Surat News: શું કાયદા માત્ર સામાન્ય લોકો માટે જ હોય છે? સુરતમાં યુવાનનો ડાન્સર સાથે નાચતો વીડિયો વાયરલ થતાં ખળભળાટ મચ્યો છે. સુરતના ડીંડોલી વિસ્તારના સુજીત ઉપાધ્યાયનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં સુજીત ઉપાધ્યાય ભાજપ કાર્યકર હોવાની વાત સામે આવી છે. સુજીત ઉપાધ્યાય હાથમાં રિવોલ્વર સાથે કોઈ ડાન્સર સાથે ડાન્સ કરી રહ્યાં છે, તેનો વીડિયો ચર્ચાનું કારણ બન્યો છે. તમને જણાવી દઈએ કે zee 24 kalak આ વાયરલ વીડિયોની પુષ્ટિ કરતું નથી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


આ વાયરલ વીડિયો વિશે મળતી માહિતી પ્રમાણે, ભાજપ કાર્યકર સુજીત ઉપાધ્યાય ડાન્સર સાથે હાથમાં રિવોલ્વર રાખીને દેખાડો કરી રહ્યાં હોય તેનું લાગી રહ્યું છે. આખરે આવી રીતે રિવોલ્વર સાથે વીડિયો બનાની ભાજપના આ કાર્યકર સુજીત ઉપાધ્યાય સાબિત શું કરવા માંગે છે? અત્યારે આ વીડિયો વાયરલ થતા અનેક પ્રકારના સવાલો થઈ રહ્યાં છે.


બીજી બાજુ સુરતમાં સક્રિય કાર્યકરનું વિડીયો વાયરલ મામલે ખુલાસો સામે આવ્યો છે. જેમાં વીડિયોને લઇને સુજીત ઉપાધ્યાયે વિડીયો જૂનો હોવાનું રટણ કર્યું હતું. ઉપરાંત તેણે જણાવ્યું છે કે મુંબઈ ખાતે શુટિંગ વખતની રીલ છે. જેમાં ઓરીજનલ રિવોલ્વર નહીં પણ રમકડાંની ગન હોવાનું તેણે જણાવ્યું હતું. 


ઉલ્લેખનિય છે કે આ વીડિયોમાં સુજીત ઉપાધ્યાય હાથમાં રિવોલ્વર પકડીને 1 ડાન્સર સાથે ડાન્સ કરી રહ્યો છે.