તમારી વાર્ષિક આવક 6 લાખ સુધી હશે તો બાળક ફ્રીમાં ભણશે, રાજ્ય સરકાર કરી શકે છે મોટી જાહેરાત

ગુજરાત સરકાર ટૂંક સમયમાં સૌથી મોટી જાહેરાત કરી શકે છે. રાઇટ ટુ એજ્યુકેશન કાયદા હેઠળ આવકની મર્યાદા વધારવામાં આવી શકે છે. 
 

તમારી વાર્ષિક આવક 6 લાખ સુધી હશે તો બાળક ફ્રીમાં ભણશે, રાજ્ય સરકાર કરી શકે છે મોટી જાહેરાત

ચેતન પટેલ, સુરતઃ રાઇટ ટુ એજ્યુકેશન (RTE) કાયદા હેઠળ સ્કૂલમાં પ્રવેશ લેવા ઈચ્છતા વાલીઓ અને વિદ્યાર્થીઓ માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાતમાં ગરીબ અને ઓછી આવક ધરાવતા પરિવારોના લાખો બાળકો અત્યાર સુધી આરટીઈ હેઠળ પ્રવેશ મેળવી અભ્યાસ કરી રહ્યાં છે. હવે આ કાયદાનો લાભ વધુ લોકોને મળે તે માટે આવકની મર્યાદામાં વધારો કરવામાં આવી શકે છે. 

આવકની મર્યાદામાં થઈ શકે છે વધારો
અત્યાર સુધી રાજ્યભરમાં રાઇટ ટુ એજ્યુકેશન (RTE) કાયદા હેઠળ શાળામાં પ્રવેશ મેળવવા માટે પરિવારની કુલ વાર્ષિક આવક 1.20 લાખ રૂપિયા સુધી હતી. પરંતુ હવે રાજ્ય સરકાર તેમાં વધારો કરી શકે છે. હવે આરટીઈ હેઠળ પ્રવેશ મેળવવા માટે આવક મર્યાદા 6 લાખ રૂપિયા કરવામાં આવી શકે છે. તેની સત્તાવાર જાહેરાત આગામી દિવસોમાં કરવામાં આવી શકે છે.

— Zee 24 Kalak (@Zee24Kalak) March 12, 2025

ટૂંક સમયમાં થઈ શકે છે સત્તાવાર જાહેરાત
રાજ્યના શિક્ષણ મંત્રીએ કહ્યું કે રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ આવક મર્યાદા વધારીને 6 લાખ કરવામાં આવી શકે છે. જો સરકાર આ નિર્ણય લાવશે એટલે લાખો વિદ્યાર્થીઓ અને વાલીઓને તેનો લાભ મળી શકે છે. આ સાથે શિક્ષણ મંત્રીએ જણાવ્યું કે આરટીઈ હેઠળ ફોર્મ ભરવાની મુદ્દત 10 દિવસ વધારવામાં આવી છે. 

શિક્ષણ અધિકાર અધિનિયમ 2009 નો ઉદ્દેશ

- આ કાયદાનો ઉદ્દેશ્ય 6 થી 14 વર્ષની વયના દરેક બાળકને મફત પ્રાથમિક શિક્ષણ આપવાનો છે.

- 6 થી 14 વર્ષની વય જૂથના દરેક બાળકની ફરજિયાત નોંધણી, હાજરી અને પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કરવું.

- કલમ 6 હેઠળ, બાળકોને પડોશની કોઈપણ શાળામાં પ્રવેશ લેવાનો અધિકાર છે.

- આ કાયદો સુનિશ્ચિત કરે છે કે નબળા વર્ગો અને વંચિત જૂથોના બાળકો સાથે ભેદભાવ ન કરી શકાય.

- જો એવું બાળક હોય કે જે 6 વર્ષની ઉંમરે કોઈપણ શાળામાં એડમિશન ન લઈ શક્યું હોય તો તે તેની ઉંમર પ્રમાણે પછીથી ક્લાસમાં એડમિશન લઈ શકે છે.

- જો કોઈપણ શાળામાં પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કરવાની જોગવાઈ ન હોય તો, વિદ્યાર્થીને અન્ય કોઈપણ શાળામાં ટ્રાન્સફર કરવાનો અધિકાર આપવામાં આવશે.

- ખાનગી અને વિશેષ શ્રેણીની શાળાઓએ પણ આર્થિક રીતે નબળા સમુદાયના બાળકો માટે વર્ગ 1 માં 25% બેઠકો અનામત રાખવાની રહેશે.

- પ્રવેશની તારીખ વીતી ગયા પછી પણ કોઈપણ બાળકને શાળામાં પ્રવેશ આપવાનો ઇનકાર કરી શકાશે નહીં.

- કોઈપણ બાળકને કોઈપણ વર્ગમાં પ્રવેશ લેતા અટકાવવામાં આવશે નહીં કે તેને શાળામાંથી કાઢી મૂકવામાં આવશે નહીં.

- શાળામાં બાળકોને કોઈપણ પ્રકારનો શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવશે નહીં.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news