ભુજ ન્યૂઝ

જલિયાવાલા નરસંહારનો બદલો લેનાર શહીદ ઉધમ સિંહને મળ્યુ માંડવીના લોકતીર્થમાં સ્થાન

જલિયાવાલા નરસંહારનો બદલો લેનાર શહીદ ઉધમ સિંહને મળ્યુ માંડવીના લોકતીર્થમાં સ્થાન

મુખ્યમંત્રી વિજય રૂપાણીની આગેવાની હેઠળની ગુજરાત સરકારે મોટું કામ કર્યું છે. માંડવી સ્થિત લોકતીર્થ-શ્યામજી કૃષ્ણ વર્મા ક્રાંતિતીર્થ કે જયાં ભારતના મહાન ક્રાંતિવીરો, સ્વાતંત્ર્ય સેનાનીઓના પોટ્રેઇર ચિત્રો શોભાયમાન છે, તેમાં દલિત શહીદવીર ઉધમસિંહની તસવીરને તેમની શહાદતના પરિચય સાથે સ્થાન આપવામાં આવ્યું છે. આ કામગીરીને ગુજરાતી દલિત સાહિત્ય અકાદમી આવકારી હતી. ‘અકાદમી’ લાંબા સમયથી આ માટે રજુઆત કરી રહી હતી.

Dec 6, 2019, 08:38 AM IST
અબડાસાના MLA પી એમ જાડેજાએ કાઢ્યો બળાપો, કહ્યું- 'વિધાનસભામાં ચૂંટાઈ આવનારા બધા ધંધાદારીઓ'

અબડાસાના MLA પી એમ જાડેજાએ કાઢ્યો બળાપો, કહ્યું- 'વિધાનસભામાં ચૂંટાઈ આવનારા બધા ધંધાદારીઓ'

કચ્છના અબડાસા(Abdasa)ના કોંગ્રેસના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ મહિપતસિંહ જાડેજા (P M Jadeja)ના નિવેદનનો એક વીડિયો હાલ વાઈરલ થયો છે. જેમાં તેઓ કહેતા જોવા મળી રહ્યાં છે કે તેમને પોતાને ધારાસભ્ય બન્યાનો અફસોસ છે.

Nov 21, 2019, 06:44 PM IST
કચ્છના આકાશમાં સતત પોણા કલાક સુધી ચમકતો પ્રકાશ દેખાયો, લોકોની કાનાફૂસી શરૂ થઈ

કચ્છના આકાશમાં સતત પોણા કલાક સુધી ચમકતો પ્રકાશ દેખાયો, લોકોની કાનાફૂસી શરૂ થઈ

કચ્છના આકાશમાં મોડી રાત્રે રહસ્યમયી પ્રકાશપુંજ દેખાતાં લોકોમાં કુતૂહલ સર્જાયું હતું. રાપરના ખડીર, ભચાઉના ચોબારીથી લઈને રણકાંધાના બન્ની-પચ્છમ અને ભુજની આહીર પટ્ટીનાં ગામોમાં રાત્રે પોણા કલાક સુધી પ્રકાશ ચમકતો દેખાતા લોકો પણ આશ્ચર્ય પામ્યા હતા. 

Nov 21, 2019, 08:13 AM IST
4.3 તીવ્રતાના ભૂકંપના આંચકાએ કચ્છવાસીઓને ડરાવ્યા, મકાનોમાં પડેલી તિરાડોથી 2001નો ભૂકંપ યાદ આવ્યો

4.3 તીવ્રતાના ભૂકંપના આંચકાએ કચ્છવાસીઓને ડરાવ્યા, મકાનોમાં પડેલી તિરાડોથી 2001નો ભૂકંપ યાદ આવ્યો

માવઠાં અને કરાનાં મારથી સ્તબ્ધ થયેલો કચ્છીઓ ગઈકાલે સમી સાંજે 7 વાગીને એક મિનિટના અંતરે ડચકાઈ ગયા હતા. રિક્ટર સ્કેલ પર 4.3 મેગ્નિટયૂડની તીવ્રતા સાથે આવેલા ભૂકંપના આંચકાથી તેઓ ડરી ગયા હતા. ધરતી સહેજ ધ્રુજારી દર્શાવતાં 20 વર્ષ અગાઉના `કારીઘા' (જુના ઘાવ)તાજાં થઇ ગયા હતા અને સૌ કોઇ એકમેકની ખેર-ખબર પૂછતા થયા હતા. લગભગ અડધા કચ્છે આ ભૂકંપની ધ્રુજારી પશ્ચિમથી ભૂજ, અંજાર, ભચાઉ અને રાપર તાલુકામાં અનુભવી હતી. જોકે, સદનસીબે ક્યાંય કોઇ અમંગળ ઘટના ઘટી નથી કે નથી કોઇ નુકસાની થઈ. પરંતુ કેટલાક મકાનોની તિરાડ પડી હતી.

Nov 19, 2019, 01:54 PM IST
કમોસમી વરસાદથી પાટડીના નાના રણમાં ફસાયા 1000થી વધુ લોકો, જુઓ પછી શું થયું...

કમોસમી વરસાદથી પાટડીના નાના રણમાં ફસાયા 1000થી વધુ લોકો, જુઓ પછી શું થયું...

ક્યાર વાવાઝોડા (Kyaar Cyclone) ને કારણે ત્રણ દિવસથી રાજ્યભરમાં વરસી રહેલા કમોસમી વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. એક તરફ ખેડૂતોનો પાક ધોવાયો છે, તો બીજી તરફ અનેક લોકો ક્યાંકને ક્યાંક અટવાયા હતા. ત્યારે  સુરેન્દ્રનગર જિલ્લાના પાટડીના નાના રણ (Little Rann of Kachchh) માં 1000થી વધુ લોકો ફસાયા હતા. ત્યારે તમામને તંત્ર દ્વારા હેમખેમ (Rescue) બહાર કાઢવામાં આવ્યા હતા.

Oct 30, 2019, 02:31 PM IST
નારાયણ સરોવરથી લખપત સુધી તીડનો આતંક : ગામલોકો બોલ્યા-મદદ નહિ મળે તો દુષ્કાળનો સામનો કરવો પડશે

નારાયણ સરોવરથી લખપત સુધી તીડનો આતંક : ગામલોકો બોલ્યા-મદદ નહિ મળે તો દુષ્કાળનો સામનો કરવો પડશે

કચ્છ (Kutch) સરહદે સામે પાર પાકિસ્તાન (Pakistan) થી ઉડીને આવેલા તેજના ટોળાઓએ આ વિસ્તારમાં ધામા નાખ્યા છે. નારાયણ સરોવરથી લખપત સુધી અને દરિયાઇ વિસ્તાર એવા રોડાસર સહિતના વિસ્તારોમાં ખેતીના પાક પર આ રણતીડે આક્રમણ કર્યું છે. આ તીડના ટોળા પ્રથમ છેર નાની, મોટી, કપુરાશી ગામમાં ઉતર્યા હતા. કચ્છના છેવાડાના સરહદી ગામોમાં પણ તીડનો ત્રાસ પહોંચી ગયો છે.

Oct 23, 2019, 10:04 AM IST
લોકગાયિકા ગીતા રબારીને ડેન્ગ્યુ, ભૂજની હોસ્પિટલમાં થઈ રહી છે સારવાર

લોકગાયિકા ગીતા રબારીને ડેન્ગ્યુ, ભૂજની હોસ્પિટલમાં થઈ રહી છે સારવાર

ગુજરાત (Gujarat) માં ડેન્ગ્યુએ કહેર મચાવ્યો છે. સરકારી હોસ્પિટલોની સાથે અનેક ખાનગી હોસ્પિટલ ડેન્ગ્યુ (Dengue) ના દર્દીઓથી ઉભરાઈ રહી છે, ત્યારે ગુજરાતના જાણીતા લોકગાયિકા ગીતા રબારી (Geeta Rabari) ડેન્ગ્યુમાં સપડાયા છે. ગીતા રબારીને તાવ આવ્યા બાદ બે દિવસ અગાઉ ડેન્ગ્યુનો રિપોર્ટ કઢાવ્યો હતો, જે પોઝીટિવ આવ્યો હતો. ડેન્ગ્યુ થતા હાલ તેઓ ભૂજ (Bhuj) ની હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. જોકે, સૂત્રોના જણાવ્યા અનુસાર, હાલ ગીતા રબારીની તબિયત સ્થિર છે. 

Oct 23, 2019, 09:45 AM IST
તીડનો આતંક : પાકનો દુશ્મન તીડ કેવી રીતે ઘડીના છઠ્ઠા ભાગમાં ખેતર કરે છે સાફ? જાણો

તીડનો આતંક : પાકનો દુશ્મન તીડ કેવી રીતે ઘડીના છઠ્ઠા ભાગમાં ખેતર કરે છે સાફ? જાણો

હાલ કચ્છના લખપતમાં રણતીડનો આતંક છવાયેલો છે. પાકિસ્તાનથી આવેલા તીડે લખપતના ખેતરોને ઘેરી લીધા છે, અને લખપતને તીડમુક્ત બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા ટીમ મોકલવામાં આવી છે. આ પહેલા પણ બનાસકાંઠામાં રાજસ્થાન તરફથી આવેલા રણતીડનો આતંક હતો. ત્યારે આખરે આ રણતીડ શું છે અને કેમ તે ખેતી માટે નુકશાનકારક ગણાય છે તે જાણી લઈએ. 

Oct 22, 2019, 04:01 PM IST
કચ્છ : વિવાદિત હરામી નાળા પાસે પહોંચી ગયા બે માછીમાર, BSFએ પીછો કરીને પકડ્યા

કચ્છ : વિવાદિત હરામી નાળા પાસે પહોંચી ગયા બે માછીમાર, BSFએ પીછો કરીને પકડ્યા

હાલ ભારત પાકિસ્તાન વચ્ચે તંગદીલી ભર્યો માહોલ ચાલી રહ્યો છે. ત્યારે ગઈકાલે કચ્છના કુખ્યાત એવા હરામી નાળા પાસેથી બે શંકાસ્પદ વ્યક્તિ ઝડપાઇ હતી. પકડાયેલા બંને વ્યક્તિ પાકિસ્તાની માછીમારો હોવાનું અનુમાન છે. ત્યારે BSFએ આ મામલે તપાસ શરૂ કરી હતી. ભારતીય જળ સીમામાં હરામીનાળામાંથી ભારતીય બોર્ડર સિક્યુરિટી ફોર્સે પેટ્રોલિંગ દરમિયાન બે ઘૂસણખોરોને પકડી પાડ્યા હતા. પ્રાથમિક પૂછપરછમાં બંને માછીમારી કરવા માટે ભારતીય સીમાની અંદર આવ્યા હોવાનું સામે આવ્યું છે. સાંજે 5.30 કલાકના સમયે બીએસએફના જવાનોએ બોટનો પીછો કરીને બંને માછીમારોને પકડી પાડ્યા હતા. તેની પાસેથી માછીમારીનો સામાન તથા માછલીનો જથ્થો પકડાયો હતો.

Oct 22, 2019, 10:43 AM IST
ભૂજ-પાલનપુર ટ્રેનનું એન્જિન પાટા પરથી ઉતર્યું, જુઓ કઈ કઈ ટ્રેનોને થઈ અસર

ભૂજ-પાલનપુર ટ્રેનનું એન્જિન પાટા પરથી ઉતર્યું, જુઓ કઈ કઈ ટ્રેનોને થઈ અસર

પાલનપુર-ગાંધીધામ રેલવે સેક્શનમાં આજે સવારે ભૂજ પાલનપુર (Bhuj Palanpur Train) ટ્રેનનું એન્જિન ટ્રેક પરથી ઊતરી ગયું હતું. જેમાં કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ એન્જિન ટ્રેક પરથી ઉતરી જવાને કારણે અનેક ટ્રેનોને અસર થઈ છે. જેને કારણે આજે હજારોની સંખ્યામાં મુસાફરો (Passengers) અટવાયા છે. કેટલીક ટ્રેનોને અન્ય રેલવે સ્ટેશન  (Railway Station) પર અટકાવી દેવાઈ છે.

Oct 17, 2019, 10:37 AM IST
કચ્છ : પ્લાસ્ટિકની ફેક્ટરીમાં ભીષણ આગ, આખો પ્લાન્ટ આગમાં બળીને ખાખ

કચ્છ : પ્લાસ્ટિકની ફેક્ટરીમાં ભીષણ આગ, આખો પ્લાન્ટ આગમાં બળીને ખાખ

કચ્છ (Kutch)ના ગાંધીધામ-ભચાઉ હાઈવે પર આવેલી પ્લાસ્ટિક ઈન્ડસ્ટ્રીઝમાં ભીષણ આગ (Fire) લાગી છે. મોડી રાત્રે લાગેલી આગ પર હજી નથી કાબૂ મેળવી શકાયો નથી. પ્લાસ્ટિક ઈન્ડસ્ટ્રીઝમાં આગના બનાવથી કરોડો રૂપિયાના નુકશાનનો અંદાજ બતાવાઈ રહ્યો છે. આગને પગલે 10થી વધુ ફાયર બ્રિગેડ (Fire Brigade) ની ગાડીઓ ઘટના સ્થળે પહોંચીને આગ બૂઝવવાની કામગીરી કરી રહ્યાં છે. 

Oct 15, 2019, 09:34 AM IST
કચ્છ : વિવાદિત હરામી નાળા પાસેથી એકસાથે 5 પાકિસ્તાની ફિશીંગ બોટ મળી

કચ્છ : વિવાદિત હરામી નાળા પાસેથી એકસાથે 5 પાકિસ્તાની ફિશીંગ બોટ મળી

કચ્છ (Kutch) ની દરિયાઈ સીમા પર 5 ફિશિંગ બોટ પકડાઈ છે. બીએસએફ (BSF) દ્વારા સર્ચ ઓપરેશન દરમિયાન હરામી નાળા વિસ્તારમાંથી પાંચ પાકિસ્તાની બોટ (Pakistani boat) ઝડપાઈ છે. તપાસ કરતા આ બોટમાંથી માછીમારીનો સામાન મળ્યો છે. ત્યારે એજન્સીઓએ આ મામલે તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, પાણીની અંદર હુમલો કરવા માટે સક્ષમ પાકિસ્તાન (Pakistan) ના ટ્રેઈન્ડ કમાન્ડો કચ્છની ખાડી પાસેથી ઘૂસણખોરી કરવાની આશંકાના કેન્દ્રીય ગુપ્તચર એજન્સીઓના ઈનપૂટ બાદથી ગુજરાત (Gujarat) તટ પર હાઈ અલર્ટ જાહેર કરી દેવાયો છે. એવા ઈનપુટ મળ્યા હતાં કે આ કમાન્ડ સરક્રીક (Sir Creek) વિસ્તારમાં 'હરામી નાળા' (Harami Nala) દ્વારા ભારતમાં પ્રવેશ કરી

Oct 12, 2019, 01:34 PM IST
કચ્છ: સિરક્રીક વિસ્તારમાંથી બે પાકિસ્તાની ફિશિંગ બોટ પકડાઈ

કચ્છ: સિરક્રીક વિસ્તારમાંથી બે પાકિસ્તાની ફિશિંગ બોટ પકડાઈ

જ્યારથી જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 હટાવવામાં આવી છે ત્યારથી પાકિસ્તાનના ઊધામા ચાલુ થઈ ગયા છે. ભારતની સરહદે તણાવ વધારી રહ્યું છે અને દેશમાં આતંકી હુમલાના સતત ષડયંત્રનો પર્દાફાશ થઈ રહ્યો છે. આવા સમયે પાકિસ્તાન સાથે જોડાયેલા સરહદી રાજ્યો પર સુરક્ષા વ્યવસ્થા એકદમ ચુસ્ત કરવામાં આવી છે. 

Oct 5, 2019, 10:42 AM IST
જાહેરાતમાં ભાજપના ગુણગાન ગાઈને વિવાદમાં આવ્યા કચ્છના કોંગ્રેસી ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા

જાહેરાતમાં ભાજપના ગુણગાન ગાઈને વિવાદમાં આવ્યા કચ્છના કોંગ્રેસી ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા

કચ્છમાં કોંગ્રેસના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા ભાજપના ગુણગાન ગાઈને ફરીથી વિવાદમાં આવ્યા છે. કચ્છના અખબારોમાં સરકારની પ્રશંસા અને આભાર મંત્રી જાહેરાતથી ફરી પાછો વિવાદ સર્જાયો છે. પ્રદ્યુમનસિંહે અખબારમાં આપેલી એક જાહેરાતમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિતના નેતાઓનો આભાર માન્યો છે. તેમજ 36 કરોડના રોડના કામો મંજૂર કરવા મામલે પણ આભાર માન્યો છે. 

Sep 25, 2019, 02:51 PM IST
હિકા વાવાઝોડા સામે તંત્ર સાબદું, કચ્છમાં NDRFની એક ટીમ તૈનાત કરાઈ

હિકા વાવાઝોડા સામે તંત્ર સાબદું, કચ્છમાં NDRFની એક ટીમ તૈનાત કરાઈ

અરેબિયન દરિયામાં ઘેરા દબાણનું ક્ષેત્ર બનવાથી ચક્રવાતી તોફાન હિકા (Hikka Cyclone)વધુ તીવ્ર બની ગયું છે. પરિણામે ગુજરાત (Gujarat)ના દરિયાકાંઠે પ્રચંડ પવન ફુંકાશે. સાથે સાથે ભારે વરસાદ પણ થવાની શક્યતા છે. જેથી દરિયામાં સ્થિતિ ખરાબ થઇ શકે છે. મોજા ઊંચે ઉછળી શકે છે. માછીમારોને બુધવાર સુધી દરિયામાં નહીં જવા માટે સૂચના આપી દેવાઈ છે. વાવાઝોડાની શક્યતાને લઇને તંત્ર સાબદું થઇ ગયું છે. ત્યારે કચ્છ (Kutch)માં હિકાની અસર દેખાવા લાગી છે. હિકાને કારણે કચ્છના દરિયામાં મોજા ઉંચા ઉછળવાની ચેતવણી અપાઈ છે. જેને કારણે એનડીઆરએફ (NDRF)ની એક ટીમ કચ્છમાં તૈનાત કરાઈ છે.

Sep 24, 2019, 10:07 AM IST
રિસર્ચ : વર્ષો પહેલા કચ્છની ભૂમિમાં એવા પ્રાણીઓ રહેતા હતા કે કોઈ કલ્પી પણ ન શકે

રિસર્ચ : વર્ષો પહેલા કચ્છની ભૂમિમાં એવા પ્રાણીઓ રહેતા હતા કે કોઈ કલ્પી પણ ન શકે

પ્રણાલીગત રીતે દુષ્કાળીયા ગણાતા રણપ્રદેશ કચ્છ (Kutch)માં એક સમયે વિવિધ પ્રકારના પક્ષીઓ, પાણીના ઝરણાં, માછલીઓ હતી. પણ જિરાફ, હાથીના ઝુંડ, વિશાળકાય મગરમચ્છ અને હિપોપોટેમસ જેવાં પ્રાણીઓ વિચરતા હોવાનું એક રિસર્ચ (Research) માં સામે આવ્યું છે. રાપર તાલુકાના પલાંસવામાં મળી આવેલા જીવાશ્મિ પર રિસર્ચ કરવામાં આવ્યું હતું. ગરમ અને સૂકી આબોહવાવાળો રણપ્રદેશ કચ્છ એક સમયે ભેજવાળી આબોહવા ધરાવતો એક વિસ્તાર હતો. તેમાં ગાઢ જંગલો (Forest) આવેલા હતા. જેમાં જિરાફ, હાથી અને ગેંડા જેવા પ્રાણીઓ વિચરતા હોવાનું એક રિસર્ચમાં જાણવા મળ્યું છે. 

Sep 21, 2019, 12:20 PM IST
કચ્છની 100 સંસ્થાઓ મેઘલાડુ ઉત્સવ ઉજવી મુખ્યમંત્રી રૂપાણીનું આજે સન્માન કરશે, કારણ છે અનોખુ

કચ્છની 100 સંસ્થાઓ મેઘલાડુ ઉત્સવ ઉજવી મુખ્યમંત્રી રૂપાણીનું આજે સન્માન કરશે, કારણ છે અનોખુ

મેઘરાજાના વ્હાલને વધાવવા માટે ભૂજ સ્વામિનારાયણ મંદિર દ્વારા આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં ‘મેઘલાડુ ઉત્સવ’નું ભવ્ય આયોજન કરાયું છે. ત્યારે મુખ્યમંત્રી આ કાર્યક્રમ માટે ભૂજ પહોંચી ગયા છે. 

Aug 30, 2019, 10:45 AM IST
અંડરવોટર એટેકની ચેતવણીના 2 દિવસ પહેલા જ હરામીનાળાં પાસેથી 2 પાકિસ્તાની બોટ મળી હતી

અંડરવોટર એટેકની ચેતવણીના 2 દિવસ પહેલા જ હરામીનાળાં પાસેથી 2 પાકિસ્તાની બોટ મળી હતી

કચ્છના અખાતમાં પાકિસ્તાનની કમાન્ડો ઘૂસ્યાનું અલર્ટ કોસ્ટગાર્ડે આપ્યું છે. કચ્છની દરિયાઇ સીમાથી પાકિસ્તાની કમાન્ડો ભારતમાં ઘૂષણખોરી કરવા તૈયારી કરી રહ્યાનું ઇનપુટ ભારતીય એજન્સીઓને મળ્યું છે. જેને લઇને કોસ્ટગાર્ડે કચ્છના તમામ દરિયાઇ બંદરો, ત્યાંની કંપનીઓને પણ એલર્ટ આપ્યું છે. દરિયાઇ વિસ્તારમાં કોઇપણ હલચલ દેખાય તો આ મામલે તાત્કાલિક એજન્સીને જાણ કરવા સૂચના અપાઇ છે. 

Aug 29, 2019, 03:43 PM IST
જન્માષ્ટમીએ માંડવીના દરિયામાં ન્હાવા પડેલા 20 યુવાનો ડૂબ્યા, સ્થાનિક વેપારીઓએ રેસ્ક્યૂમાં કરી મોટી મદદ

જન્માષ્ટમીએ માંડવીના દરિયામાં ન્હાવા પડેલા 20 યુવાનો ડૂબ્યા, સ્થાનિક વેપારીઓએ રેસ્ક્યૂમાં કરી મોટી મદદ

ઉત્સવોમાં હંમેશા પ્રવાસન સ્થળો પર ભીડ જામતી હોય છે. આવામાં ક્યારેક એવી ઘટનાઓ બનતી હોય છે, જેમાં જીવનુ જોખમ થઈ જાય છે. ત્યારે કચ્છના માંડવીમાં દરિયામાં જન્માષ્ટમી પર્વની સાંજે મોટી ઘટના બની હતી. દરિયામાં નહાવા પડેલા 20 જેટલા યુવાનો ડૂબ્યા હતા, જેમાંથી 15 યુવાનોનુ રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. આ ઘટનામાં 2 યુવાનો હજી પણ લાપતા છે. 

Aug 25, 2019, 09:27 AM IST
ગાંધીધામમાં ‘છાકો’ પાડવા ઈદના મેળામાં ફાયરીંગ કર્યાનો બીજો Video Viral

ગાંધીધામમાં ‘છાકો’ પાડવા ઈદના મેળામાં ફાયરીંગ કર્યાનો બીજો Video Viral

કચ્છના ગાંધીધામમાં રોફ જમાવવા હવામાં ફાયરિંગ કરવાનો વીડિયો વાયરલ થયો છે. કચ્છમાં ફાયરિંગનો બીજો વીડિયો વાયરલ થયો છે. બકરી ઈદના પર્વ નિમિત્તે હવામાં ફાયરિંગ કર્યું હોવાનો વીડિયો વાયરલ થયો છે. 

Aug 19, 2019, 08:33 AM IST