'મહાદેવ એપ' ક્રિકેટ સટ્ટા કેસમાં SMCને મોટી સફળતા! અમદાવાદથી દુબઈ જતાં જયસિંહ ચૌહાણની ધરપકડ
Ahmdabad News: ગેરકાયદેસર મહાદેવ એપ ઓનલાઇન ક્રિકેટ સટ્ટા કેસમાં ગુજરાત સ્ટેટ મોનિટરિંગ સેલને મળી મોટી સફળતા. મહાદેવ એપ ગેરકાયદેસર ઓનલાઇન ક્રિકેટ સટ્ટા બેટિંગમાં એસએમસીની મોટી કાર્યવાહી. ગેરકાયદેસર ક્રિકેટ સટ્ટા બેટિંગમાં ફ્રેન્ચાઇઝી આપનાર જયસિંહ શંકરાજી ચૌહાણ અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ઝડપાયો. મહાદેવ એપના માલિક સૌરભ ઉર્ફે મહાદેવ ચંદ્રકર પાસેથી ઓનલાઇન ક્રિકેટ સટ્ટા બેટિંગની ફ્રેન્ચાઇઝી જયસિંહ આપતો હતો.
Trending Photos
)
Ahmdabad News: ગુજરાત સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) ને ગેરકાયદેસર ઓનલાઈન ક્રિકેટ સટ્ટા બેટિંગના 'મહાદેવ એપ' કેસમાં એક મોટી સફળતા મળી છે. આ કેસમાં ફ્રેન્ચાઇઝી આપનાર મુખ્ય આરોપીઓમાંના એક એવા જયસિંહ શંકરાજી ચૌહાણની અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી છે.
દુબઈ જતી વખતે એરપોર્ટ પરથી ઝડપાયો આરોપી
જયસિંહ ચૌહાણ વિરુદ્ધ અગાઉ લુક આઉટ સર્ક્યુલર (LOC) જાહેર કરવામાં આવ્યું હતું. SMCની સતર્કતાને કારણે, આરોપી જયસિંહ જ્યારે ફ્લાઇટ નંબર EK 541 મારફતે અમદાવાદથી દુબઈ જવા નીકળ્યો, ત્યારે ઇમિગ્રેશન વિભાગ દ્વારા તેને તાત્કાલિક અટકાવવામાં આવ્યો હતો. ત્યારબાદ ઇમિગ્રેશન વિભાગે ઝડપાયેલા આરોપીને સ્ટેટ મોનિટરિંગ સેલને સોંપ્યો હતો. SMC દ્વારા આરોપી જયસિંહ શંકરાજી ચૌહાણની આજ રોજ બપોરે 15:30 વાગ્યે (3:30 વાગ્યે) સત્તાવાર રીતે ધરપકડ કરવામાં આવી છે.
શું છે જયસિંહની ભૂમિકા?
પોલીસના જણાવ્યા મુજબ, જયસિંહ ચૌહાણ ગેરકાયદેસર મહાદેવ એપ ઓનલાઈન ક્રિકેટ સટ્ટા બેટિંગમાં મહત્વની ભૂમિકા ભજવતો હતો. તે મહાદેવ એપના માલિક સૌરભ ઉર્ફે મહાદેવ ચંદ્રકર પાસેથી ઓનલાઈન ક્રિકેટ સટ્ટા બેટિંગની ફ્રેન્ચાઇઝી લઈને આગળ આપતો હતો. આ ફ્રેન્ચાઇઝીના માધ્યમથી મોટા પાયે ગેરકાયદેસર ઓનલાઈન ક્રિકેટ સટ્ટો રમાતો હતો.
અત્યાર સુધીમાં 38 આરોપીઓની ધરપકડ
ગેરકાયદેસર મહાદેવ બેટિંગ એપ સટ્ટાના આ મોટા કેસમાં ગુજરાત સ્ટેટ મોનિટરિંગ સેલની કાર્યવાહી સતત ચાલુ છે. જયસિંહ ચૌહાણની ધરપકડ સાથે, આ કેસમાં અત્યાર સુધીમાં કુલ 38 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. SMC એ જયસિંહ ચૌહાણની ધરપકડ કરીને કેસની આગળની તપાસ હાથ ધરી છે, જેમાં તેના અન્ય સાથીદારો અને સમગ્ર નેટવર્કની વિગતો બહાર આવે તેવી સંભાવના છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે














