મોટા સમાચાર; દ્વારકા મંદિરમાં સાંજે 7 વાગ્યા પછી પ્રવેશ બંધ, સરહદી ગામોમાં બ્લેકઆઉટનો નિર્ણય

Blackout in Dwarka temple: હાલની સંવેદનશીલ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને દ્વારકા તાલુકાના સરહદી ગામોમાં સ્વૈચ્છિક બ્લેકઆઉટ પાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સાંજે 7 વાગ્યાથી બેટ દ્વારકાથી શરૂ કરીને કુરંગા સુધીના સમગ્ર વિસ્તારમાં સ્વૈચ્છિક બ્લેકઆઉટ પાડવામાં આવ્યો છે.

મોટા સમાચાર; દ્વારકા મંદિરમાં સાંજે 7 વાગ્યા પછી પ્રવેશ બંધ, સરહદી ગામોમાં બ્લેકઆઉટનો નિર્ણય

Blackout in Dwarka temple: ભારત અને પાકિસ્તાન વચ્ચેની હાલની સ્થિતિના પગલે દ્વારકા, ઓખા, મીઠાપુર અને બેટ દ્વારકાના વહીવટીતંત્ર દ્વારા એક મહત્વપૂર્ણ આદેશ જારી કરવામાં આવ્યા છે. હાલની સંવેદનશીલ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને દ્વારકા તાલુકાના સરહદી ગામોમાં સ્વૈચ્છિક બ્લેકઆઉટ પાડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સાંજે 7 વાગ્યાથી બેટ દ્વારકાથી શરૂ કરીને કુરંગા સુધીના સમગ્ર વિસ્તારમાં સ્વૈચ્છિક બ્લેકઆઉટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 

Add Zee News as a Preferred Source

દ્વારકા જિલ્લા તંત્ર દ્વારા એલર્ટ
સાંજ 7 વાગ્યાથી સવારે 6 વાગ્યા તમામ મંદિર સહિત બંધ રાખવામાં આવશે. શોપિંગ સેન્ટરોને પણ બંધ રાખવા અપીલ કરવામાં આવી છે. સાંજે 7 વાગ્યા બધા તમામ એક્ટિવિટીને બંધ કરવાં અપીલ કરી છે. ઈમરજન્સી સિવાય લોકોને ઘરની બહાર ન નીકળવા અપીલ કરાઈ છે. સુરક્ષાના કારણોસર દ્વારકા જિલ્લા તંત્ર દ્વારા એલર્ટ અપાયું છે. વહીવટીતંત્ર દ્વારા તમામ નાગરિકોને સહયોગ આપવા અપીલ કરી છે.

જામનગર જિલ્લામાં રેડ એલર્ટ 
ભારત અને પાકિસ્તાન તણાવ વચ્ચે જામનગર જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જામનગર જિલ્લામાં ડ્રોન દેખાયા છે. જી હા...જામનગરમાં જિલ્લામાં 4 ડ્રોન દેખાયા હોવાના અહેવાલ મળી રહ્યા છે.

હાલની સ્થિતિના પગલે દ્વારકાધીશ મંદિર 7 વાગ્યા પછી બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. બીજી તરફ સોમનાથના દરિયાકાંઠે ચોકીઓ ઊભી કરી દેવાઈ છે. 24 મે સુધી જામનગર-બનાસકાંઠા જિલ્લામાં ફટાકડા ફોડવા અને ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ મુકી દેવાયો છે અને ઇમરજન્સીની જાહેર કરાઇ છે. જામનગર કલેક્ટરે વેપાર-ધંધા બંધ રાખવા સૂચના આપી છે. 

14 મે સુધી ગુજરાતના ભુજ, કંડલા, કેશોદ, જામનગર, નલિયા, મુંદ્રા, હીરાસર (રાજકોટ) અને પોરબંદર એરપોર્ટ બંધ રહેશે. જ્યારે કચ્છના 2 મોટા બંદર કંડલા અને મુન્દ્રા અદાણી પોર્ટ પણ બંધ કરી દેવાયા છે. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના તમામ કર્મચારીઓની રજા પણ રદ કરીને તેમને તાત્કાલીક ફરજ પર હાજર થવા આદેશ અપાયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં બેઠક યોજીને સરહદી જિલ્લાઓની હાલની પરિસ્થિતિની સમીક્ષા કરી હતી

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
Kinjal Patel

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીત

...और पढ़ें

Trending news