ભૂપેન્દ્ર પટેલ સરકારના મંત્રીમંડળના વિસ્તરણ પર મોટા સમાચાર; કાલે 11.30 વાગ્યે શપથગ્રહણ સમારોહ

Gandhinagar News: ગુજરાત સરકારના મંત્રી મંડળનું વિસ્તરણ થવા જઈ રહ્યું છે. દિવાળી પહેલા સરકારમાં ઘણા નવા ચહેરા જોવા મળશે તો અત્યારના કેટલાય ચહેરા માત્ર ધારાસભ્ય જ રહી જશે...એવા અનેક નવા નામ સામે આવ્યા છે ચોંકાવનારા છે.

ભૂપેન્દ્ર પટેલ સરકારના મંત્રીમંડળના વિસ્તરણ પર મોટા સમાચાર; કાલે 11.30 વાગ્યે શપથગ્રહણ સમારોહ

Gandhinagar News: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળના વિસ્તરણને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. લાંબા સમયથી ચાલી રહેલી અટકળોનો અંત આવ્યો છે અને ટૂંક સમયમાં જ 'દાદાના મંત્રીમંડળ'નું વિસ્તરણ થવા જઈ રહ્યું છે. મળતી માહિતી મુજબ, નવા મંત્રીઓ 17 ઓક્ટોબર, શુક્રવારના રોજ શપથ લેશે.

Add Zee News as a Preferred Source

આવતીકાલે સવારે 11.30 વાગ્યે શપથગ્રહણ સમારોહ
મંત્રીમંડળના વિસ્તરણની વિધિ માટે તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ભૂપેન્દ્ર પટેલ સરકારના મંત્રી મંડળના વિસ્તરણમાં પદનામિત મંત્રીશ્રીઓનો શપથ વિધિ શુક્રવાર, 17 ઓક્ટોબરે સવારે 10.30 કલાકે ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે યોજવામાં આવશે. આ શપથગ્રહણ સમારોહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી રાજ્યમંત્રીમંડળના આ વિસ્તરણમાં સમાવિષ્ટ થનારા પદનામિત મંત્રીઓને હોદ્દો અને ગોપનીયતાના શપથ લેવરાવશે.

ઝી 24 કલાકના અહેવાલ પર મહોર
અગાઉ ઝી 24 કલાકે દર્શાવેલા અહેવાલ પર હવે મહોર લાગી ગઈ છે કે નવા મંત્રીઓની શપથવિધિ આવતીકાલે જ થશે. આ વિસ્તરણને પગલે રાજ્યના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, વિસ્તરણને ધ્યાનમાં રાખીને ધારાસભ્યોને પણ આગામી 2 દિવસ ગાંધીનગરમાં રહેવા માટે સૂચના આપવામાં આવી છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હવે કયા નવા ચહેરાઓને મંત્રીમંડળમાં સ્થાન આપે છે અને કયા ધારાસભ્યોને પડતા મૂકે છે, તેના પર સૌની નજર ટકેલી છે. આ વિસ્તરણ દ્વારા સરકારમાં સંગઠનાત્મક અને પ્રાદેશિક સંતુલન જાળવવાનો પ્રયાસ કરવામાં આવશે.

કોઈ થઈ શકે છે આઉટ?

  • નાણામંત્રી કનુ દેસાઈ
  • અન્ન-પુરવઠા રાજ્યમંત્રી ભીખુસિંહ પરમાર
  • પંચાયત મંત્રી બચુ ખાબડ
  • કૃષિ મંત્રી રાઘવજી પટેલ
  • પ્રવાસન મંત્રી મૂળુ બેરા 
  • મહિલા, બાળ વિકાસ મંત્રી ભાનુ બાબરિયા

કોની થઈ શકે છે એન્ટ્રી? 

  • જયેશ રાદડિયા, મહેશ કસવાલા, અલ્પેશ ઠાકોર
  • જીતુ વાઘાણી, કેયુર રોકડિયા, જીતુ ચૌધરી
  • સંગીતા પાટીલ, ઉદય કાનગડ, રીવાબા જાડેજા

નવા મંત્રીમંડળમાં સૌરાષ્ટ્ર અને લેઉવા પાટીદાર ફેક્ટરને ખાસ ધ્યાનમાં રાખવામાં આવશે. સાથે જ પાટીદાર, OBC, કોળી, SC-ST અને ઉત્તર–દક્ષિણ–મધ્ય ગુજરાતના સંતુલન પર પણ પાર્ટી ધ્યાન રાખશે. હાલના મંત્રી ઋષિકેશ પટેલ, બળવંતસિંહ રાજપૂત, હર્ષ સંઘવી, કુંવરજી બાવળિયા, કુબેર ડિંડોર, પ્રફુલ પાનસેરિયા, પરશોત્તમ સોલંકી અને મુકેશ પટેલને ફરીથી લોટરી લાગી શકે છે.

કોણ રહી શકે છે યથાવત્?

  • ઋષિકેશ પટેલ, બળવંતસિંહ રાજપૂત
  • હર્ષ સંઘવી, કુંવરજી બાવળિયા
  • કુબેર ડિંડોર, પ્રફુલ પાનસેરિયા
  • પરશોત્તમ સોલંકી અને મુકેશ પટેલ

દિવાળી પર્વના શુભ દિવસે જો નવા મંત્રીઓના શપથ પણ થઈ શકે છે...એટલે કે દિવાળીમાં કોઈ ધારાસભ્યના ઘરે ડબલ ફટાકડા ફૂટશે...મીઠાઈની મિઠાશ પણ બેવડાઈ જશે...હા, પણ કેટલાકના ઘરે સ્ટોક લાવીને રાખેલા ફટાકડા માળિયે ચડાવી દેવા પડે તેવી પણ સ્થિતિ સર્જાઈ શકે છે....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
Kinjal Patel

કિંજલકુમાર પટેલ, ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર તરીકે કાર્યરત છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. કારકિર્દીની શરૂઆતથી ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતની રાજનીતિ, ગુજર

...और पढ़ें

Trending news