કૃષિમંત્રી રાઘવજી પટેલના મત વિસ્તારમાં ભંગાણ! સિક્કા નગર પાલિકાના 7 કોર્પોરેટરો કોંગ્રેસમાં જોડાયા

Jamnagar News: સિક્કા નગરપાલિકામાં ભાજપને મોટો ઝટકો. સિક્કા નગરપાલિકાના વર્તમાન કારોબારી ચેરમેન સહિત સાત કોર્પોરેટરો કોંગ્રેસમાં જોડાયા. જામનગર જિલ્લામાં રાજકીય ભૂકંપથી ભાજપને મોટો ઝટકો લાગ્યો. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડાએ ખેસ પહેરાવી ભાજપના નગરસેવકોને કોંગ્રેસમાં આવકાર્યા. જામનગર જિલ્લા અને તાલુકા કોંગ્રેસ પ્રમુખ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા. કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલના મત વિસ્તારમાં ભાજપમાં ભંગાણ થયું.

કૃષિમંત્રી રાઘવજી પટેલના મત વિસ્તારમાં ભંગાણ! સિક્કા નગર પાલિકાના 7 કોર્પોરેટરો કોંગ્રેસમાં જોડાયા

Jamnagar News: જામનગર જિલ્લાના રાજકારણમાં આજે મોટો ભૂકંપ આવ્યો છે. જામનગર નજીક આવેલી સિક્કા નગરપાલિકામાં સત્તાધારી ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ને મોટો ઝટકો લાગ્યો છે. નગરપાલિકાના વર્તમાન કારોબારી ચેરમેન સહિત કુલ સાત કોર્પોરેટરોએ ભાજપનો સાથ છોડીને વિપક્ષી પાર્ટી કોંગ્રેસનો હાથ પકડ્યો છે.

Add Zee News as a Preferred Source

જામનગર જિલ્લામાં આ ઘટનાને પગલે રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે અને ભાજપને મોટો ફટકો પડ્યો છે. આ તમામ નગરસેવકો કોંગ્રેસમાં જોડાતા સિક્કા નગરપાલિકાનું રાજકીય સમીકરણ બદલાયું છે.

આ નગરસેવકોને કોંગ્રેસમાં આવકારવા માટે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા પોતે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ભાજપ છોડીને આવેલા આ તમામ નગરસેવકોને કોંગ્રેસનો ખેસ પહેરાવીને પક્ષમાં વિધિવત રીતે આવકાર્યા હતા. આ પ્રસંગે જામનગર જિલ્લા અને તાલુકા કોંગ્રેસ પ્રમુખ સહિતના અન્ય અગ્રણીઓ પણ હાજર રહ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, સિક્કા નગરપાલિકાનો વિસ્તાર રાજ્યના કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલના મત વિસ્તારમાં આવે છે. તેમના જ મત વિસ્તારમાં ભાજપના ચૂંટાયેલા પ્રતિનિધિઓમાં આ રીતે ભંગાણ પડવાથી ભાજપની સ્થાનિક સંગઠન માટે આ એક ગંભીર બાબત બની છે. આ ઘટનાથી જિલ્લાના રાજકારણમાં કોંગ્રેસને એક મોટી સફળતા મળી છે, જ્યારે ભાજપ માટે આ એક ચિંતાજનક સંકેત છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
Kinjal Patel

કિંજલકુમાર પટેલ, ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર તરીકે કાર્યરત છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. કારકિર્દીની શરૂઆતથી ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતની રાજનીતિ, ગુજર

...और पढ़ें

Trending news