ભાજપ અધ્યક્ષ અમિત શાહ 22 સપ્ટેમ્બરે અમદાવાદની મુલાકાતે
દેશ કારોબારીની બેઠક 21, 22 સપ્ટેમ્બરે યોજાઇ રહી છે. અમિત શાહ ગાંધીનગર કમલમ ખાતે યોજનાર પ્રદેશ કારોબારીમાં હાજરી આપશે.
કિંજલ મીશ્રા/ અમદાવાદ: ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ 22 સપ્ટેમ્બરે અમદાવાદની મુલાકાતે આવી રહ્યાં છે. પ્રદેશ કારોબારી બેઠક 21, 22 સપ્ટેમ્બરે યોજાઇ રહી છે ત્યાપે અમિત શાહ ગાંધીનગર કમલમ ખાતે યાજાનાર પ્રદેશ કારોબારીમાં હાજરી આપશે. અહીં તેઓ ધારાસભ્યો-સાંસદો અને પદાધીકારીઓએ કરેલા કામોના હિસાબની પૂછપરછ કરશે. તેમજ 2019માં યોજાનારી લોકસભા ચૂંટણીના સંદર્ભમાં ચર્ચા-વિચારણા પણ કરશે. આ ઉપંરાત 22મી સપ્ટેમ્બરે અમિત શાહના પુત્ર જયનો જન્મદિવસ છે. ત્યારે શાહ પરિવારમાં ફેમિલી ફક્શનનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તેઓ હાજરી આપશે.
22મીએ મળનારી કારોબારીમાં સીએમ વિજય રૂપાણી, ડે.સીએમ નીતિન પટેલ, જીતુભાઇ વાઘાણી, મંત્રીઓ, સાંસદો અને ધારાસભ્યો, જિલ્લાના પ્રમુખો અને મહામંત્રીઓ વગેરે સહિત આગેવાનો હાજર રહેશે. ભાજપ સંગઠન દ્વારા રાજ્યમાં ક્યાં અને કેવા પ્રકારના કાર્યક્રમોની વ્યવસ્થાઓ કરવી તેની ચર્ચા કરવામાં આવશે. આ ઉપરાંત ગુજરાતની તમામ ૨૬ બેઠકો જાળવી રાખવાની છે. જેના માટે ભુતકાળમાં કયા આગેવાનોએ કેવું અને શું કામ કર્યું તેનો હિસાબ નેતાઓ પાસેથી મેળશે. ત્યારબાદ મુખ્યમંત્રી-પ્રદેશ પ્રમુખ વગેરે દ્વારા અગ્રણીઓને માર્ગદર્શન પણ અપાશે.