ગુજરાતના ખેડૂતો માટે મોટા સમાચાર, રાજ્ય સરકારે જાહેર કર્યું ઈતિહાસનું સૌથી મોટું રાહત પેકેજ
Gujarat Farmers Relief Package News: ગુજરાતના ખેડૂતો માટે રાહત આપતા સમાચાર સામે આવી રહ્યા છે. છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં પડેલા કમોસમી વરસાદ (માવઠા)ને કારણે ખેતીના પાકને વ્યાપક નુકસાન થયું છે, જેના કારણે જગતનો તાત આર્થિક સંકટમાં મુકાયો છે. જો કે, હવે આ આફત વચ્ચે સરકારે 10 હજાર કરોડનું પેકેજ જાહેર કર્યું છે.
Trending Photos
)
Gujarat Farmers Relief Package News: ગુજરાતના ખેડૂતો માટે રાહત આપતા સમાચાર સામે આવી રહ્યા છે. છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં પડેલા કમોસમી વરસાદ (માવઠા)ને કારણે ખેતીના પાકને વ્યાપક નુકસાન થયું છે, જેના કારણે જગતનો તાત આર્થિક સંકટમાં મુકાયો છે. જો કે, હવે આ આફત વચ્ચે સરકારે 10 હજાર કરોડનું પેકેજ જાહેર કર્યું છે.
ગુજરાતમાં થયેલા માવઠાને કારણે ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું છે. રાજ્યમાં કમોસમી વરસાદ આ વર્ષે વિવિધ જિલ્લાના ખેડૂતોના પાકને મોટું નુકસાન થયું છે. ત્યારે રાજ્યભરના ખેડૂતોના પાકને થયેલા વ્યાપક નુકસાન સામે તેમની લાગણીને ધ્યાને રાખીને રાજ્ય સરકાર દ્વારા ધરતીપુત્રો માટે આશરે રૂપિયા 10 હજાર કરોડનું રાહત-સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું છે.
આ વર્ષે ચોમાસામાં ભારે વરસાદ બાદ સતત માવઠાના કારણે ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું છે. ત્યારે હવે રાજ્ય સરકારે ખેડૂતો માટે મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્ય સરકાર દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ઉચ્ચ અધિકારીઓ અને મંત્રીઓની બેઠક યોજાઈ હતી. જેમાં ખેડૂતોને પાક નુકસાનીના વળતર માટે રૂપિયા 10 હજાર કરોડ રાહત પેકેજ આપવાનો નિર્ણય લેવાયો છે. નોંધનીય છે કે, રાજ્યમાં કમોસમી વરસાદના લીધે 42 લાખ હેક્ટર માં 16,000 જેટલા ગામોમાં આ વરસાદથી નુકસાન થયું છે.
સરકાર ખેડૂતોની પડખે ઊભી છે
આ અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, 'ગુજરાતમાં ગત બે દાયકામાં ન થયો હોય એ પ્રકારનો અસાધારણ કમોસમી વરસાદ આ વર્ષે થતા રાજ્યના વિવિધ જિલ્લાના ખેડૂતોના પાકને મોટું નુકસાન થયું છે. આ સંદર્ભે, મેં તથા મારા સાથી મંત્રીઓએ જુદા-જુદા જિલ્લાઓમાં જઈને અસરગ્રસ્ત ખેડૂતોની સાથે પ્રત્યક્ષ વાતચીત કરીને તેમની સ્થિતિ જાણી હતી.
રાજ્યભરના ખેડૂતોના પાકને થયેલા વ્યાપક નુકસાન સામે તેમની લાગણીને ધ્યાને રાખીને રાજ્ય સરકાર દ્વારા ધરતીપુત્રો માટે આશરે રૂપિયા 10 હજાર કરોડના રાહત-સહાય પેકેજની જાહેરાત કરું છું. આ ઉપરાંત, રાજ્ય સરકાર 9 નવેમ્બરથી ખેડૂતો પાસેથી ટેકાના ભાવે આશરે રૂ. 15,000 કરોડથી વધુના મૂલ્યની મગફળી મગ, અડદ અને સોયાબીનની ખરીદી કરવા પણ જઈ રહી છે.
ગુજરાતમાં ગત બે દાયકામાં ન થયો હોય એ પ્રકારનો અસાધારણ કમોસમી વરસાદ આ વર્ષે થતા રાજ્યના વિવિધ જિલ્લાના ખેડૂતોના પાકને મોટું નુકસાન થયું છે.
આ સંદર્ભે, મેં તથા મારા સાથી મંત્રીશ્રીઓએ જુદા-જુદા જિલ્લાઓમાં જઈને અસરગ્રસ્ત ખેડૂતોની સાથે પ્રત્યક્ષ વાતચીત કરીને તેમની સ્થિતિ જાણી હતી.…
— Bhupendra Patel (@Bhupendrapbjp) November 7, 2025
સૌરાષ્ટ્ર સહિત સમગ્ર રાજ્યભરમાં દિવાળી તહેવાર આજુબાજુ કમોસમી વરસાદ વરસ્યો હોવાનું સામે આવ્યું છે. ઓક્ટોબર મહિનામાં પડેલા વરસાદના કારણે ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ ચૂક્યો હોવાની પરિસ્થિતિ સામે આવી છે. ત્યારે સરકાર દ્વારા ખેડૂતોને થયેલ નુકસાની બાબતેના સર્વેનો આદેશ કરવામાં આવતા વહીવટી તંત્ર દ્વારા નુકસાનીગ્રસ્ત જિલ્લાઓમાં 102 જેટલી ટીમો દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
9મી નવેમ્બરથી ટેકાના ભાવે કરાશે ખરીદી
રાજ્ય સરકાર દ્વારા 9 નવેમ્બરથી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે. રાજ્ય સરકારના કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, રાજ્યના ખેડૂતોને તેમની ઉપજના પોષણક્ષમ ભાવ સાથે આર્થિક રક્ષણ પણ મળી રહે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં મગફળી, મગ, અડદ અને સોયાબીન જેવા ખરીફ પાકોની આગામી તા. ૯ નવેમ્બરથી ટેકાના ભાવે ખરીદી શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે














