ભુજ ન્યૂઝ

8મીએ ખૂલશે કચ્છના પ્રખ્યાત માતાના મઢના દરવાજા, આરતીમાં પૂજારી સિવાય કોઈને પ્રવેશ નહિ

8મીએ ખૂલશે કચ્છના પ્રખ્યાત માતાના મઢના દરવાજા, આરતીમાં પૂજારી સિવાય કોઈને પ્રવેશ નહિ

અનલોક  1માં રાજ્યમાં 8 તારીખે મંદિરોના દ્વાર ખોલવામાં આવશે. ત્યારે મંદિરો ખોલવાને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ છે. સતત બે મહિના સુધી લોકડાઉનમાં મંદિરના દરવાજા બંધ રહ્યા હતા. ત્યારે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરાવીને મંદિર ખોલવામા આવશે. ત્યારે કચ્છનું પ્રખ્યાત માતાના મઢ (mata no madh) નું મંદિરના દ્વાર પણ ખૂલશે. 8 જૂનથી આશાપુરા માતાજીના દર્શન થઈ શકશે. 

Jun 4, 2020, 07:48 AM IST
ગુજરાત તરફ સક્રિય થયેલુ વાવાઝોડું આ શહેરોમાં લાવશે ભારેથી અતિભારે વરસાદ

ગુજરાત તરફ સક્રિય થયેલુ વાવાઝોડું આ શહેરોમાં લાવશે ભારેથી અતિભારે વરસાદ

દક્ષિણ પૂર્વ અને આસપાસના પૂર્વીય ક્ષેત્ર અરબ સાગર અને લક્ષદ્વીપમાં ઓછું દબાણ સર્જાયું છે. આગામી 24 કલાક દરમિયાન આ દબાણ વાવાઝોડાનું સ્વરૂપ લેશે, અને તે ભારે ચક્રવાતમાં પરિણમશે. ત્યારે 2 જૂન સવારથી આ વાવાઝોડું ઉત્તર તરફ વળે તેવી શક્યતા છે. જેને કારણે 3 જૂનથી ઉત્તર મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કાંઠા વિસ્તારમાં વાવાઝોડું ટકરાય તેવી સંભાવના છે. પહેલા આ ચક્રવાત ઓમાન તરફ જવાનું હતું, પણ હવે ફંટાઈને ગુજરાત તરફ વળ્યું છે.  

May 31, 2020, 04:39 PM IST
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ!, જખૌ મત્સ્ય બંદરે લેવાયા તકેદારીના પગલાં

ગુજરાત પર વાવાઝોડાનું સંકટ!, જખૌ મત્સ્ય બંદરે લેવાયા તકેદારીના પગલાં

ગુજરાત પર વાવાઝોડા નું સંકટ તોળાઈ રહ્યું છે. ભારત માથે જાણે કુદરત રૂઠી હોય તેવું લાગી રહ્યું છે. કોરોના (Corona Virus) સંકટ બાદ પશ્ચિમ બંગાળ અને ઓરિસ્સાને એમ્ફાન નામનાં વાવાઝોડાએ ધમરોળ્યું હતું. ત્યાં ફરી એકવાર ગુજરાતના કાંઠે અરબી સમુદ્રમાં નવું તોફાન સર્જાઇ રહ્યું હોવાની હવામાન વિભાગે આગાહી કરી છે. આ વાવાઝોડુ 3-4 જૂન વચ્ચે ગુજરાતના દરિયા કાંઠે અથડાઇ શકે છે. જખૌ મત્સ્ય બંદરે તકેદારીના પગલાં લેવાયા છે. દરિયામાં માછીમારી માટે ગયેલી 100 બોટ પરત બોલાવવામાં આવી છે. બે મહિના સુધી માછીમારી પર પ્રતિબંધ મૂકાયો છે. 

May 31, 2020, 11:51 AM IST
કચ્છમાં લોકડાઉનમાં 100થી વધુ પરિવારોમાં લગ્નની શરણાઈ વાગી

કચ્છમાં લોકડાઉનમાં 100થી વધુ પરિવારોમાં લગ્નની શરણાઈ વાગી

લોકડાઉનમાં સોશિયલ ડિન્સિંગનું પાલન કરાવીને લગ્ન કરવાની છૂટ આપવામાં આવી છે, ત્યારે આ છૂટનો સૌથી વધુ લાભ કચ્છીઓએ લીધો છે. કચ્છમાં લોકડાઉન દરમિયા 100થી વધુ લગ્નની શરણાઈ વાગી છે. મામલતદાર દ્વારા લગ્નની મંજૂરી અપાઈ છે. લગ્નમાં માત્ર 50 લોકોની હાજરી વચ્ચે વિધી યોજાઈ હતી. ક્યાંક ધામધૂમથી, તો ક્યાંક સાદગીથી લગ્ન યોજાયા હતા. કોરાનાની મહામારી કારણે લોકડાઉન લાગી જતા લગ્ન સહિતના અનેક કાર્યક્રમો રદ્દ કરવાની ફરજ પડી હતી. લોકડાઉન-4માં લગ્નને મંજૂરી આપવામાં આવી હતી. જેથી કચ્છમાં 100થી વધુ લોકોને લગ્ન માટેની મંજુરી આપવામાં આવી હતી. ભૂજમાં 10થી વધુ અને માંડવીમાં 25 સહિત ગાંધીધામ, મુન્દ્રા તેમજ અન્ય તાલુકાઓમાં

May 30, 2020, 08:56 AM IST
કોરોનાના નવા કેસ મામલે કચ્છ જિલ્લાએ વડોદરા-ભાવનગર-રાજકોટને પણ પાછળ પાડી દીધું

કોરોનાના નવા કેસ મામલે કચ્છ જિલ્લાએ વડોદરા-ભાવનગર-રાજકોટને પણ પાછળ પાડી દીધું

ગુજરાતમાં જે નવા કેસનો આંકડો સામે આવ્યો તેમાં 21 કેસની સાથે કચ્છ જિલ્લો ત્રીજા નંબરે ઉપર આવી ગયું છે. નવા નોંધાયેલા આજે પોઝિટિવ કેસમાં અમદાવાદ અને સુરત બાદ કચ્છ ત્રીજા નંબરે છે. આમ, કચ્છ જિલ્લા નવા પોઝિટિવ કેસ મામલે વડોદરા, ભાવનગર, રાજકોટને પણ પાછળ રાખી દીધું છે. જોકે, કચ્છની યાદીમાં છબરડો હોવાનું સામે આવ્યું છે. આ અગાઉ પણ તંત્ર દ્વારા દર્દીના નામનાં છબરડો વાળવામાં આવ્યો હતો. 

May 20, 2020, 08:56 AM IST
દુબઇમાં વસતા કચ્છી વ્યક્તિનો વીડિયો વાયરલ, કચ્છના લોકોને કરી આ અપીલ

દુબઇમાં વસતા કચ્છી વ્યક્તિનો વીડિયો વાયરલ, કચ્છના લોકોને કરી આ અપીલ

કચ્છમાં વધતા કોરોના કેસ અંગે દુબઇથી કચ્છીની વ્યથાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. કચ્છ અને બૃહદ કચ્છના લોકોને ખાસ ભલામણ કરી છે. દુબઇમાં વસતા કચ્છીએ ત્યાં પણ કચ્છની ચિંતા સેવી સાવચેતીની અપીલ સાથે વીડિયો વાયરલ કર્યો છે.

May 18, 2020, 09:04 PM IST
માંડવી : ક્વોરેન્ટાઇનમાં લોકોને વંદાયુક્ત શાક મળતા મોટો હંગામો થયો

