અમદાવાદ બાદ રાજકોટમાં! મહિલા એન્કર સાથે ભાજપના ધારાસભ્યએ કરી ગાળાગાળી

રાજ્યમાં મહિલાઓની સુરક્ષા અને સલામતીને લગતી અગાઉ પણ બે મોટી ઘટનાઓ સામે આવી હતી. ત્યારે ફરી આવી જ એક ઘટના રાજકોટમાં બની છે. જેમાં ભાજપના ધારાસભ્ય દ્વારા યુવતી સાથે અભદ્ર વર્તન કરતાં ચકચાર મચી ગઇ છે. શહેરના માધવરાવ સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાઇ રહેલી ઇન્ટર કોર્પોરેશન ક્રિકેટ ટૂર્નામેન્ટમાં મહિલા એન્કરને સ્ટેજ પરથી નીચે બોલાવી તેના શર્ટનો કોલર પકડી અભદ્ર વર્તન કર્યું અને બેફામ ગાળો બોલી હતી.

Updated By: Jun 8, 2019, 12:47 PM IST
અમદાવાદ બાદ રાજકોટમાં! મહિલા એન્કર સાથે ભાજપના ધારાસભ્યએ કરી ગાળાગાળી
પ્રતિકાત્મક તસવીર

રાજકોટ: રાજ્યમાં મહિલાઓની સુરક્ષા અને સલામતીને લગતી અગાઉ પણ બે મોટી ઘટનાઓ સામે આવી હતી. ત્યારે ફરી આવી જ એક ઘટના રાજકોટમાં બની છે. જેમાં ભાજપના ધારાસભ્ય દ્વારા યુવતી સાથે અભદ્ર વર્તન કરતાં ચકચાર મચી ગઇ છે. શહેરના માધવરાવ સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાઇ રહેલી ઇન્ટર કોર્પોરેશન ક્રિકેટ ટૂર્નામેન્ટમાં મહિલા એન્કરને સ્ટેજ પરથી નીચે બોલાવી તેના શર્ટનો કોલર પકડી અભદ્ર વર્તન કર્યું અને બેફામ ગાળો બોલી હતી.

વધુમાં વાંચો:- અપહરણનો પ્રયાસ: YMCA કલબ પાસે યુવતીની છેડતી, જાનથી મારી નાખવાની આપી ધમકી

પ્રાપ્ત માહિતી અનુસરા રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે આવાલે માધવરાય સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડમાં તા. 1 જૂન 2019થી ઓલ ગુજરાત ઇન્ટર કોર્પોરેશન ટી-20 ડે નાઇટ ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાજ્યની તમામ મહાનગર પાલીકાના મેયરની ટીમો અને કમિશનરની ટીમો વચ્ચે મેચ રમાઇ રહી છે. ત્યારે ગુરૂવાર રાત્રે રાજકોટ અને અમદાવાદ વચ્ચે મેચ યોજાઇ હતી. જેમાં ભાજપના ટોચના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા. આ ટૂર્નામેન્ટ માટે મનપા દ્વારા તૃપ્તી શાહ નામની મહિલા એન્કરને બુક કરવામાં આવી હતી.

વધુમાં વાંચો:- અમદાવાદ: શહેર કોટડા પોલીસે લોકો પાસેથી રૂપિયા ઉઘરાવતો નકલી DYSP ઝડપ્યો

આ મેચમાં ઉપસ્થિત મહેમાનોની એક યાદી તૈયાર કરવામાં આવી હતી. આ યાદી અનુસાર એન્કર તૃપ્તીએ રાજકોટના ભાજપ ધારાસભ્ય અરવિંદ રૈયાણીના નામનો ઉલ્લેખ ધારાસભ્ય અરવિંદ પટેલ તરીકે કર્યો હતો. રૈયાણીના બદલે પટેલ નામનો ઉલ્લેખ કરતા ધારાસભ્ય રૈયાણી અને તેમના સાથી કોર્પોરેટર પરેશ પીપળિયા રોષે ભરાયા હતા. આ બંને આગેવાનોએ મહિલા એન્કર તૃપ્તી શાહને સ્ટેજના પાછળના ભગામાં બોલાવી ગાળો બોલવાનું શરૂ કર્યું હતું. ત્યારે કોર્પોરેટર પરેશ પીપળિયાએ તો મહિલા એન્કરનો કોલર પકડી તેની સાથે અભદ્ર વર્તન કર્યું હતું.

વધુમાં વાંચો:- આ ગુજ્જુ ક્રિકેટ પ્રેમીએ પેન્સિલની અણી પર બનાવ્યો ‘વિશ્વનો સૌથી નાનો વર્લ્ડ કપ’

આ સમગ્ર ઘટનાની જાણ મેચમાં ઉપસ્થિત આગેવાનોને થઇ હતી ત્યારે તેમણે સ્થળ પર પહોંચ્યા અને મામલો શાંત પાડવાનો પ્રયત્ન કર્યો હતો. જો કે, ગુરૂવાર રાત્રે બનેલી આ ઘટનાની ભૂલ સમજાતા શુક્રવાર સવારે રાજકોટ ભાજપના ટોચના આગેવાનો મહિલા એન્કર પાસે દોડી ગયા હતા અને મહિલા એન્કર પાસે માફી માગી હતી. ત્યારે આ સમગ્ર ઘટનાથી સમસમી ઉઠેલી મહિલા એન્કર તૃપ્તી શાહ અધવચ્ચેથી ટૂર્નામેન્ટ છોડી અમદાવાદ પરત ફરી હતી. અને ભાજપના ટોચના આગેવાનો દ્વારા માફી માગતા તૃપ્તી શાહે પોલીસ ફરિયાદ કરી ન હતી.

વધુમાં વાંચો:- સાંસદ બનેલા BJPના ચાર ધારસભ્યોનું રાજીનામું, જાણો કોણ હશે પેટાચૂંટણીના ઉમેદવાર?

અત્રે ઉલ્લેખનીય છે કે, આ અગાઉ મહિલાઓની સુરક્ષા અને સલામતીને લગતી રાજ્યમાં બે મોટી ઘટનાઓ બની હતી. જેમાં એક કિસ્સામાં અમદાવાદના નરોડાના ધારાસભ્યએ બલરામ થાવણીએ એક મહિલાના જાહેરમાં લાત મારી હતી. જોકે બાદમાં સમાધન કરી લીધુ હતું. આ ઘટનાની પીડિત મહિલાને જાનથી મારી નાખવાની ધમકીઓ પણ મળી રહી છે. તો અન્ય કિસ્સામાં વડોદરા ભાજપમાં IT સેલનો કોર મેમ્બર સ્વીમીંગ પુલમાં ન્હાતી મહિલાઓને નિહાળતો જોવા મળ્યો હતો. ત્યારે પોલીસ દ્વારા આ બંને ઘટનામાં આપવામાં આવેલા રિપોર્ટની જાણકારી મેળવી વધુ પગલાં ભરવા હાથ ધરવામાં આવશે.

જુઓ Live TV:-

ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...