રસ્તા પર મોતનો ખેલ, આ સુરતી નબીરાને જોઈ તમારા દિલની ધડકન તેજ થઈ જશે

Updated By: Mar 9, 2021, 10:02 AM IST
રસ્તા પર મોતનો ખેલ, આ સુરતી નબીરાને જોઈ તમારા દિલની ધડકન તેજ થઈ જશે
  • શું સ્ટંટ કરવા માટે આ નબીરાઓને લાયસન્સ આપવામાં આવ્યું છે કે પછી પોલીસ આવા સ્ટંટબાજો પ્રત્યે જરા પણ ગંભીર નથી
  • શું પોલીસ આવા નબીરાઓનાં બાઈક જપ્ત કરીને તેમનું લાયસન્સ રદ કરીને જેલમાં ધકેલવાની હિંમત કરશે ખરી?

તેજશ મોદી/સુરત :સુરતમાં બાઈક પર સ્ટંટ કરતા એક બેફામ નબીરાનો વીડિયો વાયરલ (viral video) થયો છે. આ નબીરો અડાજણ-વેડને જોડતા બ્રિજ પર સ્ટંટ કરી રહ્યો છે. ટ્રાફિક પોલીસનું નાક કાપીને જાહેરમાં સ્ટંટ (bike stunt) કરતા આ નબીરાને જોઈને તમારા દિલની ધડકન તેજ થઈ જશે. પોલીસને ખુલ્લેઆમ પડકાર ફેંકીને રોંગ સાઈડમાં સ્ટંટ કરી રહ્યો છે. એક ટાયર ઉપર બાઈક ચલાવીને સ્ટંટ કરતો આ નબીરો પોલીસ પુત્ર છે કે પછી સડકછાપ રોમિયો તે હજી સામે આવ્યું નથી. પણ  બ્રિજની રોન્ગ સાઈડમાં બીજા લોકોના જીવનને જોખમમાં મૂકતા આ સડકછાપ સ્ટંટબાજને જોઈને તમને ગુસ્સો આવી જશે. 

આ પણ વાંચો : વડોદરાના નબીરાઓની મહેફિલ માટે આફ્રિકાથી આવ્યો હતો ‘ખાસ દારૂ’

સુરત (Surat) નો આ વીડિયો શોકિંગ છે. સુરતમાં અડાજણ-વેડને જોડતા બ્રિજ પર વાહનોની અવરજવર વચ્ચે આ નબીરો સ્ટંટ કરી રહ્યો છે. સુરતમાં આ પહેલી એવી ઘટના નથી કે બ્રિજ પર નબીરાઓ સ્ટંટ ના કરતા હોય. પોલીસના નાક માથે કાળી ટીલી સમાન આવી ઘટનાઓ અવિરત રીતે ચાલુ છે. પોલીસ આવા સડકછાપ રોમિયોને પકડીને કડક કાર્યવાહી કેમ નથી કરતી. આ વાયરલ વીડિયો (stunt video) અનેક સવાલો ઉભા કરે છે. શું સ્ટંટ કરવા માટે આ નબીરાઓને લાયસન્સ આપવામાં આવ્યું છે કે પછી પોલીસ આવા સ્ટંટબાજો પ્રત્યે જરા પણ ગંભીર નથી.

આ પણ વાંચો : વાયુવેગે ફેલાઈ અમદાવાદમાં ખાણીપીણીની બજારો બંધ કરવાની વાત, બાદમાં થયો ખુલાસો

રાજ્યમાં એક તરફ બુલેટમાં મોટાં મોટાં સાયલેન્સર લગાવીને રૌફ જમાવતા માથાભારે શખ્સોનો આતંક અને બીજી તરફ રાત્રે બ્રિજ પર સ્ટંટ કરતા સડકછાપ રોમિયોનો આતંક છે. શું ગૃહ વિભાગ આવા સ્ટંટબાજો સામે કડકમાં કડક કાર્યવાહી કરીને ઉદાહરણ રૂપ દાખલો બેસાડશે ખરો. શું પોલીસ આવા નબીરાઓનાં બાઈક જપ્ત કરીને તેમનું લાયસન્સ રદ કરીને જેલમાં ધકેલવાની હિંમત કરશે ખરી?