નવી જંત્રી ગુજરાતમાં લાગુ કરવામાં આવી મોટી અડચણ, ગાંધીનગરથી આવ્યા મોટા અપડેટ
Jantri Rates Apply In Gujarat : રાજ્યમાં નવા જંત્રીના દર લાગુ કરવામાં થઈ શકે છે વિલંબ.. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે નિર્ણયની સમીક્ષા... અગાઉ સરકારને મળ્યા હતા 11 હજાર વાંધા સૂચન.. 6 હજારથી વધુ સૂચન જંત્રી ઘટાડવા અંગે હતા
Trending Photos
Jantri Price Hike In Gujarat : ગુજરાતમાં નવી જંત્રી લાગુ કરવાને લઈને હજી પણ અવઢવ છે. ત્યારે આ વચ્ચે ગાંધીનગરથી રાજ્યમાં નવા જંત્રીના દરોની અમલવારીને લઈને મહત્વના સમાચાર આવ્યા છે. જંત્રીના નવા દરો લાગુ કરવામાં હજુ પણ વિલંબ થઈ શકે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, સરકારને અનેક સૂચનો મળતાં નવા જંત્રીના દરો લાગુ કરવામાં વિલંબ થઈ શકે છે. સરકારને જંત્રી અંગે અંદાજે 11 હજારથી વધુ વાંધા સૂચનો મળ્યા છે. 6 હજારથી વધુ વાંધા સૂચનો જંત્રી ઘટાડા માટેના મળ્યા છે. બીજી તરફ 1700 જેટલા સૂચનો જંત્રી વધારવા માટેના મળ્યાં છે. ત્યારે નવી જંત્રીના દરો લાગુ કરવા અંગે મુખ્યમંત્રી સમીક્ષા કરશે. તેના બાદ જ મુખ્યમંત્રી કક્ષાએથી જંત્રીના દરો લાગુ કરવા અંગે આખરી નિર્ણય લેવામાં આવશે.
જંત્રી દરના વધારાને લઈને ઢગલાબંધ વાંધા અરજીઓ થઈ
આ બે મહિનામાં રાજ્ય સરકારને કુલ 11,046 જેટલા વાંધા સૂચનો મળ્યા છે. જેમાંથી 5400 જેટલા શહેરી વિસ્તારમાંથી જ્યારે 4900 થી વધુ ગ્રામ્ય વિસ્તારમાંથી આવ્યા છે. , શરૂઆતમાં પ્રસિધ્ધ કરેલ જંગી બાબતે વાંધા સૂચનો મંગાવવા માટે 20/12/2024 સુધીની અવધિ રાખવામાં આવી હતી. જે જાહેર હિતને ધ્યાને લઈને તા. 20/01/2025 સુધી લંબાવવામાં આવી હતી. વધુમાં ઓનલાઈનની સાથે ઓફલાઈન પણ વાંધા - સૂચનો સ્વીકારવાની વ્યવસ્થા કરાઇ હતી.
ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકાર દ્વારા નવી જંત્રીના સૂચિત દરો જાહેર કર્યા બાદ સમગ્ર રાજ્યમાં જંત્રીના દરમાં જંગી વધારો સૂચવાયો છે. સરકારે બજેટમાં જંત્રી વધારા મામલે રાહત આપતી કોઇ જાહેરાત કરવામાં આવી નથી. પરિણામે 1લી એપ્રિલથી નવા દરો અસ્તિત્વમાં આવે તેવી શક્યતા છે. રાજ્યમાં છેલ્લે વર્ષ 2011માં જંત્રીના સરવે બાદના નવા દરો લાગુ થયા હતા. તે પછી વર્ષો સુધી સરવે નહીં થયા બાદ બે વર્ષ અગાઉ સરકાર દ્વારા જંત્રીના બમણા દરો લાગુ કર્યા હતા અને તે પછી સમગ્ર રાજ્યમાં વેલ્યુ ઝોન નક્કી કરી શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં જંત્રીનો સરવે કરવામાં આવ્યો છે. સ્થળ, સ્થિતિ, ભૌગોલિક પરિસ્થિતિ ઉપરાંત છેલ્લા કેટલાક વર્ષોના વેચાણ સહિતની વિગતો એકત્રિત કરીને ગત નવેમ્બર માસમાં જંત્રીના સૂચિત દરો જાહેર કરી વાંધા સૂચનો મંગાવવામાં આવ્યા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે