RFO સોનલ સોલંકી ફાયરિંગ કેસમાં મોટો વળાંક, પોલીસે પતિ નિકુંજ ગોસ્વામીની કરી ધરપકડ

Surat RFO Firing Case: સુરત રેન્જ ફોરેસ્ટ ઓફિસર સોનલ સોલંકી ફાયરિંગ કેસમાં મોટો વળાંક આવ્યો છે. આ કેસમાં પોલીસે પતિ નિકુંજ ગોસ્વામી સહિત તેના મિત્રની ધરપકડ કરી છે. આરોપી નિકુંજે આત્મસમર્પણની અરજી કરતાં સુરત કઠોર કોર્ટે અરજી નકારી કાઢી હતી. 

RFO સોનલ સોલંકી ફાયરિંગ કેસમાં મોટો વળાંક, પોલીસે પતિ નિકુંજ ગોસ્વામીની કરી ધરપકડ

Surat RFO Firing Case: સુરત રેન્જ ફોરેસ્ટ ઓફિસર સોનલ સોલંકી ફાયરિંગ કેસમાં મોટો વળાંક આવ્યો છે. આ કેસમાં પોલીસે પતિ નિકુંજ ગોસ્વામીની ધરપકડ કરવામાં આવી છે. આરોપી નિકુંજે આત્મસમર્પણની અરજી કરતાં સુરત કઠોર કોર્ટે અરજી નકારી કાઢી હતી. કોર્ટ પરિસરમાંથી જ ગ્રામ્ય પોલીસે નિકુંજ ગોસ્વામીની ધરપકડ કરી છે. મળતી માહિતી અનુસાર પતિ નિકુંજએ મિત્રને પત્નીની સોપારી આપી હતી. પોલીસે મિત્ર ઈશ્વરગિરી ગોસ્વામીની પણ ધરપકડ કરી છે. ઈશ્વર ગિરી સુરતના સચિન વિસ્તારનો રહેવાસી છે.

પ્રાથમિક માહિતી અનુસાર, પતિ-પત્નીના પારિવારિક સંબંધમાં ખટરાગ કોર્ટ કેસના કારણે સોપારી આપી હોવાનું જાણવા મળ્યું છે. નોંધનીય છે કે, આરએફઓ સોનલ સોલંકીને લાંબા સમયથી પતિ સાથે અણબનાવ ચાલી ર્યો હતો. જોકે, ઘટના બાદથી પતિ નિકુંજ ગોસ્વામી ફરાર છે. નિકુંજનો ફોન ટ્રેસ કરતા પાલ સ્થતિ ઘરનું લોકેશન આવ્યું હતું. પોલીસ પહોંચી ત્યારે નિકુંજ ગોસ્વામી ઘરે મળ્યો ન હતો. 

Add Zee News as a Preferred Source

પોલીસે ધરપકડ બાદ વિધિવત શરૂ કરી છે. હાલ તો કોર્ટના આદેશ બાદ નિકુંજને કસ્ટડીમાં લઈ જવામાં આવ્યો છે. પોલીસે કસ્ટડીમાં લીધા બાદ ફાયરિંગ કેસમાં નિકુંજની ભૂમિકા અંગે પૂછપરછ શરૂ કરી છે. સુરત ગ્રામ્ય પોલીસે કેસમાં ઝડપી કાર્યવાહી હાથ ધરી છે. 

સમગ્ર કેસમાં સોનલ સોલંકી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. હોસ્પિટલમાં સિટીસ્કેન કરવામાં આવતા માથામાં ગોળી વાગી છે. સમગ્ર ઘટનામાં અકસ્માત નહીં પણ ફાયરિંગ થયું હોવાનું જણાતાં પોલીસે FSLની મદદથી તપાસ હાથ ધરી છે. હાલ તો સોનલ સોલંકીના પતિની પોલીસે ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

તમને જણાવી દઈએ કે, કામરેજ પોલીસ સ્ટેસનમાં થોડા દિવસ પહેલા RFO સોનલે તેમની કારમાંથી મળી આવેલા GPS ટ્રેકર મામલે અજાણ્યા શખસો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. RFO સોનલના કૌટુંબિક તકરાર મામલે કોર્ટમાં કેસ ચાલી રહ્યા હોવાનું સામે આવ્યું છે. તેવામાં ફોરેસ્ટ અધિકારીને માથાના ભાગે કઈ રીતે ગોળી વાગી કે શું છે સમગ્ર મામલો, તેને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
DIPAK CHAVDA

2018થી મીડિયા સાથે જોડાયેલા છે, બિઝનેસ, નેશનલ, ઈન્ટરનેશનલ, ક્રાઈમ, રાજનીતિ સહિત અનેક કેટેગરીમાં કામ કરે છે અને લોકોને માહિતી પુરી પાડે છે. હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે.

...और पढ़ें

Trending news