બીટકોઇન બ્રોકર ભરત પટેલ આત્મહત્યા મામલો, DYSP ચિરાગ પટેલ સામે ફરિયાદ

 બિટકોઈન બ્રોકર ભરત પટેલ આત્મહત્યા કેસમાં અંતે રાણીપ પોલીસે ગુનો નોંધ્યો છે. રાણીપ પોલીસે DYSP ચિરાગ પટેલ અને તેના ભાઈ મોન્ટુ પટેલ સામે આત્મહત્યાની દુષપ્રેરણાનો ગુનો નોંધી તાપસ શરુ કરી છે. 

બીટકોઇન બ્રોકર ભરત પટેલ આત્મહત્યા મામલો, DYSP ચિરાગ પટેલ સામે ફરિયાદ

ઉદય રંજન/અમદાવાદ: બિટકોઈન બ્રોકર ભરત પટેલ આત્મહત્યા કેસમાં અંતે રાણીપ પોલીસે ગુનો નોંધ્યો છે. રાણીપ પોલીસે DYSP ચિરાગ પટેલ અને તેના ભાઈ મોન્ટુ પટેલ સામે આત્મહત્યાની દુષપ્રેરણાનો ગુનો નોંધી તાપસ શરુ કરી છે. 

ગત 19મીના રાણીપમાં રહેતા બીટકોઈન બ્રોકરે આત્મહત્યા કરી લીધી હતી. આત્મહત્યા કરનાર ભરત પટેલે આત્મહત્યા પહેલા એક સ્યુસાઇટ નોટ લખી હતી. જે સ્યુસાઇટ નોટમાં ગુજરાત પોલીસના DYSP ચિરાગ પટેલ અને તેના ભાઈ મોન્ટુ પટેલના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ બન્નેએ ભરત પટેલને 5 બીટકોઈન આપ્યા હતા. અને 5 બીટકોઈનમાં નુકસાન થતા આરોપી બંને ભાઈઓ 11 બીટકોઈન વળતરમાં માંગી રહયા હતા. જેના ત્રાસથી લઇને ભરત પટેલે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી.

ભરત પટેલ સ્યૂસાઈડ કેસ : ચંદનચોરી કેસમાં પણ Dysp ચિરાગ સવાણી પર આક્ષેપ થયા હતા

રાણીપ પોલીસે લાંબા વિચાર બાદ ત્રીજા દિવસે DYSP ચિરાગ પટેલ અને તેના ભાઈ સામે ફરિયાદ નોંધી છે. અને પોલીસે તપાસ શરુ કરી છે જેમાં સાયબર ક્રાઇમ બ્રાંચની પણ મદદ લીધી છે કે, કેટલા બીટકોઈન હતા. અને બીટકોઈનના શું શું વ્યવહાર થયા છે. આ સહીત મૃતક ભરત પટેલના મોબાઈલ અને લેપટોપની પણ તપાસ શરુ કરી છે. સાથે સાથે મૃતક ભરત પટેલ સાથે કોણ કોણ સંપર્કમાં હતું એ અંગે પણ તપાસ ચાલી રહી છે.

જ્યારે સામાન્ય કોઈ વ્યકિતનુ સ્યુસાઈટ નોટમા ઉલ્લેખ હોય ત્યારે તેની ધરપકડ થાય છે પરંતુ આ કેસમાં ડીવાયએસપીની ફકત પુછપરછ કરવામા આવશે. મહત્વનુ છે કે, સ્યુસાઈટના આ કેસમા બિટકોઈનની તપાસ પણ મહત્વની છે. જેથી સીઆઈડી ક્રાઈમે પણ તપાસમા ઝંપલાવ્યુ હતુ. હાલમા તો પોલીસે ફરિયાદ નોંધીને પરિવારને ન્યાયનું આશ્વાસન આપ્યુ છે. પરંતુ પરિવારને ન્યાય મળસે કે નહિ તે હજુ સવાલ છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news