BRTS માં મુસાફરી કરનારાઓ માટે આંચકાજનક સમાચાર, અટકી દેવાઈ આ કામગીરી
BRTS Expansion Stopped : રાજ્યમાં BRTSનું વિસ્તરણ કરવામાં આવ્યું બંધ... અમદાવાદ, સુરત, રાજકોટમાં હવે નહીં બને નવા કોરિડોર... સામાન્ય ટ્રાફિકની સાથે જ ચાલશે BRTS
Trending Photos
Gandhinagar News : ગુજરાત મોડલ અમસ્તુ જ વખાણાતું નથી. એવા અનેક પ્રોજેક્ટ છે જેની શરૂઆત દેશમાં સૌથી પહેલા ગુજરાતથી થઈ હતી. આવા અસંખ્ય પ્રોજેક્ટની દેણ ગુજરાત છે. ત્યારે દેશમાં BRTS સુવિધા શરૂ કરનાર ગુજરાત પ્રથમ રાજ્યુ હતું. જેનો લાભ અત્યાર સુધી અનેક મુસાફરોએ લીધો છે. એટલું જ નહિ, ગુજરાતના અન્ય શહેરોમાં પણ BRTS શરૂ કરવામાં આવી છે. પરંતુ BRTS માં મુસાફરી કરનારા લોકો માટે આંચકાજનક સમાચાર સામે આવ્યા છે. BRTSનું વિસ્તરણ બંધ કરાયં છે. હવે BRTS ના નવા કોરિડોર નહીં બને. અમદાવાદ, સુરત-રાજકોટના નવા વિસ્તારોમાં BRTS શરૂ નહીં થાય. હાલ મિક્સ ટ્રાફિકમાં જ બસો દોડાવાઈ રહી છે.
ગુજરાતમાં બસ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ (BRTS) બસ વર્ષ 2009માં શરૂ કરવામાં આવી હતી. આ વર્ષે અમદાવાદના નાગરિકોને સોથી પહેલા BRTS બસની સુવિધા મળી હતી. આ પ્રયોગ સફળ જતા ધીરે ધીરે સુરત અને રાજકોટમાં પણ BRTS સેવા શરૂ કરવામા આવી હતી. પરંતું 20 વર્ષ બાદ આ પ્રોજેક્ટ હવે બંધ કરવામાં આવી રહ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, હાલ BRTS ના નવા કોરિડોર બનાવવાના બંધ કરી દેવાયા છે. BRTS નું વિસ્તરણ બંધ કરી દેવાયુ છે. અમદાવાદ, સુરત અને રાજકોટમાં પણ BRTS ના નવા કોરિડોર બનાવવાની કામગીરી અટકાવી દેવાઈ છે.
કોરોના પહેલા જ કોરિડોર બંધ કરાયા
એક અધિકારીએ જણાવ્યું કે, BRTS ના નવા કોરિડોર બનાવવાની કામગીરી કોરોના કાળ પહેલા જ બંધ કરી દેવાઈ છે. તેના બાદ મિક્સ ટ્રાફિકમાં જ બસો દોડાવવામાં આવી રહી છે. છેલ્લે અમદાવાદમાં બોપલ વિસ્તારમાં BRTS કોરિડોર બન્યો હતો, તેના બાદ કોઈ નવો કોરિડોર બન્યો નથી. તે જ રીતે સુરત અને રાજકોટમા પણ નવા કોરિડોર બનાવાતા નથી. મિક્સ ટ્રાફિકમાંજ બીઆરટીએસ બસો દોડાવવામા આવી રહી છે.
અમદાવાદમાં આ કારણે નથી બની રહ્યાં નવા કોરિડોર
BRTS સેવા શરૂ કરવામાં આવી ત્યારે શહેરમાં વિવિધ વિસ્તારોમાં અલગથી કોરિડોર બનાવવામાં આવ્યા હતા. BRTS ઝડપથી અને સરળતાથી પસાર થઈ શકે તે માટે આ કોરિડોર બનાવવામાં આવ્યા હતા. ખાસ કરીને ટ્રાફિક સિગ્નલમાં BRTS માટે પણ અલગથી તેનું સિગ્નલ આપવામાં આવ્યું છે. જોકે હવે આ કોરિડોર બંધ કરવા પાછળનું કારણ તંત્ર દ્વારા એવું દર્શાવવામાં આવ્યું છે કે અગાઉ દરેક જગ્યાએ રૂટ ઉપર રોડ પહોળા ન હોવાથી ત્યાં કોરિડોર બનાવવામાં બસ પસાર થઈ શકે તેમ નહોતી એટલે કોરિડોર બનાવ્યા, પણ હવે ખૂબ પહોળા હોવાથી કોરિડોર બનાવવામાં આવતા નથી. જોકે કોરિડોર ન બનાવવા મામલે કોઈ સ્પષ્ટતા કરવામાં આવતી નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે