ભુજ ન્યૂઝ

ગુજરાતની ઓળખ જેવા ઘૂડખરની ગણતરી શરૂ, વસ્તી 5 હજારને પાર થવાની શક્યતા

ગુજરાતની ઓળખ જેવા ઘૂડખરની ગણતરી શરૂ, વસ્તી 5 હજારને પાર થવાની શક્યતા

ગુજરાતની શાન સમાન વિશ્વનાં અત્યંત દુર્લભ પ્રજાતીનાં ઘૂડખરની દર પાંચ વર્ષે વસ્તી ગણતરી કરવામાં આવે છે.  આખરે 2014માં થયેલી વસ્તી ગણતરીમાં ઘુડખરની સંખ્યા 4451 નોંધાઇ હતી. ગુજરાતના પાંચ જિલ્લાઓમાં આજે અને આવતીકાલે ઘુડખરની વસ્તીગણતરી કરવામાં આવશે. આ વર્ષની ગણતરીમાં ઘૂડખરની વસ્તી 15 ટકા વધીને 5000 ને પાર થઇ શકે છે. ગુજરાત સરકાર દ્વારા 12 જાન્યુઆરી 1973ના રોજ કચ્છના નાના રણ વિસ્તારને ઘૂડખરનું અભયસ્થાન વિસ્તાર જાહેર કર્યો હતો.

Mar 13, 2020, 08:58 PM IST
કચ્છ: નલિયા એરબેઝની જાસૂસી કરતા 4 શખ્સો ઝડપાયા, PAKને ગુપ્ત માહિતી મોકલવાનો આરોપ

કચ્છ: નલિયા એરબેઝની જાસૂસી કરતા 4 શખ્સો ઝડપાયા, PAKને ગુપ્ત માહિતી મોકલવાનો આરોપ

અબડાસાના મોથાળા નજીક એક વાડીની ઓરડીની છત પર ચઢીને એરફોર્સ રડારના બેકગ્રાઉન્ડમાં મોબાઈલમાં ફોટોગ્રાફી કરી રહેલાં સગિર સહિત ચાર યુવકો સહિત ચાર શખ્સોને પોલીસે ઝડપાયા. ચાર પૈકી બે નલિયાની અંગ્રેજી માધ્યમની ખાનગી શાળામાં અભ્યાસ કરે છે. બીજા બે પૈકી એક યુવક નલિયામાં તેના પિતાની મોબાઈલ શોપમાં કામ કરે છે અને ચોથો યુવક કોઠારામાં નાઈ તરીકે કામ કરે છે.

Mar 8, 2020, 10:39 AM IST
કચ્છમાં હાથ લાગી સોનાની લગડી જેવી વસ્તુ, NASAને પણ પડ્યો રસ

કચ્છમાં હાથ લાગી સોનાની લગડી જેવી વસ્તુ, NASAને પણ પડ્યો રસ

ભૂસ્તરશાસ્ત્રીઓને કચ્છમાં સૌથી મોટું સંશોધન હાથ લાગ્યું છે. માતાના મઢ (mata no madh) ની જમીન મંગળ ગ્રહ જેવી હોવાની સાબિત થઈ છે, જેને કારણે હવે વિશ્વની સૌથી ટોચની સંશોધન સંસ્ખા નાસા (NASA) ને પણ આ રિસર્ચમાં ભારે રસ પડ્યો છે. કચ્છમાં આશાપુરાના સ્થાનક કહેવાતા માતાના મઢની જમીન જેરોસાઈટ (jarosite) ખનીજ ધરાવતી જમીન બની છે. ત્યારે બેસાલ્ટ ટેરેનમાં જેરોસાઇટ ધરાવતું દુનિયાનું એકમાત્ર સ્થળ કચ્છ બન્યું છે. 7.2 કરોડ વર્ષ પહેલાં કચ્છની ધરતીમાં "જેરોસાઇટ" ધરબાયેલું હતું. નાસા કે ઇસરોના મિશન મંગળ પહેલાં રોવર લેન્ડિંગ માટે અહીં અભ્યાસ થશે. આ માટે નાસાના વિજ્ઞાનીઓ કચ્છ (Kutch) પણ આવીને ગયા છે.

Mar 7, 2020, 05:53 PM IST
24 કલાકની અંદર કચ્છ પોલીસે સપાટો બોલાવ્યો, મદીરા સ્નાન કરનારા તમામ આરોપીઓને પકડ્યા

24 કલાકની અંદર કચ્છ પોલીસે સપાટો બોલાવ્યો, મદીરા સ્નાન કરનારા તમામ આરોપીઓને પકડ્યા

કચ્છના મુન્દ્રામાં લગ્ન પ્રસંગમાં મદીરા સ્નાનનો મામલો સમગ્ર વીડિયામાં ચર્ચા આવ્યો હતો. વીડિયો વાયરલ (Video viral) થયાના ૨૪ કલાકમાં પશ્ચિમ કચ્છ પોલીસે તમામ આરોપીઓને ઝડપી પાડયા છે. પશ્ચિમ કચ્છ પોલીસે આ મામલે કડક કાર્યવાહી કરી છે. દારૂ મહારાષ્ટ્ર પૂણેથી સબંધીઓ દ્વારા લાવવામાં આવ્યો હતો તેવો પણ ખુલાસો પોલીસ પૂછપરછમાં થયો છે. પકડાયેલા તમામ આરોપીના રિમાન્ડની માંગણી કરવામાં આવશે. આ પ્રકારના કૃત્યને જરાય ચલાવી લેવામાં નહિ આવે તેવું કચ્છ પોલીસે જણાવ્યું હતું. 

Mar 2, 2020, 12:29 PM IST
દારૂરાસ વિશે સાંભળ્યું છે? કચ્છનાં આ રાસમાં વહે છે દારૂની નદીઓ આ રહ્યો વીડિયો

દારૂરાસ વિશે સાંભળ્યું છે? કચ્છનાં આ રાસમાં વહે છે દારૂની નદીઓ આ રહ્યો વીડિયો

ગુજરાતમાં દારૂબંધી સામાન્ય રીતે તો નામની જ છે, જોઇએ એટલા પ્રમાણદમાં દારૂ ગુજરાતનાં ગમે તે ખુણે મળી શકે છે. જો કે આજે જે પ્રકારની ઘટના સામે આવી છે તેવી ભાગ્યે જ ગુજરાતમાં જોવા મળે છે. કચ્છમાં આવેલા મુંદ્રા તાલુકામાં દારૂ રાસની ઘટના બનતા ચકચાર મચી જવા પામી છે. દારૂરાસ આવા શબ્દથી પણ ગુજરાતીઓ અજાણ હશે પરંતુ આવી ઘટના ગુજરાતમાં બની છે. ગુજરાતમાં કચ્છમાં એક પરિવારનાં લગ્નમાં રાસગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. જો કે આ રાસ ક્યારે દારૂરાસ બની ગયા તેની ખબર ઘરધણીને પણ રહી નહોતી. 

Feb 29, 2020, 07:11 PM IST
ઉદ્યોપતિનું અપહરણ થયું 50 લાખની ખંડણી ચુકવાઇ ફરિયાદ ન થઇ પછી અચાનક એક દિવસ...

ઉદ્યોપતિનું અપહરણ થયું 50 લાખની ખંડણી ચુકવાઇ ફરિયાદ ન થઇ પછી અચાનક એક દિવસ...