માંડવી : ક્વોરેન્ટાઇનમાં લોકોને વંદાયુક્ત શાક મળતા મોટો હંગામો થયો

કચ્છના માંડવીમાં ઇન્સ્ટિટ્યુશનલ ક્વોરેન્ટાઇનમાં લોકોને વંદાયુક્ત શાક મળતા મોટો હંગામો થયો હતો. માંડવીની સરકારી કુમાર છાત્રાલયમાં ઇન્સ્ટિટ્યુશનલ ક્વોરેન્ટાઇન કરાયેલા લોકોના ખોરાકમાં મૃત જીવાત નીકળતા લોકોએ વિરોધ દર્શાવ્યો હતો. ક્વોરેન્ટાઇમાં રહેલા લોકોએ સાથે મળીને આ અંગે વિરોધ કર્યો હતો. આ સાથે જ અહી રહેતા લોકોને વિવિધ સુવિધાઓ સારી રીતે ન મળતી હોય તેવી પણ ફરિયાદો કરી હતી. લોકોએ જણાવ્યું કે, અહીં લોકોને સ્નાન કરવા માટે ડોલ કે ડોલચાની પણ વ્યવસ્થા નથી હોતી. લોકો ખોબામાં પાણી ભરીને ન્હાવુ પડે છે. દર્દીઓએ ખોરાક અને અન્ય સુવિધા સારી અપાય તેવી માંગ છે. 

May 15, 2020, 11:34 PM IST
Vizag ગેસકાંડમાં આંધ્રપ્રદેશની વ્હારે આવ્યું ગુજરાત, ગેસ લિકેજને નિયંત્રણ કરતું કેમિકલ મોકલાયું

Vizag ગેસકાંડમાં આંધ્રપ્રદેશની વ્હારે આવ્યું ગુજરાત, ગેસ લિકેજને નિયંત્રણ કરતું કેમિકલ મોકલાયું

વિશાખાપટ્ટનમ ગેસકાંડ બાદ આંધ્ર પ્રદેશના વ્હારેની ગુજરાત આવ્યું છે. મુન્દ્રા અદાણી પોર્ટમાંથી કેમિકલનો જથ્થો આંધ્રપ્રદેશ માટે મોકલાયો છે. એરફોર્સના એએન-32 ટુ એરક્રાફ્ટ  દ્વારા ડોર્ફ કેટલ કેમિકલનો જથ્થો આજે મુન્દ્રા હવાઈ પટ્ટીથી વિશાખાપટ્ટનમ મોકલી અપાયો છે. સ્ટાઈરીન (styrene)  ઇન હેબીટરથી હવે એલજી પોલિમર કંપનીમાં ગેસ લિકેજ (Vizag Gas Leak) ની સામેની વ્યવસ્થા વધુ મજબૂત બનશે. 

May 10, 2020, 03:50 PM IST
ગુજરાતમાં ચીન બાદ હવે પાકિસ્તાની સહરદથી આવ્યુ જૂનુ અને જાણીતું સંકટ

ગુજરાતમાં ચીન બાદ હવે પાકિસ્તાની સહરદથી આવ્યુ જૂનુ અને જાણીતું સંકટ

કોરોનાના સંકટ વચ્ચે રાજ્યના સરહદી વિસ્તારોના લોકોના માથે વધુ એક સંકટ આવીને ઉભુ છે. સરહદી વિસ્તારોમાં ફરીથી તીડનું આક્રમણ થવાની તૈયારીમાં છે. કચ્છ, બનાસકાંઠા, મહેસાણા, પાટણ જિલ્લાની બોર્ડર પર તીડના આતંકની શક્યતા છે. આ મામલે કૃષિ વિભાગ દ્વારા ચેતવણી આપી દેવાઈ છે. ગમે ત્યારે તીડોનું ટોળુ (Loctus attack) ગુજરાતના સરહદી વિસ્તારોમાં દસ્તક આપી શકે છે. પાકના પંજાબ અને બલુચિસ્તાન પ્રાંતમાં મોટી સંખ્યામાં તીડના ઝુંડ દેખાઈ રહ્યાં છે, જેનુ આગળ ડેસ્ટિનેશન ગુજરાત હોઈ શકે છે. ગમે ત્યારે બનાસકાંઠા અને કચ્છમાં તીડ ત્રાટકે તેવી શક્યતા છે. ઉલ્લેખનીય છે કે, તીડનું આગમન એટલે ખેડૂતોને નુકસાન. તીડનુ આખેઆખુ ટોળુ એક

May 6, 2020, 04:35 PM IST
ભચાઉ : યુવકના પોઝિટિવ કેસના રિપોર્ટ મામલે તંત્રએ મોટો છબરડો વાળ્યો

ભચાઉ : યુવકના પોઝિટિવ કેસના રિપોર્ટ મામલે તંત્રએ મોટો છબરડો વાળ્યો

કચ્છના ભચાઉના પોઝિટિવ કેસ બાબતે તંત્ર દ્વારા કાચું કપાયું. જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા ખુલાસો કરાયો કે, અગાઉ જે દર્દીનો કોરોના (Coronavirus) નો રિપોર્ટ પોઝિટિવ આપ્યો હતો, તે હકીકતમાં નેગેટિવ આવ્યો છે. ક્વોરન્ટાઈન (Quarantine) સહિતના પગલા લેવાયા બાદ તંત્ર દ્વારા ખુલાસો કરાતા અનેક સવાલો ઉભા થયા છે. જાણકારોના મત પ્રમાણે આંતરિક સંકલનના અભાવના કારણે તંત્રે છબરડો માર્યો છે. પહેલા પણ કચ્છના તંત્ર દ્વારા પોઝિટિવ પુરુષને મહિલા દર્શાવાયાની ભૂલ કરાઈ હતી. જેના બાદ તંત્રનો આ બીજો મોટો ગંભીર છબરડો સામે આવ્યો છે.

May 5, 2020, 08:59 AM IST
રાહતના સમાચાર : સૌથી પહેલા ગુજરાતમાં કચ્છ જિલ્લો બન્યો કોરોનામુક્ત

રાહતના સમાચાર : સૌથી પહેલા ગુજરાતમાં કચ્છ જિલ્લો બન્યો કોરોનામુક્ત

કોરોના (Coronavirus) ના કહેર અને સતત વધી રહેલા કેસ વચ્ચે કચ્છ જિલ્લામાંથી સૌથી પહેલા રાહતના સમાચાર સામે આવ્યાં છે. ગુજરાતના ત્રણ જિલ્લા હજુ પણ કોરોનાની પહોંચથી દૂર છે, ત્યારે હવે કચ્છ જિલ્લો (kutch) ગુજરાતમાં સૌથી પહેલા કોરોના મુક્ત થયો છે. કચ્છ જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા કોરોના પર જીત મેળવાઈ છે. તેમના પ્રયાસો આખરે સફળ થયા છે. તો આ સાથે જ આ ગુજરાત સરકાર માટે પણ મોટા રાહતના સમાચાર કહી શકાય. 

Apr 29, 2020, 03:28 PM IST
હવે કચ્છમાં લૉકડાઉનમાં લગ્નને લીલી ઝંડી અપાઈ, પણ શરતો સાથે

હવે કચ્છમાં લૉકડાઉનમાં લગ્નને લીલી ઝંડી અપાઈ, પણ શરતો સાથે

કોરોના (Coronavirus) ની વૈશ્વિક મહામારીના પગલે કેન્દ્ર સરકારે 20મી એપ્રિલથી વેપાર-ઉદ્યોગોને આંશિક છૂટછાટો સાથે શરૂ કરવાની શરતો સાથે ત્રીજી મે સુધી લૉકડાઉન લંબાવ્યું છે. ત્યારે કચ્છ (kutch) માં પણ લોકડાઉનમાં છૂટછાટ આપવા માટે માંગ થઈ રહી છે. કચ્છમાં 17મી એપ્રિલ સુધીમાં તંત્ર પાસે કુલ ૯૫૩ અરજી આવી હતી. જેમાંથી અત્યાર સુધી 440 ઔદ્યોગિક એકમોને મંજૂરી અપાઈ હતી. 485 અરજી ના-મંજૂર કરાઈ છે. 2 એકમોએ પરવાનગીની જરૂરિયાત ન હોવાનું તંત્ર દ્વારા જણાવાયું છે. અત્યાર સુધીમાં કુલ 11442 કર્મચારીઓ અને 933 વાહનોને પરવાનગી આપવામાં આવી છે.

Apr 19, 2020, 07:53 AM IST
કચ્છમાં કોરોના દર્દીના એક રિપોર્ટથી તંત્ર ચિંતિત, જાણો શું છે મામલો

કચ્છમાં કોરોના દર્દીના એક રિપોર્ટથી તંત્ર ચિંતિત, જાણો શું છે મામલો

સમગ્ર  ગુજરાતમાં કોરોનાનો કેર વર્તાઈ રહ્યો છે. ગુરુવારે રાજ્યમાં એક દિવસમાં રેકોર્ડ કોરોના વાયરસના 163 કેસ સામે આવ્યા હતા. અમદાવાદમાં જ માત્ર ગુજરાતના કુલ કેસોના 50 ટકાથી વધુ કેસો સામે આવ્યા છે. રાજ્યમાં  11 એપ્રિલે કોરોના વાયરસના કુલ 468 કેસ હતા, તો માત્ર 5 દિવસ એટલે કે 16 એપ્રિલ સુધીમાં તો આ સંખ્યા બમણી થઈ ગઈ છે. આ બાજુ કચ્છની વાત કરીએ તો કચ્છમાં ગુરુવાર સુધીમાં કોરોનાના4 કેસ નોંધાયા છે જ્યારે એક વ્યક્તિનું કોરોનાના કારણે મૃત્યું થયું છે. કચ્છમાં ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં પ્રથમ મહિલા દર્દીનો રિપોર્ટ ફરીથી પોઝિટિવ આવતા તંત્રમાં ચિંતા પેઠી છે. 

Apr 17, 2020, 08:51 AM IST
ભુજ: લોકડાઉનમાં માનવતા મહેંકી, કેન્સરના દર્દીને દવા આપવા SP તોલંબીયા પોતે પહોંચ્યા

ભુજ: લોકડાઉનમાં માનવતા મહેંકી, કેન્સરના દર્દીને દવા આપવા SP તોલંબીયા પોતે પહોંચ્યા

પશ્ચિમ કચ્છ એસ.પી સૌરભ તોલંબીયાએ લોકડાઉન વચ્ચે માનવતા મહેકાવી છે. ભુજના જેષ્ઠાનગરમાં કેન્સર પીડીત દર્દી માટે એસપીએ ભાવનગર પોલીસનો સંપર્ક કરી ભાવનગરથી આયુર્વેદિક દવા મંગાવી આપી હતી. દવા ભુજ આવી પહોંચતા એસપી પોતે પરિવારને દવા આપવા પહોંચ્યા હતા.

Apr 8, 2020, 04:17 PM IST
લોકડાઉનને કારણે કચ્છના ખેડૂતોનો મોઢે આવેલો કોળિયો છીનવાયો

લોકડાઉનને કારણે કચ્છના ખેડૂતોનો મોઢે આવેલો કોળિયો છીનવાયો

કોરોના વાયરસ (corona virus) ની મહામારી હાલ સમગ્ર દેશમાં ફેલાઈ છે, જેને પગલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 21 દિવસનું lockdown જાહેર કર્યું છે. જેના લીધે ગુજરાત રાજ્યની અને જિલ્લાની સરહદો પણ સીલ કરી દેવાઈ છે. લોકોના અવર-જવર પર પ્રતિબંધ મૂકાયો છે. ત્યારે કચ્છ જિલ્લાના નખત્રાણા ગામે ઝી 24 કલાકે લોકડાઉન વચ્ચે ખેડૂતોનો અહેવાલ મેળવ્યો હતો. નખત્રાણા તાલુકો બાગાયતી ખેતીનું હબ ગણાય છે. અહીં 10 કિલોમીટરની ત્રિજ્યામાં મોટી માત્રામાં દાડમ (pomegranate) નું વાવેતર કરવામાં આવ્યું છે. હજારો ટન દાડમનો પાક થયો છે. પરંતુ ઈમરજન્સી અને પ્રતિબંધને કારણે ખેડૂતોનો દાડમનો તૈયાર પાક એકાદ અઠવાડિયા બાદ સડવા માંડશે એવી ભીતિ

Apr 5, 2020, 08:58 AM IST
અબડાસાના ધારાસભ્યે પ્રદ્યુમનસિંહ જાડેજાએ આપ્યું રાજીનામું, જાણો શું છે કારણ...

અબડાસાના ધારાસભ્યે પ્રદ્યુમનસિંહ જાડેજાએ આપ્યું રાજીનામું, જાણો શું છે કારણ...

ગુજરાતમાં રાજ્યસભાની ખાલી પડેલી ચાર સીટોને લઈ રાજકારણ ગરમાયું છે. તેવામાં તમામ અટકળોને અંતે રાજ્યના પ્રથમ અબડાસા મતવિસ્તારના ધારાસભ્યે સત્તાવાર રાજીનામું ધરી દીધું છે, જેને લઈને અનેક તર્ક વિતર્ક વહેતા થયા હતા

Mar 16, 2020, 06:30 PM IST
કોરાના સંદર્ભે સોશિયલ મીડિયામાં અફવા ફેલાવનારા સામે થશે કાર્યવાહી

કોરાના સંદર્ભે સોશિયલ મીડિયામાં અફવા ફેલાવનારા સામે થશે કાર્યવાહી

કચ્છ જિલ્લામાં અત્યાર સુધીમાં લેવાયેલા ત્રણ સેમ્પલોમાંથી બેના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. જ્યારે અન્ય 1નો રિપોર્ટ બાકી છે. રાજ્ય સરકાર દ્વારા કોવીડ-19 રોગ અંગે એપેડેમીક એક્ટ 1997 અંતર્ગત જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે

Mar 16, 2020, 06:00 PM IST
રાજીનામુ આપનાર જેવી કાકડિયાની પત્નીએ ભરતસિંહ સોલંકી પર લગાવ્યો સણસણતો આરોપ

રાજીનામુ આપનાર જેવી કાકડિયાની પત્નીએ ભરતસિંહ સોલંકી પર લગાવ્યો સણસણતો આરોપ

રાજ્યસભાની ચૂંટણી (Rajyasabha election) પહેલા કોંગ્રેસ (Congress) માંથી પાંચ ધારાસભ્યોના રાજીનામા પડ્યા છે. જેમાં એક ધારી બેઠકના ધારાસભ્ય જેવી કાકડિયા (jv kakadiya) પણ સામેલ છે. રાજીનામુ આપ્યા બાદ જેવી કાકડિયા મીડિયા સામે આવ્યા ન હતા. ગઈકાલ બાદથી જેવી કાકડિયાની કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી. ત્યારે અચાનક કાકડીયાના પત્નીએ સામે આવીને ભરતસિંહ સોલંકી પર આક્ષેપ કર્યા છે. ભરતસિંહ સોલંકીને રાજ્યસભાની ચૂંટણી માટે કોંગ્રેસમાંથી ઉમેદવાર જાહેર કરાયા છે. 

Mar 16, 2020, 04:20 PM IST
જાણીતા કચ્છી લોકગાયક ઈસ્માઈલ મીરની ચીર વિદાય 

જાણીતા કચ્છી લોકગાયક ઈસ્માઈલ મીરની ચીર વિદાય 

જાણીતા કચ્છી લોકગાયક ઈસ્માઈલ મીરની ચીર વિદાયથી તેમના ચાહકોને ભાર આઘાત લાગ્યો છે.

Mar 15, 2020, 08:58 AM IST
પ્રવાસીઓએ કચ્છના રણ તરફથી મોઢું ફેરવી લીધું, કારણ છે ચોંકાવનારું

પ્રવાસીઓએ કચ્છના રણ તરફથી મોઢું ફેરવી લીધું, કારણ છે ચોંકાવનારું

બારેમાસ પ્રવાસીઓથી ધમધમતા રહેતા કચ્છ (kutch) માંથી મોટા સમાચાર સામે આ્વયા છે. કચ્છમાં આવતા પ્રવાસીઓની સંખ્યા ઘટી ગઈ છે. રણમાં જતા પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો થયો છે. ગત વર્ષ કરતા આ વર્ષે 1.33 લાખ પ્રવાસીઓ ઘટ્યા છે. આ વર્ષે 2.18 લાખ લોકોએ કચ્છનું રણ (kutch rann) નિહાળ્યું હતું. ગત વર્ષે 3.40 લાખ લોકો રણમાં ગયા હતા. તો આ ઘટાડા પાછળ મંદીનો માહોલ જવાબદાર છે તેવુ કહેવાય છે. તો સાથે જ ગુજરાતમાં અન્ય એક ટુરિસ્ટ પ્લેસ મળી ગયું હોવાનું કારણ પણ ચર્ચાઈ રહ્યું છે.  

Mar 14, 2020, 01:09 PM IST