વડોદરામાં જમીન વિવાદને લઇ ભાજપ કોર્પોરેટર ફરી આવ્યા વિવાદમાં
વડોદરામાં ભાજપના કોર્પોરેટર જમીન વિવાદને લઇ ફરી વિવાદમાં આવ્યા છે. જમીન માલીક દ્વારા ભાજપ કોર્પોરેટર સામે ગેરકાયદે ઘુસવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જેને લઇ જમીન માલિક અને ભાજપ કોર્પોરેટરના સાગરિતો વચ્ચે ઘર્ષણ થયું હતું. હાલ આ જમીન વિવાદનો મામલો કોર્ટમાં ચાલી રહ્યો છે.
રવિ અગ્રવાલ, વડોદરા: વડોદરામાં ભાજપના કોર્પોરેટર જમીન વિવાદને લઇ ફરી વિવાદમાં આવ્યા છે. જમીન માલીક દ્વારા ભાજપ કોર્પોરેટર સામે ગેરકાયદે ઘુસવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જેને લઇ જમીન માલિક અને ભાજપ કોર્પોરેટરના સાગરિતો વચ્ચે ઘર્ષણ થયું હતું. હાલ આ જમીન વિવાદનો મામલો કોર્ટમાં ચાલી રહ્યો છે.
આ પણ વાંચો:- કોંગ્રેસમાંથી રાજીનામુ આપનાર કરજણના પૂર્વ MLA અક્ષય પટેલ આજે ભાજપમાં જોડાશે
રવિ અગ્રવાલ, વડોદરા: વડોદરાના ભાજપના કોર્પોરેટર કલ્પેશ પટેલ જમીન વિવાદને લઇ ફરી વિવાદમાં આવ્યા છે. ગોત્રી બંસલ મોલ પાસે આવેલી જમીનમાં ગેરકાયદે ઘુસવાનો આક્ષેપ લાગ્યો છે. 50 જેટલા બાઉન્સ લઇ કોર્પોરેટર કલ્પેશ પટેલ આવ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે.
આ પણ વાંચો:- ભાઇની સાથે વડોદરા પહોંચ્યા ક્રિકેટર હાર્દિક પંડ્યા, U-19 ખેલાડીઓ સાથે કરી મુલાકાત
જમીન માલિક અનુજ પટેલે જમીન હડપ કરવાનો આક્ષેપ લગાવ્યો છે. કલ્પેશ પટેલ જે સી બી મશીન લઈ જમીનમાં ગેરકાયદે પ્રવેશ કરી મજૂરો માટે બનાવેલા ઝૂપડા તોડી પાડ્યા હતા. ગોત્રી પોલીસની હાજરીમાં બબાલ કરી હતી. જમીન માલિક અને કલ્પેશ પલેટના સાગરિતો વચ્ચે ઘર્ષણ થયું હતું. જમીન વિવાદનો મામલો કોર્ટમાં ચાલી રહ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube