લોકરક્ષકની ભરતી માટે મોટા સમાચાર; આ વેબસાઈટ પર મૂકાશે સાંજે 'Answer Key'

Gujarat Police Bharti Exam :  લોકરક્ષકની લેખિત પરીક્ષાની Provisional Answer Key આજે સાંજે ૪ વાગ્યે ભરતી બોર્ડની વેબસાઇટ ઉપર જાહેર કરાશે. ઉમેદવારો તા.૨૩/૦૬/૨૦૨૫ના ૨૩.૫૯ વાગ્યા સુધીમાં ઓનલાઇન વાંધા/રજુઆત મોકલી શકશે

લોકરક્ષકની ભરતી માટે મોટા સમાચાર; આ વેબસાઈટ પર મૂકાશે સાંજે 'Answer Key'

Gujarat Police Bharti Exam : ગુજરાતમાં પોલીસ ભરતીને લઈને મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષા તા.૧૫/૦૬/૨૦૨૫ના રોજ લેવામાં આવી હતી. આ લેખિત પરીક્ષામાં 2,37,000 જેટલા ઉમેદવારો હાજર રહ્યા હતા. હાજર રહેલા તમામ ઉમેદવારોની OMR Sheet સ્કેન કરી, ઉમેદવારો જોઇ શકે તે માટે 16/06/2025ના રોજ વહેલી સવારે ભરતી બોર્ડની વેબસાઇટ ઉપર અપલોડ કરવામાં આવી હતી.

લેખિત પરીક્ષાની Provisional Answer Key માસ્ટર સેટ પ્રશ્નપત્ર મુજબ ભરતી બોર્ડની વેબસાઇટ https://gprb.gujarat.gov.in  તથા https://lrdgujarat2021.in ઉપર આજરોજ કલાકઃ 16.00 વાગ્યાથી જાહેર કરવામાં આવશે. 

ઉમેદવારોને Provisional Answer Keyમાં જે જવાબની સામે વાંધા/રજુઆત હોય તો 20/06/2025ના કલાક 16/00 વાગ્યાથી 23/06/2025ના કલાક 23.59 વાગ્યા સુધીમાં ઓનલાઇન વાંધા/રજુઆત મોકલવાની રહેશે. ઓનલાઇન સિવાય અન્ય કોઇપણ રીતે મોકલવામાં આવેલ તથા તારીખ/સમય વિતી ગયા બાદ મળેલ વાંધા/રજુઆત ધ્યાને લેવામાં આવશે નહી.

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં પોલીસ સબ-ઇન્સ્પેક્ટર અને પોલીસ કોન્સ્ટેબલની 12472 જગ્યા પર ભરતી પ્રક્રિયા શરૂ છે. જેમાં બિન હથિયારી પોલીસ સબ ઇન્સપેકટર (PSI)ની 472 જગ્યા માટે કુલ 1,02,935 ઉમેદવારોએ 13 એપ્રિલ, 2025ના રોજ લેખિત પરીક્ષા આપી હતી. જ્યારે હવે લોકરક્ષક કેડરની 12 હજાર જગ્યા પરની ભરતી માટે આગામી 15 જૂન 2025ના રોજ 2.47 લાખથી વધુ ઉમેદવારોએ લેખિત પરીક્ષા આપી હતી.

રાજ્યમાં લોકરક્ષક સંવર્ગની બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારી પો.કો., જેલ સિપાઈ, SRPF સહિતની 12000 જેટલી જગ્યા પર ભરતી પ્રક્રિયા શરૂ છે, ત્યારે પોલીસ વિભાગ દ્વારા ભરતીની શારીરિક કસોટી પૂર્ણ કર્યા બાદ લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષા 15 જૂને યોજી હતી. જેમાં અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, આણંદ અને ગાંધીનગર સહિત 825 કેન્દ્ર-શાળા ખાતે પરીક્ષા લેવાઈ હતી. હવે તેની આન્સર કીને લઈને સમાચાર મળી રહ્યા છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news