RMCમાં કેલેન્ડર કૌભાંડ : 70-80 રૂપિયાામાં બનતું કેલેન્ડર 119 ભાવે ખરીદ્યું, વગર ટેન્ડરે કોન્ટ્રાક્ટ આપી દેવાયો
RMC Calender Scam : RMCમાં કેલેન્ડર કૌભાંડમાં શાસક પક્ષ મગનું નામ મરી નથી પાડી રહ્યું... 1.89 કરોડનું વગર ટેન્ડરનું બિલ રેટ કોન્ટ્રાકટ પ્રમાણે ચુકવી દેવાયું
Trending Photos
)
Rajkot News ગૌરવ દવે/રાજકોટ : રાજકોટ મહાનગરપાલિકાના શાસકોએ વગર ટેન્ડરે કેલેન્ડર છાપીને કરેલા વહિવટનું ભીનુ સંકેલવા કવાયતો શરૂ થઈ છે. મેયરે બે દિવસ પહેલા મીડિયા સામે બચાવ કરતા કહ્યું હતું કે, તેમની પાસે હાલ કોઈ વિગતો નથી તપાસ થશે. દરમિયાન એવી વિગતો સામે આવી છે કે 1.89 કરોડનું વગર ટેન્ડરનું બિલ રેટ કોન્ટ્રાકટ પ્રમાણે ચુકવી દેવાયું છે. 1.60 લાખ કેલેન્ડરના બિલની ચૂકવણી કરી દેવાઈ છે. જોકે રૂ. 119 પ્રતિ નંગ છાપેલા કેલેન્ડર અંગે કોંગ્રેસે સાશકોને ઘેરવાનો પ્રયાસ કર્યો છે અને બજારમાં આવું જ કેલેન્ડર 70 થી 80 રૂપિયામાં છપાય શકે છે તેવો આરોપ લગાવ્યો હતો.
- RMCમાં કેલેન્ડર કૌભાંડ ?
- રૂ.119ના ભાવમાં છપાયેલું કેલેન્ડર
- બજારમાં 70 થી 80માં તૈયાર થાય : કોંગ્રેસ
- ટેન્ડર વગર કોઈ જ કોન્ટ્રાકટ આપવામાં આવ્યો જ નથી : મ્યુ.કમિશ્નર
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા છપાવવામાં આવેલા 1.60 લાખ કેલેન્ડર ચર્ચાનો વિષય બન્યા છે. જાન્યુઆરી મહિનાથી જ કેલેન્ડરમાં કૌભાંડ થયું હોવાના આરોપ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને અધિકારીઓ સામે લાગી રહ્યા છે. જોકે રાજકોટના મેયર નયનાબેન પઢડિયાએ પણ કૌભાંડ અંગે તપાસ કરવા મ્યુનિસિપલ કમિશ્નરને આદેશ કર્યા હતા. જોકે બે દિવસ પહેલા મેયર નયનાબેન પેઢડિયાએ તપાસનો રિપોર્ટ આવ્યા બાદ સત્તાવાર માહિતી જાહેર કરશે તેવો દાવો કર્યો હતો. પરંતુ મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ કહ્યું હતું કે, બિલ રેઇટ કોન્ટ્રાકટ પ્રમાણે ચુકવાયુ છે. વધારાની કોઈ રકમ આપવામાં આવી નથી. અમારા જે ભાવ અગાઉ મંજૂર કરાયેલા હતા તે પ્રમાણે અમે બિલ ચુકવી આપ્યું છે. રાજકોટ ઉપરાંત અન્ય મહાનગરપાલિકામા પણ આ રીતે જ કેલેન્ડર છપાવાયા છે અને તેના બિલ પણ આપી દેવાયા છે. અમારા ભાવથી વધારે કોઈ રકમ અપાઈ નથી. ત્રણ મુદ્દે રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓની કમિટીએ તપાસ કરી અને રિપોર્ટ તૈયાર કર્યો હતો. જેમાં કોઈ જ કૌભાંડ હોવાનું સામે આવ્યું નથી.
- RMC દ્વારા 2023માં મેગા સ્ટાર કોર્પોરેશનને સ્ટેશનરીનો કોન્ટ્રકટ બે વર્ષ માટે ટેન્ડર પ્રક્રિયા થી આપવામાં આવ્યો
- 1.60 લાખ કેલેન્ડર છપાવવા દરખાસ્ત સેક્રેટરી બ્રાન્ચમાંથી મોકલી હતી
- 119 રૂપિયાનું એક કેલેન્ડર તેવા 1.60 લાખ કેલેન્ડર છપાવવામાં આવ્યા
- 1.89 કરોડનું બિલ મુકવામાં આવ્યું અને ચૂકવાઈ પણ ગયું
- કેલેન્ડરની 18×23ની સાઈઝનાં કેલેન્ડર, 170 GSMનાં કાગળમાં પ્રિન્ટ કર્યા
હજી પણ મોટો જથ્થો વપરાયા વગરનો છે
રાજકોટ મનપાના શાસકોએ રૂ.119 રૂપિયાના એક લેખે 1.60 લાખ કેલેન્ડરનું બિલ 1.89 કરોડ ચૂકવ્યું છે. હજુ પણ મોટા ભાગનો જથ્થો વિતરણ થયા વગરનો પડયો છે. બીજી તરફ તપાસની વાતો વચ્ચે બિલ પણ ચુકવાઈ ગયા છે. વિરોધ પક્ષના નેતા વસરામ સાગઠિયા દ્વારા આરોપ મુકવામાં આવ્યો છે કે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા 170 GSM ની જાડાઈની પેઇજના કેલેન્ડર છપાવ્યા છે. તેના પ્રતિ નંગનો ભાવ 119 રૂપિયા આપ્યો છે. પરંતુ જો આ કેલેન્ડર બજારમાં છપાવવા જઈએ તો 70 થી 80 રૂપિયામાં છપાઈ જાય. આ કેલેન્ડર છપાવવામાં પણ 30 થી 35 લાખ રૂપિયાનું કૌભાંડ કરવામાં આવ્યું છે
મહાપાલિકાના મધ્યસ્થ સ્ટોરના સંચાલક તરીકે બેઠેલા કારકુનની આ કેલેન્ડર કાંડમાં વરવી ભૂમિકા હોવાનું અંતરંગ વર્તુળોમાંથી જાણવા મળેછે. દર ૩ વર્ષે કારકૂન કેડરની બદલીઓ થઈ જતી હોય છે પણ આ સંચાલક પાંચ કરતા પણ વધુ વર્ષથી સ્ટોરમાં જ કામ કરી રહ્યા છે. કેલેન્ડરમાં એ ફોર સાઈઝના ભાવને તેણે ચાર ગણા દર્શાવી રેઇટ કોન્ટ્રાક્ટમાં મુકી બિલ બનાવી પાસ કરાવ્યાની ચર્ચાએ જોર પકડ્યું છે. જોકે કેલેન્ડરનું બિલ પ્રજાના ટેક્સના રૃપિયામાંથી ચુકવવામાં આવ્યું છે ત્યારે સરકાર દ્વારા વિજિલન્સ તપાસ કરવામાં આવે તો અનેક મોટા ખુલાસા થઈ શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે














