગામમાં 3 બાળકોના મોતની ઘટના સામે આવી છે. ગામ નજીક આવેલી નદી પાસે રમવા ગયેલા બાળકો માટીમાં દટાયેલી હાલતમાં મળી આવ્યા હતા. જો કે, બાળકોના મોતના સમાચારથી આખા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું

Feb 1, 2021, 01:59 PM IST
ગુજરાતને પગલે પીએમ મોદીની કાશી ચાલશે, ગંગા કિનારે બનશે ટેન્ટ સિટી

ગુજરાતને પગલે પીએમ મોદીની કાશી ચાલશે, ગંગા કિનારે બનશે ટેન્ટ સિટી

‘કચ્છ નહીં દેખા તો કૂછ નહીં દેખા....’ ની તર્જ પર કચ્છનો  પર્યટક સ્થળ તરીકે થયેલા વિકાસની દુનિયા ભરમાં નોંધ લેવાઈ છે. ત્યારે વધુ એક પ્રદેશ કચ્છના રણોત્સવ (kutch rann utsav) થી પ્રેરણા લઈ મહોત્વનું આયોજન કરવા જઈ રહ્યું છે. રણોત્સવની થીમ પર ભગવાની શિવની નગરીમાં કાશી મહોત્સવનું આયોજન કરાશે. તંત્રએ ગંગા કિનારે કાશી મહોત્સવ (kashi mahotsav) નું આયોજન કરવાની તૈયારી હાથ ધરી છે. ગંગા નદીના કાંઠે ટેન્ટ સિટી (tent city) બનાવવાની સાથે સ્થાનિક કલાકારોને રોજગારી આપવાનું આયોજન કરાયું છે. જેના માટે ગત મહિને સર્વે પૂર્ણ કરી મંજૂરી માટે ફાઇલ કલેક્ટરને મોકલી દેવામાં આવી છે.

Jan 31, 2021, 10:32 AM IST
સગાવ્હાલા માટે ટિકિટ માંગનારા નેતાઓનો પાટીલે એક ઝાટકે છેદ ઉડાવી દીધો, જાણો શું કહ્યું

સગાવ્હાલા માટે ટિકિટ માંગનારા નેતાઓનો પાટીલે એક ઝાટકે છેદ ઉડાવી દીધો, જાણો શું કહ્યું

ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ સી.આર.પાટીલે ગઈકાલે ભૂજમાં ભાજપના કાર્યક્રમમાં હાજરી આપી હતી. પેજ કમિટીના પ્રમુખોને આઈ કાર્ડ વિતરણ કરવા સાથે સરપંચો સાથે સંવાદ કરવામાં આવ્યો હતો. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ( Local Body Polls) પૂર્વે ભૂજમાં પાટીલે પ્રચાર કરી કાર્યકરોને ચૂંટણીમાં કામે લાગી જવા આહવાન કર્યું હતું. ભૂજ એરપોર્ટ પર સી.આર પાટીલ (cr patil) ના ભવ્ય સત્કાર બાદ રોડ શો યોજવામાં આવ્યો હતો. ઢોલ અને નગારાના તાલે પાટીલનું ભૂજમાં સન્માન કરાયું હતું. આગામી વિધાનસભા ચૂંટણીમાં ભાજપને 182 સીટ મળે એ માટે 182 કમળથી અભિવાદન કરવામાં આવ્યું હતું. તો બીજી તરફ, સરપંચો સાથે સંવાદનો કાર્યક્રમ હોવાથી સ્ટેજ પણ

Jan 30, 2021, 07:59 AM IST
ઢોર ચરાવતા ચરાવતાં બોર્ડર પાર કરી ગયેલા યુવકનું 12 વર્ષે પરિવાર સાથે થયું મિલન

ઢોર ચરાવતા ચરાવતાં બોર્ડર પાર કરી ગયેલા યુવકનું 12 વર્ષે પરિવાર સાથે થયું મિલન

દિનારાના ઇસ્માઇલને વિશ્ર્વાસ ન હતો જીવતો પરિવારને મળીશ; 12 વર્ષે કચ્છમાં પરિવાર સાથે મિલન થયું. ભુજ તાલુકાના ખાવડા નજીક આવેલા દિનારા ગામનો ઇસ્માઇલ સમા પશુઓ ચરાવવા ગયા બાદ પરત ફર્યો ન હતો. 2008માં ગુમ થયા બાદ પરિવારે અનેક જગ્યાએ શોધખોળ કરી પરંતુ ઇસ્માઇલ સમાનો કોઇ પત્તો લાગ્યો નહી. જો કે વર્ષો બાદ પરિવારને ખબર પડી કે ઇસ્માઇલ તો પાકિસ્તાન જેલમાં બંધ છે. 2016-17માં પરિવારને ભાળ મળ્યા બાદ પરિવારના સભ્યો અને સામાજીક આગેવાનોએ તેની મુક્તી માટે પ્રયત્નો શરૂ કર્યા હતા. થોડા દિવસ પહેલા ઇસ્લામાબાદ કોર્ટે ઇસ્માઇલને મુક્ત કરવાના આદેશ કર્યા હતા. જો કે કાનુની પ્રક્રિયા પુર્ણ ન થઇ હોવાથી પરિવારને ઇસ્માઇલનો

Jan 29, 2021, 06:20 PM IST
કચ્છમાં ઉપરાઉપરી ભૂકંપના 4 આંચકા આવ્યા, અડધી રાત્રે ઘર બહાર દોડ્યા લોકો

કચ્છમાં ઉપરાઉપરી ભૂકંપના 4 આંચકા આવ્યા, અડધી રાત્રે ઘર બહાર દોડ્યા લોકો

કચ્છની ધરા ફરી એકવાર ધણધણી ઉઠી છે. આજે સવારે કચ્છ (kutch) માં ઉપરાઉપરી ભૂકંપના ચાર આંચકા અનુભવાયા છે. ઉપરાઉપરી ચાર આંચકા (earthquake) થી લોકો ભયભીત બની ગયા હતા અને ઘરમાંથી દોડીને બહાર આવી ગયા હતા. 

Jan 29, 2021, 10:24 AM IST
લોકશાહીમાં સરપંચનું મહત્વ PM જેટલું, સાંસદને પણ ગામમાં ઘુસતા પહેલા પુછવું પડે છે: પાટીલ

લોકશાહીમાં સરપંચનું મહત્વ PM જેટલું, સાંસદને પણ ગામમાં ઘુસતા પહેલા પુછવું પડે છે: પાટીલ

ગુજરાત પ્રદેશ ભાજપ (BJP)ના પ્રમુખ સી.આર.પાટીલે (C.R Patil) ભુજમાં ભાજપ (BJP)ના કાર્યક્રમમાં હાજરી આપી હતી પેજકમિટી (page committee)ના પ્રમુખોને આઈ કાર્ડ (I CARD) વિતરણ કરવા સાથે સરપંચ (Sarpanch)ો સાથે સંવાદ કરવામાં આવ્યો હતો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે ભુજમાં પાટીલે પ્રચાર કરી કાર્યકરોને ચૂંટણીમાં કામે લાગી જવા આહવાન કર્યું હતું. ભુજ એરપોર્ટ પર સી.આર.પાટીલના ભવ્ય સત્કાર બાદ રોડ શો યોજવામાં આવ્યો હતો. ઢોલ અને નગારાના તાલે પાટીલનું ભુજમાં સન્માન કરાયું હતું. આગામી વિધાનસભા ચૂંટણીમાં ભાજપ (BJP)ને 182 સીટ મળે એ માટે 182 કમળથી અભિવાદન કરવામાં આવ્યું હતું. 

Jan 28, 2021, 06:10 PM IST
કચ્છનું સફેદ રણ જોઈ ડો.સુભાષ ચંદ્રાજી બોલ્યા, અહીંના લોકોની મીઠાશ મારા માટે આજીવન સંભારણું બની રહેશે

કચ્છનું સફેદ રણ જોઈ ડો.સુભાષ ચંદ્રાજી બોલ્યા, અહીંના લોકોની મીઠાશ મારા માટે આજીવન સંભારણું બની રહેશે

કચ્છની સરહદે (kutch border) આવેલા વોર મેમોરિયલની મુલાકાત સુભાષ ચંદ્રાજીએ લીધી હતી અને શ્રદ્ધા સુમન સ્વરૂપ પુષ્પો અર્પણ કર્યા હતા. ગણતંત્ર દિવસ પર તેમણે મા ભોમનું રખોપુ કરતા શહીદ થયેલા આ જવાનોને તેમણે આ સ્થળે શ્રદ્ધા સુમન સાથે વંદન કર્યા 

Jan 27, 2021, 10:35 AM IST
KUTCH: આરોપીના કસ્ટોડિયલ ડેથ મુદ્દે PI સહિત 6 પોલીસ કર્મચારીઓ સસ્પેન્ડ

KUTCH: આરોપીના કસ્ટોડિયલ ડેથ મુદ્દે PI સહિત 6 પોલીસ કર્મચારીઓ સસ્પેન્ડ

* ચોરીનાં ગુનામા ઝડપાયેલા યુવાનને પુછપરછનાં નામે અમાનુષી અત્યાચાર કરવામાં આવ્યો * યુવાનને પોલીસ સ્ટેશનમાં ગોંધી રાખવા બાબતે પોલીસ ઇન્સપેક્ટરને જવાબદાર ઠેરવાયા

Jan 23, 2021, 08:14 PM IST
24 કલાકમાં કચ્છમાં ભૂકંપના 5 આંચકા નોંધાયા, દરેકની તીવ્રતા અલગ-અલગ

24 કલાકમાં કચ્છમાં ભૂકંપના 5 આંચકા નોંધાયા, દરેકની તીવ્રતા અલગ-અલગ

સતત આવતા આંચકાથી કચ્છવાસીમાં ભયનો માહોલ રહેતો હોય છે. કચ્છવાસીઓને તેની આદત પડી ગઈ છે ભૂકંપના અતિ સક્રિય એવા ઝોન-5માં આવતા કચ્છમાં સમયાંતરે નાના-મોટા અને અતિ વિનાશકારી આંચકા પેટાળને હલબલાવી નાંખતા હોય છે

Jan 21, 2021, 08:23 AM IST
ગુજરાતી ગર્લને અમેરિકાના નવા રાષ્ટ્રપતિ જો બાઈડેનની ટીમમાં મળ્યું સ્થાન

ગુજરાતી ગર્લને અમેરિકાના નવા રાષ્ટ્રપતિ જો બાઈડેનની ટીમમાં મળ્યું સ્થાન

અમેરિકામાં નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ જો બાઈડેન 20 જાન્યુઆરીએ વ્હાઈટ હાઉસમાં શપથ ગ્રહણ કરશે. ત્યારે નવા રાષ્ટ્રપિત તરીકે ચૂંટાયેલા જો બાઈડેનની ટીમમાં બે ગુજરાતીઓ સહિત 20 ભારતીયઓને ખાસ જવાબદારીઓ સોંપવામાં આવી છે

Jan 19, 2021, 03:45 PM IST
કિડાણા કોમી રમખાણ મર્ડર સહિત 3 ફરિયાદ, પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવાયો

કિડાણા કોમી રમખાણ મર્ડર સહિત 3 ફરિયાદ, પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવાયો

ગાંધીધામના કિડાણા ગામમાં લઘુમતી વિસ્તારમાંથી પસાર થરી રામ મંદિર નિધિની રથયાત્રા પર પથ્થરમારો થયા બાદ બે જુથ સામસામે આવી ગયા હતા. જેમાં એકનું શંકાસ્પદ મોત થયું હતું. જોત જોતામાંસ્થિતી બેકાબુ થતા વાહનો સળગ્યા હતા. ત્યારે આજે કિડાણા હનુમાન મંદિર ખાતે વીહીપ, મંદિરના મહંત અને અન્ય લોકો એકત્ર થયા હતા. જ્યારે ઘટનાની ગંભીરતાને જોતા પોલીસનો મોટો કાફલો ખડકી દેવાયો હતો. પોલીસે આ મુદ્દે 3 ફરિયાદ નોંધીને 40 જેટલા લોકોની અટકાયત કરી છે. 

Jan 18, 2021, 08:21 PM IST
કચ્છના આ સ્થળે ગાયો સાથે અનોખા સ્વરૂપે ઉજવાય છે ઉતરાયણ, જાણો ખાસ ઇતિહાસ

કચ્છના આ સ્થળે ગાયો સાથે અનોખા સ્વરૂપે ઉજવાય છે ઉતરાયણ, જાણો ખાસ ઇતિહાસ

અબડાસાના રાતા તળાવ ખાતે આવેલી વાલરામજી મહારાજ ગૌસેવા ટ્રસ્ટ દ્વારા આજે મકર સંક્રાતિની વિશેષ રીતે ઉજવણી કરવામાં આવી હતી. ભારતીય સંસ્કૃતિમાં ગાયોને પૂજનીય ગણાય છે. ત્યારે મકર સંક્રાતિએ 6500 જેટલી ગાયો અને ગૌવંશનું પૂજન આરતી બાદ ખોળ, ભુંસો, સુખડી ગોળ અને તેલ સાથેનું જમણ કરાવાયુ હતું. કડકડતી ઠંડીમાં આ ગૌવંશને રક્ષણ મળે તે હેતુથી આ ખોરાક તેમને અપાય છે. 

Jan 14, 2021, 03:31 PM IST