)
Gujarat Government: ગુજરાત સરકારે રાજ્યના અંદાજે 1 કરોડ 75 લાખ વીજ ગ્રાહકોને મોટી ભેટ આપી છે. 1 જુલાઈ, 2025થી અમલમાં આવતા નિર્ણય મુજબ, સરકારી વીજ કંપનીઓના ગ્રાહકો માટે ફ્યુઅલ એન્ડ પાવર પર્ચેઝ પ્રાઇસ એડજસ્ટમેન્ટ (FPPPA), જે સામાન્ય રીતે ફ્યુઅલ સરચાર્જ તરીકે ઓળખાય છે, તેમાં પ્રતિ યુનિટ 15 પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો છે.
આ ઘટાડા બાદ નવો ફ્યુઅલ સરચાર્જ દર હવે પ્રતિ યુનિટ રૂ. 2.30 રહેશે. આ નિર્ણયનો સીધો લાભ જુલાઈથી સપ્ટેમ્બરના ત્રણ મહિનાના સમયગાળા દરમિયાન ગ્રાહકોને મળશે, જેનાથી કુલ આશરે રૂ. 400 કરોડની બચત થવાનો અંદાજ છે. ગ્રાહકો માટે આનો અર્થ એ છે કે જો તેઓ 100 યુનિટ વીજળી વાપરે, તો તેમના બિલમાં અંદાજે 15 રૂપિયાની બચત થશે.
વીજળીના દરમાં સતત ઘટાડો
આ જાહેરાત રાજ્યના ઊર્જા મંત્રી કનુ દેસાઈ દ્વારા કરવામાં આવી હતી, જોકે વીજળીના દર નક્કી કરવાનો અધિકાર ગુજરાત વીજળી નિયમન પંચ (GERC) નામની સ્વાયત્ત સંસ્થા પાસે હોય છે. આ ઘટાડો કોઈ એક વખતના નિર્ણયનો ભાગ નથી, પરંતુ જાન્યુઆરી 2024થી ફ્યુઅલ સરચાર્જમાં સતત ઘટાડો થઈ રહ્યો છે:
ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ (GUVNL) એ આ ઘટાડા પાછળનું કારણ યોગ્ય અને કાર્યક્ષમ વીજળી ખરીદી, સ્થિર દરો, મજબૂત નાણાકીય વ્યવસ્થાપન અને વાણિજ્યિક નુકસાનમાં ઘટાડાને દર્શાવ્યું છે. આ સતત થઈ રહેલા ઘટાડાઓ રાજ્યના ગ્રાહકોના ખર્ચમાં નોંધપાત્ર રાહત પૂરી પાડી રહ્યા છે.