ભાજપના MLA રમણ વોરાની બોગસ ખેડૂત ખાતેદાર કેસમાં મુશ્કેલીઓ વધી! જો ખોટા સાબિત થયા તો...!

BJP MLA Raman Vora : એક તરફ, ભ્રષ્ટાચાર માટે ઝીરો ટોલરન્સની મોટા ઉપાડે। વાતો કરવામાં આવી રહી છે ત્યારે બીજી તરફ, ખુદ ભાજપના નેતાઓ જ ભ્રષ્ટાચારના માર્ગે ચાલી રહ્યાં છે તેવી સ્થિતિ નિર્માણ થઇ છે.  ખેડૂતના લાભ મેળવવા ભાજપના પૂર્વ મંત્રી અને ઈડરના ધારાસભ્ય રમણ વોરાની વધુ એક કરતૂત સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. બોગસ ખેડૂત ખાતેદાર કેસમાં ઈડર ભાજપના ધારાસભ્ય સામે તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રમણ વોરાને તંત્રએ 3 નોટિસ આપીને જમીન ખરીદીમાં ખુલાસો પુછાશે. રમણ વોરા વિરુદ્ધ ગેજેટ નંબર 2815 મુજબ અને 63AD અંતર્ગત કાર્યવાહી કરાશે. 

ભાજપના MLA રમણ વોરાની બોગસ ખેડૂત ખાતેદાર કેસમાં મુશ્કેલીઓ વધી! જો ખોટા સાબિત થયા તો...!

About the Author

Kinjal Patel

Kinjal Patel

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીતિ, દેશ-વિદેશમાં બનતી સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓ પર મુખ્ય ફોકસ કરે છે. સંદેશ ન્યૂઝ ડિજિટલ સાથે તેમણે પત્રકારત્વ કારકિર્દીની શરૂઆત કરી હતી. ZEE 24 કલાક (ડિજિટલ) સાથે 3 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. આ સિવાય તેમણે Sandesh ન્યૂઝ, ABP અસ્મિતા, ETV ભારતમાં કામ કર્યું છે. અમદાવાદની હિરામણી મીડિયા ઈન્સ્ટ્યૂટ્યૂટ (ગુજરાત યુનિવર્સિટી)માંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે.

Read More