ઔધોગિક નગરી વાપીના એક જાણીતા ઉદ્યોગપતિનું થોડા દિવસ અગાઉ અપહરણ થયું હતું. અપહરણકારોએ ઉદ્યોગપતિના પરિવાર પાસેથી રૂપિયા 50 લાખની ખંડણી વસૂલી અને ત્યારબાદ ઉદ્યોગપતિને છોડ્યો હતો. જોકે ઘટનાને  દિવસો વિત્યા બાદ ગઇકાલે પોલીસ ફરિયાદ દાખલ થઇ હતી. આથી  પોલીસે ગણતરીના સમયમાં જ અપહરણનો ભેદ ઉકેલ્યો છે. અત્યારે વાપી પોલીસે અપહરણના આ સનસનીખેજ મામલામાં અત્યાર સુધી 6 આરોપીઓની ધરપકડ કરી. 24 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરવામાં સફળતા મળી છે. જોકે હજુ પણ આ મામલામાં સામેલ અન્ય આરોપીઓ સુધી પહોંચવાના પ્રયાસ હાથ ધર્યો છે. 

Feb 20, 2020, 09:23 PM IST
ચીનથી પાકિસ્તાન શંકાસ્પદ સામાન લઇ જઇ રહેલ જહાજનો સામાન સીલ કરાયો

ચીનથી પાકિસ્તાન શંકાસ્પદ સામાન લઇ જઇ રહેલ જહાજનો સામાન સીલ કરાયો

કંડલા બંદરેથી પાકિસ્તાન (pakistan) જતા ચીન (china) ના જહાજને કસ્ટમ દ્વારા અટકાવવામાં આવ્યું હતું. ચીનથી કરાંચી બંદર જતા જહાજમા શંકાસ્પદ સામાન હોવાની આશંકાથી કંડલા બંદરે (kandla port) સામાન ઉતારવા આવ્યું હતું. જહાજને ડિટેઈન કર્યા બાદ તપાસ કરાશે. શંકા છે કે, આ જહાજ પર મિસાઈલ સાથે જોડાયેલ સામગ્રી છે, જે બેલેસ્ટિક મિસાઈલ (ballistic missile) ના લોન્ચિંગમાં ઉપયોગમાં લઈ શકાય છે. જો કે આખરે કસ્ટમ વિભાગ દ્વારા કડક પગલું ભરાતા તમામ સામાન જપ્ત કરવામાં આવ્યો છે.

Feb 19, 2020, 06:31 PM IST
‘માસિક ધર્મવાળી પત્નીના હાથે જમવાથી પતિ કૂતરીનો અવતાર પામશે...’

‘માસિક ધર્મવાળી પત્નીના હાથે જમવાથી પતિ કૂતરીનો અવતાર પામશે...’

કચ્છના ભૂજ સ્વામીનારાયણ મંદિર (swaminarayan temple) ના સ્વામીના મહિલાઓના માસિક ધર્મના વિવાદિત નિવેદનથી હોબાળો મચ્યો છે. સ્વામીનારાયણ મંદિર (swaminarayan temple) ના કૃષ્ણસ્વરૂપ સ્વામીએ કહ્યું કે, 'માસિક ધર્મમાં હોય તેવી મહિલાના હાથે જમવાથી નરકમાં જશો. રજસ્વાલા મહિલા (woman in period) ના હાથે જમવાથી બળદનો અવતાર મળે છે. રજસ્વાલા પત્નીના હાથે જમવાથી પતિ કૂતરીનો અવતાર પામશે. ભૂજની યુવતીઓના કપડા ઉંચા કરીને માસિક ધર્મ ચકાસવાની ઘટનાને લઇને આખો દેશ ફિટકાર વરસાવી રહ્યો છે ત્યારે સાધુઓ કેમ માસિકને લઇને વિવાદિત નિવેદન આપી રહ્યા છે?

Feb 18, 2020, 09:31 AM IST
શંકાના દાયરામાં આવેલ ચીનથી પાકિસ્તાન જતુ જહાજ કંડલા બંદરે ઉભુ રખાયું

શંકાના દાયરામાં આવેલ ચીનથી પાકિસ્તાન જતુ જહાજ કંડલા બંદરે ઉભુ રખાયું

કંડલા બંદરેથી પાકિસ્તાન (pakistan) જતા ચીન (china) ના જહાજને કસ્ટમ દ્વારા અટકાવવામાં આવ્યું હતું. ચીનથી કરાંચી બંદર જતા જહાજમા શંકાસ્પદ સામાન હોવાની આશંકાથી કંડલા બંદરે (kandla port) સામાન ઉતારવા આવ્યું હતું. જહાજને ડિટેઈન કર્યા બાદ તપાસ કરાશે. શંકા છે કે, આ જહાજ પર મિસાઈલ સાથે જોડાયેલ સામગ્રી છે, જે બેલેસ્ટિક મિસાઈલ (ballistic missile) ના લોન્ચિંગમાં ઉપયોગમાં લઈ શકાય છે. 

Feb 17, 2020, 11:19 AM IST
રાષ્ટ્રીય મહિલા પંચના ભુજમાં ધામા, વિદ્યાર્થીનીઓનાં નિવેદનની પ્રક્રિયા હાથ ધરાઇ

રાષ્ટ્રીય મહિલા પંચના ભુજમાં ધામા, વિદ્યાર્થીનીઓનાં નિવેદનની પ્રક્રિયા હાથ ધરાઇ

સહજાનંદ કોલેજ વિવાદ મામલે તપાસનો ધમધમાટ તેજ બન્યો છે. દિલ્લીના રાષ્ટ્રીય મહિલા આયોગની ટિમના ડૉ.રાજુલબેન દેસાઈ ભુજ પહોંચ્યા હતા. ડો.રાજુલાબેન દેસાઈ સાત સભ્યોની ટિમ સાથે ભુજ આવ્યા છે. મીડિયા સાથેની વાતચીતમાં તેમણે આ ઘટનાને કલંકિત ગણાવી હતી. 21મી સદીમાં આ ઘટના શરમજનક હોવાનું જણાવ્યુ હતું. તેમણે કહ્યું કે, આધુનિકતાની વાતો વચ્ચે આ પ્રકારની ઘટના આજે પણ આક્રોશિત અને આંદોલીત કરી મુકે છે.

Feb 16, 2020, 04:29 PM IST
યુવતીઓના કપડા ઉંચા કરી માસિક ધર્મ તપાસવાની ચકચાર ઘટનામાં 4 સામે ફરિયાદ નોંધાઈ

યુવતીઓના કપડા ઉંચા કરી માસિક ધર્મ તપાસવાની ચકચાર ઘટનામાં 4 સામે ફરિયાદ નોંધાઈ

ભુજની સહજાનંદ ગર્લ્સ હોસ્ટેલના મામલામાં ગાંધીનગર સુધી પડધા પડ્યા છે. ભૂજમાં આવેલી સહજાનંદ ગર્લ્સ ઇન્સ્ટિટ્યૂટમાં છાત્રાઓના માસિક ધર્મની તપાસણીના વિવાદ બાબતે ભુજ એ-ડિવિઝનમાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે. સમગ્ર કાંડમાં ચાર લોકો સામે ફરિયાદ નોંધાઈ છે. જેમાં 3ને સસ્પેન્ડ કરાયા છે. પ્રિન્સીપાલ, રેક્ટર અને પ્યૂનને ફરજ મોકૂફ કરાયા છે. આ ઘટના મામલે મહિલા આયોગની ટીમ પણ આજે ભૂજમાં કોલેજની મુલાકાત લેશે.  

Feb 15, 2020, 10:07 AM IST
પહેલાં મોટા ઉપાડે માસિક ચેક કરવા માટે ઉતરાવ્યા છોકરીઓના કપડાં અને હવે આવ્યો મોટો વળાંક

પહેલાં મોટા ઉપાડે માસિક ચેક કરવા માટે ઉતરાવ્યા છોકરીઓના કપડાં અને હવે આવ્યો મોટો વળાંક

ભુજની સહજાનંદ ગર્લ્સ ઇન્સ્ટિટ્યૂટમાં રૂઢીના નામે યુવતીઓના કપડાં ઉતરાવવામાં આવતા હોબાળો થયો હતો. આ મામલે તપાસ કરવા માટે કચ્છ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર (VC) દર્શના ધોળકિયા સાથેની ચાર વ્યક્તિઓની એક ટીમ બનાવાઇ હતી. 

Feb 14, 2020, 04:49 PM IST
ક્યારેય વિચાર્યું છે કે શા માટે નલિયા જ શિયાળામાં સૌથી વધુ ટાઢુંબોળ હોય છે, આ રહ્યું મોટું કારણ

ક્યારેય વિચાર્યું છે કે શા માટે નલિયા જ શિયાળામાં સૌથી વધુ ટાઢુંબોળ હોય છે, આ રહ્યું મોટું કારણ

હાલ શિયાળો તેની પરાકાષ્ઠાએ પહોંચ્યો છે. ઠંડા પવનો જનજીવનને પ્રભાવિત કરી રહ્યા છે. પરંતુ સામે પક્ષે જનજીનવન પણ ઠંડીમાં સ્વાસ્થ્ય લાભ મેળવવા કવાયત કરી રહ્યાં છે. પરંતુ આજે આપણે વાત કરવી છે ઠંડી સાથે જોડાયેલા ગુજરાત (coldwave in gujarat) ના એક એવા સ્થળની, જેનો ઠંડીનો પારો સૌથી વધુ હાઈ રહે છે. એ સ્થળનું નામ છે નલિયા (Naliya). એક સમયે નૌત્તમપુરી, એ પછી નલિનપુર અને હવે નલિયા તરીકે ઓળખાતું ગામ શિયાળા અને ઉનાળામાં લોકજીભે ચઢતું રહે છે. શા માટે શિયાળામાં નિલાયા ઠંડીના કાતિલ મોજાને પાર પહોંચી જાય છે. ગગડતા પારા સાથે નલિયાનું નામ કેમ સૌથી પહેલા જોડાય છે. આવો જાણીએ આ પાછળનું કારણ. 

Jan 16, 2020, 01:50 PM IST
રણોત્સવમાં 3 ટેન્ટ આગમાં બળીને ખાખ, NRI પટેલ પરિવારનો કોઈ સામાન ન બચ્યો

રણોત્સવમાં 3 ટેન્ટ આગમાં બળીને ખાખ, NRI પટેલ પરિવારનો કોઈ સામાન ન બચ્યો

કચ્છના ધોરડોના રણમાં ચાલી રહેલા રણોત્સવ (kutch rann utsav) માં આજે મોટી દુર્ઘટના બની હતી. રણોત્સવમાં ટેન્ટ સિટીમાં એકાએક આગ (Fire in Tent city) લાગી હતી. જેમાં ત્રણ જેટલા ટેન્ટમાં આગમાં બળીને ખાખ થઈ ગયા હતા. આ ત્રણેય ટેન્ટમાં રહેલો પ્રવાસીઓનો સામાન પણ આગમાં બળી ગયો હતો. 

Jan 9, 2020, 12:39 PM IST
અમેરિકાથી આવેલા 2 કન્ટેનરથી Adani Port પર સનસનાટી મચી, અનલોડ થયેલા એરક્રાફ્ટના લોન્ચિંગ ગિયર મળ્યાં

અમેરિકાથી આવેલા 2 કન્ટેનરથી Adani Port પર સનસનાટી મચી, અનલોડ થયેલા એરક્રાફ્ટના લોન્ચિંગ ગિયર મળ્યાં

કચ્છના અદાણી પોર્ટ (Adani Port) પર ગઈકાલથી સનસનાટી મચી ગઈ છે. મુન્દ્રા પોર્ટ (Mundra port) પર આવેલ એક કન્ટેનરને કારણે તપાસ એજન્સીઓ દોડતી થઈ ગઈ છે. કારણ કે, આ કન્ટેનર અમેરિકાથી આવ્યું છે, પણ તેમાં મળેલી વસ્તુ એવી ડેન્જરસ છે કે, અધિકારીઓ પણ હચમચી ઉઠ્યા છે. ન્યૂયોર્કથી ઉપડેલુ જહાજ વાયા કરાંચી થઈને મુન્દ્રા પોર્ટ પર આવ્યું હતું, જેમાં અનલોડ થયેલા એક કન્ટેનરમાંથી અનલોડ થયેલા એરક્રાફ્ટના લોન્ચિંગ ગિયર (Aircraft gear) મળી આવ્યા છે. આ કન્ટનેર ક્યાંથી આવ્યા, કેમ આવ્યા તે અંગે કસ્ટમ વિભાગ કંઈ જ કહેવા તૈયાર નથી. ત્યારે ખુદ કસ્ટમ વિભાગ દ્વારા પણ આ કન્ટેનર એક કોયડો બન્યું છે.

Dec 26, 2019, 09:41 AM IST
બિનનિવાસી ભારતીયોએ બાળકોને મદદ કરવા ખેડી 2700 કિમીની ‘રીક્ષા સફર’

બિનનિવાસી ભારતીયોએ બાળકોને મદદ કરવા ખેડી 2700 કિમીની ‘રીક્ષા સફર’

કચ્છના બિનનિવાસી ભારતીયોએ ચેરિટી માટે સેવા યુ.કે. સંસ્થાના માધ્યમથી રીક્ષો રન યોજી કન્યાકુમારીથી કર્ણાવંતી સુધીની ર૭૦૦ કિ.મી.ની યાત્રા ખેડી હતી. પૂણેમાં નિર્માણ પામનારી બાળકોની હોસ્પિટલના વિકાસ કામે એકત્ર થયેલું ભંડોળ વપરાશે.

Dec 26, 2019, 08:24 AM IST
માત્ર અમાસના દિવસે દેખાતા કંકણાકૃતિ સૂર્યગ્રહણને નિહાળવા આ બાબતનું ખાસ ધ્યાન રાખજો

માત્ર અમાસના દિવસે દેખાતા કંકણાકૃતિ સૂર્યગ્રહણને નિહાળવા આ બાબતનું ખાસ ધ્યાન રાખજો

આવતી 26 ડિસેમ્બર, 2019ના રોજ થનારું કંકાણાકૃતિ સૂર્યગ્રહણ (Solar Eclipse 2019 ) કચ્છ-ગુજરાતમાં ખંડગ્રાસ સ્વરૂપે જોવા મળશે. સવારે 08.04 થી 10.46 વાગ્યા દરમ્યાન કુલ 02 કલાક 42 મિનીટ સુધી જોઈ તેને નિહાળી શકાશે. આ ગ્રહણ મૂળ રીતે કંકણાકૃતિ પ્રકારનું સૂર્યગ્રહણ છે. આ ગ્રહણની શરૂઆત પૃથ્વી પર સાઉદી અરેબિયાથી થશે, ત્યાર બાદ ગ્રહણપથ ઓમાનથી અરબી સમુદ્ર વાટે ભારતના દક્ષિણી ક્ષેત્રમાંથી પસાર થઇ પ્રશાંત મહાસાગરમાં આ ગ્રહણનો અંત થશે. ભારતમાં કેરળના કુનુરથી તામિલનાડુના મોટાભાગના વિસ્તારમાં મહત્તમ કંકણાકૃતિ ગ્રહણ જોવા મળશે, જ્યારે કે બાકીના ભારત અને ગુજરાતમાં તે દિવસે ખંડગ્રાસ પ્રકારનું સૂર્યગ્રહણ જોવા મળશે.

Dec 24, 2019, 12:06 PM IST
એક જ પથારીમાં સૂતા ભાઈ-બહેન વચ્ચે સંબંધ બંધાયો, અને પછી એક રાતે...

એક જ પથારીમાં સૂતા ભાઈ-બહેન વચ્ચે સંબંધ બંધાયો, અને પછી એક રાતે...

કચ્છના નખત્રામાં અજીબ કિસ્સો ઘડ્યો છે. નખત્રાણામાં સગાભાઈ સાથેના સહવાસથી કિશોરી માતા બની છે. નખત્રાણાની શાળામાં ભણતી 15 વર્ષની કિશોરીને એક ખાનગી હોસ્પિટલમાં લઈ જવાઈ ત્યાં ઘટસ્ફોટ થયો કે કિશોરી ગર્ભવતી છે અને પ્રસવપીડા ઉપડી છે. ત્યારે કિશોરીને ગર્ભવતી બનાવવામાં ખુદ તેના સગાભાઈનું નામ ખૂલ્યું છે. ત્યારે સમાજને લાલબત્તી સમાન આ કિસ્સો બન્યો છે. બંનેએ ભાઈ-બહેનના સંબંધોને લજવ્યા છે.  

Dec 19, 2019, 03:10 PM IST
Google boy કરતા પણ તેજ દોડે છે ગુજરાતના આ ટાબરિયાનું દિમાગ

Google boy કરતા પણ તેજ દોડે છે ગુજરાતના આ ટાબરિયાનું દિમાગ

આજે આપણે વાત કરીશું એક એવા વિચક્ષણ બુદ્ધિ ધરાવતા બાળકની, જેની ઉંમર માત્ર છ વર્ષની છે, પરંતુ તે ધોરણ-9નો અભ્યાસ કરે છે. આ બાળક એક વૈજ્ઞાનિક થઈ અને દેશની સેવા કરવાની પણ ઇચ્છા ધરાવે છે. ત્યારે ચોક્કકસથી તમને એવુ લાગશે કે આખરે કેવી રીતે આટલો નાનકડો બાળક વૈજ્ઞાનિક થવાની વાત કરે છે. તેનુ કારણ એ છે કે, કેટલાક વિશેષ બાળકો સારા IQ સાથે જન્મે છે અને તેનો આંક લાખોમાં એકાદ હોય છે. આવો જ છે મુન્દ્રા તાલુકામાં મૂળ યુપીના પરિવારનો અર્થવ મિશ્રા, જેનો IQ માત્ર 6 વર્ષની ઉંમરે 190 જેટલો આવ્યો છે. ગાંધીનગર સ્થિત ઈન્સ્ટિટ્યૂટ અને Allen સંસ્થા દ્વારા અર્થવને વિશેષ ટેલેન્ટેડ વિદ્યાર્થી બતાવાયો છે. ગૂગલ બોય તરીકે

Dec 11, 2019, 03:16 PM IST
કચ્છ : ભારત-પાકિસ્તાન બોર્ડરને અડીને આવેલો અંતિમ છેડો વિઘાકોટનો રસપ્રદ ભૂતકાળ ખૂલ્યો

કચ્છ : ભારત-પાકિસ્તાન બોર્ડરને અડીને આવેલો અંતિમ છેડો વિઘાકોટનો રસપ્રદ ભૂતકાળ ખૂલ્યો

કચ્છના મોટા રણવચાટે આવેલી કરીમશાહી અને વિઘાકોટમાં આજથી 3000 વર્ષ પહેલા લોહયુગના અવશેષો મળી આવ્યા છે. જેમાં માટલા, છીપલા, ધડા, બરણીઓ સહિત હાડકા અને દાંત તેમજ અસંખ્ય પ્રાણી અવશેષ મળી આવ્યા છે. કચ્છના મોટા રણમાં આજથી 800 થી 3000 વર્ષ પહેલાં લોહયુગમાં અહીં લોકો વસતા હોવાનું હાલનું મોટું પુરાતત્વીય સંશોધન સામે આવ્યું છે. હાલ ભારત-પાક આંતરરાષ્ટ્રીય બોર્ડરને અડીને આવેલો અંતિમ છેડો વિઘાકોટ એ વખતે પશ્ચિમ એશિયા અને ચીન સાથે વેપાર માર્ગનું ટ્રેડ સેન્ટર હોવાનું રસપ્રદ અને અભૂતપૂર્વ તારણ પણ સંશોધકોએ શોધી કાઢ્યું છે. 

Dec 7, 2019, 08:53 AM IST