પ્રથમ તબક્કાનાં મતદાન અગાઉ ભાજપનો "વિકાસ" ઢંઢેરો

ભાજપનો ઢંઢેરો વિકાસલક્ષી અને સામાન્ય જનતાના બદલે કોંગ્રેસ અને હાર્દિકની આસપાસ ફરતો રહ્યો

Updated By: Dec 8, 2017, 06:32 PM IST
પ્રથમ તબક્કાનાં મતદાન અગાઉ ભાજપનો "વિકાસ" ઢંઢેરો

અમદાવાદ : આવતી કાલે 9મી ડિસેમ્બરનાં રોજ ગુજરાતમાં પ્રથમ તબક્કાનું મતદાન થવાનું છે, ત્યારે તેના એક દિવસ પહેલા શુક્રવારે બપોરે કેન્દ્રીય મંત્રી અરૂણ જેટલીએ સંકલ્પ પત્ર જાહેર કર્યો હતો. પ્રથમ તબક્કા માટે પ્રચાર પડઘમ શાંત થયાનાં બીજા દિવસે ભાજપ દ્વારા સંકલ્પ પત્ર જાહેર કરવામાં આવ્યો હતો. ભાજપનાં સંકલ્પ પત્રની જાહેરાત કેન્દ્રીય નાણા મંત્રી અરૂણ જેટલી દ્વારા કરવામાં આવી હતી. જો કે સંકલ્પ પત્રમાં વિકાસનાં મુદ્દાને ધ્યાનમાં રાખવામાં આવ્યો હતો. ઉપરાંત પાટીદારોનો અને સવર્ણ સમાજનો મુદ્દો પણ કેન્દ્ર સ્થાને રહ્યો હતો. 

ભાજપ દ્વારા આજે છેલ્લી ઘડીએ વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને સંકલ્પ પત્ર રજુ કર્યું હતું. ચૂંટણી કમિશનનાં નિયમ અનુસાર 48 કલાક પહેલા નિયમો જાહેર કરવાનાં હોય છે. જેથી કોડ ઓફ કન્ડક્ટ અનુસાર મુખ્યમંત્રીની તસ્વીરવાળી કોઇ જ તસ્વીરો રીલિઝ નથી કર્યા. સંકલ્પપત્રમાં ગુજરાતનાં વિકાસનાં દ્રષ્ટીકોણને ધ્યાનમાં રાખવામાં આવ્યું છે. દેશનાં ઘણા રાજ્યો છે તેમાં માત્ર ગુજરાત રાજ્ય જ એવું છે જે છેલ્લા 5 વર્ષથી 10 ટકાનાં વિકાસદરે આગળ વધી રહ્યું છે.

એવરજે 10 ટકાનાં વિકાસદરે ગુજરાત છેલ્લા ઘણા વર્ષોથી વિકાસનાં પથ પર અગ્રેસર છે. ચીન એખ સમયે આ રેટ પર ગ્રો કરી રહ્યું હતું. પરંતુ હવે તે પણ નબળુ પડ્યું છે. 10 ટકા ગ્રોથ 5 વર્ષ સતત ચાલ્યો અને હજી પણ ચાલે તે માટે લોકોએ સમજવું પડશે. ગુજરાતની ઇન્ફ્રા, પોર્ટ, ફાર્મિંગ ડેવલપમેન્ટ થાય છે. હેલ્થ અને એજ્યુકેશન ડેવલપ થઇ રહ્યું છે. ગુજરાતને વિકાસનાં ટ્રેક પરથી ઉતારીને સમાજીકધ્રુવીકરણ તરફ વાળવું એક પાપ છે. જે કોંગ્રેસ હાલ કરી રહ્યું છે. ગુજરાતમાં સામાજીક ધ્રુવીકરણ કરવું તે રસ્તા પર કોંગ્રેસ ચાલશે તો નુકસાન વહોરશે. સંવિધાનની દ્રષ્ટિએ અનામત કોઇ રીતે શક્ય નથી.

ગુજરાતની રેવન્યુ 90 હજાર કરોડ છે, તેમાં કેન્દ્રનો ભાગ વિકાસ છે તેનો ખર્ચ પણ સમાવેશ થઇ જશે. આજે જે ખર્ચો થાય છે તેમાં કોન્ગ્રેસ 1.21 હજાર કરોડનો ખર્ચ વધારી દીધો છે. કોંગ્રેસનુંવિઝન વાસ્તવિકતાથી દુરનું છે. 2008માં કોંગ્રેસ કેન્દ્રમાં ખેડૂતોનું દેવુ માફ કરવાની વાત કરી પણ ખરેખર ગુજરાતને 1156 કરોડ આપ્યા. ઘણી યોજના જેવી કે કોટન અને મગફળી પાયાનાં ભાવે ખરીદાઇ રહ્યું છે તેની કોંગ્રેસે જાહેરાત કરી છે.